<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

સંત કબીર રોડ પર ઇમીટેશનના કારખાનામાં જુગાર રમતા છ શખ્‍સો પકડાયા

ડીસીપી ઝોન-૧ ની એલસીબીના કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા, રવીરાજભાઇ પટગીર અને સત્‍યજીતસિંહ જાડેજાની બાતમી

રાજકોટઃ સંતકબીર રોડ પર આવેલા ઇમીટેશનના કારખાનામાં જુગારધામ ચાલતુ હોવાની ડીસીપી ઝોન-૧ ની એલ.સી.બી.ના કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા, રવીરાજ‌ભાઇ પટગીર અને સત્‍યજીતસિંહ જાડેજાને બાતમી મળતા પીએસઆઇ બી.વી. બોરીસાગર સહિતના સ્‍ટાફ દરોડો પાડી કારખાનામાંથી તીનપતિનો જુગાર રમતા કારખાનાના માલીક આકાશ સવજીભાઇ ડોબરીયા (રહે. પેડક રોડ રત્‍નદીપ સોસાયટી) તથા બ્રાહ્મણીયાપરાના અશ્‍વીન બાબુભાઇ કમાણી, લાખેશ્‍વર સોસાયટીના ભૌતિક જયંતીભાઇ સુદાણી, રત્‍નદીપ સોસાયટીના જીતેન્‍દ્ર હંસરાજભાઇ સુદાણી, મોરબી રોડ ઓમ પાર્કના બીપીન રામજીભાઇ કીયાડા અને રત્‍નદીપ સોસાયટીના ભરત ભીમજીભાઇ ગાજીપરા પકડી લઇ રૂ. ૬૦,૮૦૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી.

(2:45 PM IST)