તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
ક્રાઇસ્ટ કોલેજ દ્વારા કારગીલ વિજય દિવસ નિમિતે યોજાઇ બાઇક રેલી

રાજકોટ : કારગીલ વિજય દિવસની ઉજવણીરૂપે ક્રાઇસ્ટ કોલેજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયુ હતુ. કોલેજ કેમ્પસથી પ્રારંભ થઇ એન.સી.સી. હેડ કવાર્ટર ખાતે સમાપન થયેલ આ રેલીને ડો. ફાધર જોમન થોમના હસ્તે ફલેગ આપી પ્રસ્થાન કાવાયુ હતુ. આ પ્રસંગે સૌ.યુનિ.ના કુલપતિ ડો. કમલસિંહ ડોડીયા, એન.સી.સી. ગ્રુપ કમાન્ડર બ્રિગેડીયર કે. લોગનાથન, કર્નલ સલિલ બિસ્ટ, લેફટનન્ટ કર્નલ મુર્તઝા અલી અસદ અને લેફટનન્ટ ડો. દિવ્યરાજસિંહ જાડેજા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રેલી દરમિયાન એકત્ર કરાયેલુ ભંડોળ શહીદ સૈનિકોના પરિવારો માટે કલ્યાણ ભંડોળમાં અર્પણ કરાયુ હતુ. સાથોસાથ માનવ પુસ્તકાલયની વિશેષ આવૃત્તિનું પણ આયોજન કરાયુ હતુ. માનવ પુસ્તક ચંદ્રકાંત પાટીલને કેમ્પસમાં તેમના જ્ઞાન અને અનુભવો શેર કરવા આમંત્રણ અપાયુ હતુ. જેમાં તેમણે ભારતીય શસષા દળોમાં બજાવેલી ૧૭ વર્ષની સેવાઓના અનુભવો અહીં શેર કર્યા હતા. આ સત્રમાં ફાધર ડો. જોમન થોમન, ફાધર સ્ટેન્લ, ડો. યવોન ફર્નાન્ડિસ, શ્રીમતી નિમ્ફિયા ગોગિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ચંદ્રકાંત પાટીલને લ્યુમિનરી એવોર્ડ આપી સન્માનીત કરાયા હતા.
(3:31 PM IST)










