તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
મોજશોખ અને ટૂંકાગાળામાં વધુ પૈસાની લાલચ મહીને પ૦-૬૦ હજાર કમાતા યુવાનને ચોરી કરવા દોરી ગઇ
રાજકોટ ક્રાઇમ બ્રાંચે દિલ્હી, મોરબી, રાજકોટમાંથી ર કાર અને ૩ મોટર સાયકલ ચોરનાર મોરબીના યુવકને ઝડપી લીધા

રાજકોટ તા. ૧૦ :.. ગોંડલ રોડ સ્વામી વિવેકાનંદ ઓવરબ્રીજ નીચે પાર્કિંગમાંથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે કારખાનદારને ચોરાઉ બે કાર અને ત્રણ ટુ વ્હીલર સાથે પકડી લીધો હતો. મોજશોખ માટે ટૂંકાગાળામાં વધુ પૈસાની લાલચમાં તેણે આ ચોરી કર્યાનુ જાણવા મળ્યું છે.
મળતી વિગત મુજબ ગોંડલ રોડ સ્વામી વિવેકાનંદ નીચે પાર્કિંગમાં એક શખ્સ ચોરાઉ કાર સાથે ઉભો હોવાની ક્રાઇમ બ્રાંચના એ. એસ. આઇ. રણજીતસિંહ પઢારીયા, હેડ કોન્સ. વિજયરાજસિંહ જાડેજા, કોન્સ. વિજયભાઇ મેતા અને કુલદીપસિંહ જાડેજાને બાતમી મળતા ગોંડલ રોડ ઓવરબ્રીજ નીચે પાર્કીંગમાંથી દીપ રમણીકભાઇ અઘેરા (ઉ.વ. ૨૬) ઉમીયા ચોક પાસે અંકુર સોસાયટી શેરી નં૬ મૂળ ૩૦૨ હિરલ પોઇન્ટ એપાર્ટમેન્ટ રવાપર ગામ મોરબી ને પકડી લઇ નંબરવગરની કારમાંથી પકડી લઇ પુછપરછ કરતા તેણે આ કીયા કાર દશેક દિવસ પહેલા કલકતા ખાતેથી અમીત કલકતાવાળા પાસેથી ઓછી કિંમતમાં ખરીદ કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારમાં તલાશી લેતા તેમાંથી અન્ય એક કાર અને બે બુલેટ અને એક એકટીવાની ચાવી મળી આવતા તેની વધુ પુછપરછ કરતા તેણે બે બુલેટ રવાપરગામ અને કણકોટ પાસે ઠાકર ચોક પાસેથી અને એકટીવા મોરબીમાંથી તેમજ વર્નાકાર હૈદરાબાદ ખાતેથી આરેસી.બુક વગર સસ્તામાં ખરીદ કર્યાની કબુલાત આપતા પોલીસે રૂા. ૨૨ લાખની કિંમતના પાચેય ચોરાઉ વાહનો કબ્જે કર્યા હતા. દીપ સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં પ્લાસ્ટીકની હથોડી બનાવવાનું કારખાનું ધરાવે છે. મોજ શોખ અને ટુંકાગાળામાં વધુ પૈસા કમાવવાની લાલચમાં તેણે આ વાહનો ચોરી કર્યાની કબુલાત આપી હતી આ કામગીરી પી.આઇ.એમ.આર.ગોંડલીયા ડી.સી.સાકરીયા ના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારીયા અશોક કલાલ હેડ કોન્સ સંજયભાઇ દાફડા હરદેવ સિંહ રાઠોડ વિજયરાજસિંહ જાડેજા મયુરભાઇ મિયાત્રા કોન્સ. વિજયભાઇ મેતા કુલદિપભાઇ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
(4:03 PM IST)










