<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

લાતીપ્‍લોટમાંથી રૂ. ૩ર હજારના દારૂ સાથે બે શખ્‍સો પકડાયા

રાજકોટઃ લાતી પ્‍લોટમાં એક ગોડાઉન પાસે વિદેશી દારૂના જથ્‍થા સાથે બે શખ્‍સો ઉભા હોવાની બાતમી મળતા ડીસીપી ઝોન-૧ની એલસીબીના હેડ કોન્‍સ મનરૂગીરી ગોસ્‍વામી તથા કોન્‍સ હિતેશભાઇ પરમાર સહિતે દરોડો પાડી લાતી પ્‍લોટ શેરી નં. ૧રમાં એક ગોડાઉન પાસેથી કાપડનો વેપારી સાગર રમેશભાઇ વલેચા (રહે. છત્રપતિ શીવાજી ટાઉનશીપ રેલનગર) અને બેડી નાકા ટાવર પાસે ચોરાવાળી શેરીમાં રહેતો વિજય પ્રફુલભાઇ વોરાને રૂ. ૩ર,૪૦૦ ની કિંમતની દારૂની પ૪ બોટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:46 PM IST)