<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

અમીન માર્ગ રોડ પર વડાલીયા ફૂડસનું આઉટલેટ શરૂ

કંપનીના આઉટલેટ પરથી તમામ ૧૫૦ થી વધુ પ્રોડકટ મળી શકશે, શ્રાવણ માસ નિમિતે અનેક ફરાળી આઇટમ એક જ જગ્‍યા પરથી ઉપલબ્‍ધ બનશે : ભાવેશ પારેખ

રાજકોટઃ છેલ્લા એક દાયકાથી નમકીન, ફ્રાઇમ્‍સ,વેફર્સની દુનિયામાં રાજકોટ અને ગુજરાતને અનોખા સ્‍વાદ અને ઉત્તમ ક્‍વોલિટીથી લોકોની પહેલી પસંદગી બની રહેલી કંપની વડાલીયા ફુડ્‍સ દ્વારા રાજકોટ શહેરમાં પોશ વિસ્‍તાર એવા અમીન માર્ગ પર આવેલા વર્લ્‍ડ ગિફ્‌ટ મોલ સંલગ્ન સ્‍થળ પર વડાલીયા ફુડ્‍સ દ્વારા એક વધુ ફ્રેન્‍ચાઇઝી આઉટલેટનો આજથી પ્રારંભ થયો છે.

સિમેન્‍ટ ક્ષેત્રે દેશભરમાં નામના ધરાવનાર હાઇબોન્‍ડ સિમેન્‍ટ ગ્રુપ ની જ કંપની વડાલીયા ફુડ્‍સ  દ્વારા કંપનીની સિદ્ધિમાં એક વધુ પીછું ઉમેરાયું છે.

 વડાલીયા ફુડ્‍સ દ્વારા છેલ્લા એક વર્ષમાં ફ્રેન્‍ચાઇઝી અને કંપની આઉટલેટ શરુ કરવાની શ્રુંખલામાં અમદાવાદ,વડોદરા, આણંદ,ભરૂચ, ભાવનગર,,જામનગર, વેરાવળ સોમનાથ, જૂનાગઢ, ધોરાજી,જેતપુર, ગોંડલ, હળવદમાં આઉટલેટ લોન્‍ચ કરવામાં આવ્‍યા છે ત્‍યારે  રાજકોટમાં આ ૧૨ મોં આઉટલેટ શરુ કરવામાં આવ્‍યો  છે.

હાલ શ્રાવણ માસ ના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ત્‍યારે  વડાલીયા ફુડ્‍સની ૧૫૦ થી પણ વધારે પ્રોડક્‍ટ આ આઉટલેટ ઉપર ઉપલબ્‍ધ બની રહેશે એટલે કે ફરસાણ અને નમકીનના શોખીનો માટે ખરીદી માટે વન સ્‍ટોપ ડેસ્‍ટિનેશન બની રહેશે.

કંપની વિશે વિશેષ માહિતી આપતા વડાલીયા ફુડઝના ડાયરેક્‍ટર મીત ભાઈ વડાલીયા તેમજ સી ઈ ઓ  કેતનભાઈ તન્નાએ જણાવ્‍યું હતું કે વડાલીયા ફુડ્‍સ દ્વારા હાલ ૧૫૦ જેટલી નમકીન,વેફર્સ, ફ્રાઇમ્‍સ, ફરસાણ, ખાખરા, પાપડ વગેરે પ્રોડક્‍ટ લોન્‍ચ કરવામાં આવી છે. 

પ્રથમ તબક્કામાં રાજકોટ શહેરમાં ગાંધી ચેમ્‍બર,ગોંડલ રોડ,બોમ્‍બે હોટેલ નજીક પ્રથમ રિટેલ આઉટલેટ શરૂ કરવામાં આવ્‍યો હતો. જેને ભારે સફળતા મળ્‍યા બાદ રાજકોટ સહિત અનેક શહેરોમાં આઉટલેટ લોન્‍ચ કરીને લોકોને  વડાલીયા ફુડ્‍સની વિવિધ આઈટેમોના સ્‍વાદનું ઘેલું લગાડ્‍યું છે. આવનારા દિવસોમાં સૌરાષ્‍ટ્ર અને ગુજરાતના અનેક શહેરોમાં ફ્રેન્‍ચાઇઝી આઉટલેટ ખોલવામાં આવશે. કંપની ભવિષ્‍યમાં માત્ર ગુજરાતના જ નહિ પરંતુ પાન ઇન્‍ડિયામાં પોતાના ફેક્‍ટરી તેમજ ફ્રેન્‍ચાઇઝી આઉટલેટ શરૂ કરી રહી છે.

