<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

મનપા દ્વારા ભવ્‍ય અને અભૂતપૂર્વ ‘‘તિરંગા યાત્રા'' યોજાઇ

કાર્યક્રમ શહેરીજનોના બહોળા પ્રતિસાદ બદલ આભાર વ્‍યકત કરતા મેયર સહિતના પદાધિકારીઓ અને મ્‍યુનિ. કમિશ્‍નર

રાજકોટઃ ભારતનો રાષ્‍ટ્રધ્‍વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્‍ટ્રીય ગૌરવની બાબત છે. રાજ્‍ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ રાષ્‍ટ્રીય સ્‍વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્‍ટ્રધ્‍વજના સન્‍માનમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ભવ્‍ય અને અભૂતપૂર્વ ‘‘તિરંગા યાત્રા'' કાર્યક્રમ યોજાયો. આ ‘‘તિરંગા યાત્રા'' કાર્યક્રમને ભવ્‍ય અને અભૂતપૂર્વ સફળતા અપાવવા બદલ વ્‍યવસાયિક એસો., વિવિધ ચેમ્‍બર્સ, ઇન્‍ડસ્‍ટ્રીયલ એસો., વિવિધ સમાજ, બિલ્‍ડર્સ, આર્કીટેકટ, કન્‍સલ્‍ટન્‍ટન્‍ટ એસો., એન્‍જીનિયરીંગ એસો., તાબા હેઠળના કોન્‍ટ્રાકટરોના કર્મચારીઓ, ધાર્મિક સંગઠનો, NGO, સખી મંડળો, રમત ગમતની સંસ્‍થાઓ, NSS, NCC, IMA, કેમિસ્‍ટ અને ડ્રગીસ્‍ટ એસો., હોટેલ, રેસ્‍ટોરન્‍ટ, ફૂડ વેન્‍ડર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ, RMC સંચાલિત હાઈસ્‍કૂલો, યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ, સ્‍વ-નિર્ભર શાળા સંચાલક મંડળ હેઠળની ખાનગી શાળા તથા ટ્રસ્‍ટ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ, સ્‍માર્ટ સોસાયટીઓ તેમજ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત શહેરીજનોનો તથા ઙ્કેસ મીડિયાના ઙ્કતિનિધિઓનો રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા ખાસ આભાર વ્‍યકત કરે છે.

(3:34 PM IST)