સમગ્ર ભારતમાં નમકીન અને ફ્રાઇમ્‍સનું વિશાળ માર્કેટ છે. સૌરાષ્‍ટ્ર તેમજ ગુજરાતમાં પણ કરોડોનું માર્કેટ ધરાવતા આ બિઝનેસમાં અમે લેટેસ્‍ટ ટેકનોલોજી અને ફુલ્લી ઓટોમેટીક પ્‍લાન સાથે પ્રવેશ કર્યો હતો. સાડા પાંચ એકરમાં પથરાયેલા કંપની પ્‍લાન્‍ટમાં તમામ પેકિંગ તેમજ નાઇટ્રોજન સાથે પેક કરવામાં આવે છે.

જેથી કરીને પ્રોડક્‍ટ  ઉપર વાતાવરણની કોઈ અસર થતી નથી. આ તમામ પ્રોડક્‍ટ ને ઝીરો પરસેન્‍ટ કોલેસ્‍ટ્રોલ પણ બનાવવામાં આવી છે, સામાન્‍ય રીતે આ પ્રકારની પ્રોડક્‍ટ સ્‍કૂલના બાળકો તેમજ યુથ જનરેશન વધારે પસંદ કરતા હોય છે ત્‍યારે તેમની હેલ્‍થનું પણ પૂરેપૂરું ધ્‍યાન કંપની દ્વારા રાખવામાં આવ્‍યું છે.

કંપનીની પ્રોડક્‍ટ વિશે જણાવતા કેતનભાઈ તન્નાએ જણાવ્‍યું હતું કે  વેફર સેગમેન્‍ટમાં બ્‍લેક પેપર અને સોલ્‍ટેડ ચીપ્‍સો, ઉપરાંત સ્‍પાઈસી  મસાલા, ટેન્‍ગી ટોમેટો, મસાલા ચીપ્‍સોની ભારે ડિમાન્‍ડ છે. આ ઉપરાંત પેપરીકા વેફર અને સોયા સ્‍ટીક્‍સ, મેજીક પુરી, છોટા ક્રંચ, મસાલા ભૂંગળા, ચોકડી મસાલા, પોપ પોપ પાસ્‍તા, સિઝલિંગ સ્‍ટીક્‍સ છે. આ ઉપરાંત ફરાળી ખાખરા,ફરારી ભાખરી અને ફરાળી મિક્‍સ્‍ચર પણ ઉપલબ્‍ધ છે. શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્‍યારે કંપની દ્વારા વેફરના ૪૦૦ ગ્રામ પેક અને ફરાળી ચેવડાના ૫૦૦ ગ્રામ પેક પણ ઉપલબ્‍ધ કર્યા છે.

અમીન માર્ગ સ્‍થિત વર્લ્‍ડસ ગિફ્‌ટ મોલ ખાતે ફ્રેન્‍ચાઇઝી આઉટલેટ શરુ કરનાર રાજકોટના પ્રતિષ્ઠિત ભાવેશભાઈ પારેખે જણાવ્‍યું હતું કે મને અને મારા પરિવારને ખુશી થઇ રહી છે અમો માતબર વડાલીયા ફુડ્‍સ કંપની સાથે જોડાઈ રહ્યા છીએ. અમીન માર્ગ જેવા પોશ વિસ્‍તારમાં ફ્રેન્‍ચાઇઝી આઉટલેટ શરુ કર્યો છે.

અમને આશા છે કે આ વિસ્‍તાર નજીક રહેતા લોકોની સાથે સાથે રાજકોટની જનતાને ફરસાણ, નમકીન, વેફર્સ, ફ્રાઇમ્‍સ સહિતની આઇટમો માટે હવે અન્‍ય જગ્‍યા પર જવું નહિ પડે અને લોકોને મનપસંદ તમામ પ્રોડક્‍ટ એક જ જગ્‍યા પર ઉપલબ્‍ધ બની  રહેશે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:33 PM IST)