News of Sunday, 11th August 2024
ધરમનગર પાસે સ્કોર્પીયોમાં આવેલા ચાર શખ્સોએ બે યુવાનને આંખમાં છરી બતાવી આંખમાં સ્પ્રે છાંટી રૂ.પપ૦૦ની લૂંટ ચલાવી
યુપીના મયંક કુશવાહની તાલુકા પોલીસમાં જબો અને જય ઉર્ફે જયલો સહિત-ચાર સામે ફરીયાદઃ રીક્ષા ચાલક ચેતનસિંહ નુકમને રોકી રૂ. ૧પ૦૦ લૂંટી લીધાઃ ૪ ઝડપાયા

રાજકોટઃ ઉત્તર પ્રદેશના આગ્રા હાલ મવડી ૪૦ ફૂટ રોડ ધરમનગ શેરી નં. ૧-રમાં રહેતો મયંક રામસિંગભાઇ ઉર્ફે રમેશભાઇ કુશવાહ (ઉ.વ.૧૮) અમરનગ શેરી નં. ૧ માં રાંદલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાતામાંથી મંજુરી કરે છે તે ગત તા. ૭ના રોજ રાત્રે પગારના રૂ. ૪૦૦૦ લઇ કારખાનેથી છૂટીને ચાલીને ઘરે જતો હતો. ત્યારે ઘર પાસે પહોંચતા એક સ્કોર્પીયોમાં પોતાના લતામાં રહેતો જય ઉર્ફે જવલો, જબો તથા બે અજાણ્યા શખ્સો આવી સ્કોર્પીયોમાંથી ઉતરી પોતાની પાસે આવી જાબાએ છરી બતાવી કહેલ કે કંઇ બોલતો નહી કહી અને બીજા બે શખ્સોએ પોતાને પકડી લીધો હતો અને જયલાએ મયંકના ખીસ્સામાંથી પગારના રૂ. ૪૦૦૦ અને આધારકાર્ડ કાઢી લીધા હતા. પોતે દેકારો બોલાવાતા માતા ઘરમાંથી દોડીને આવતા તેને આંખમાં સ્પ્રે છાંટી દીધુ હતું. ત્યાંથી રીક્ષા લઇને નીકળેલા ચેતનસિંહ નાથુજી નકુમ (રહે. ગોકુલધામ સોસાયટી) ને રોકી તેમાં બેસેલા મુસાફરને પણ મારમાર્યો હતો. અને રીક્ષા ચાલક ચેતનસિંહના પણ રૂ. ૧પ૦૦ લૂંટી લીધા હતા. દેકાનો બોલતા ચારેય સ્કોર્પીયોમાં બેસી ભાગી ગયા થતા તેને સારવાર માટે હોસ્પિટલ માં ખસેડાયા હતા. આ અંગે તાલુકા પોલીસે ૧પ૦ ફૂટ રોડ માલધારી ચોક ઓમનગર સર્કલ પાસે રહેતા આનંદ ઉર્ફે જબો સંજયભાઇ પરમાર (ઉ.વ.૧૯) ૪૦ ફૂટ રોડ પ્રજાપતિ સોસાયટી શેરી નં. ર ના જય ઉર્ફે જયલો કિશોરભાઇ મોરી (ઉ.વ.રર), ધરમનગર શેરી નં. ૪ નો રાજ ઉર્ફે રાજયો પ્રકાશભાઇ મેવાડા અને ન્યુ રાજદીપ સોસાયટી શેરી નં. રના ગૌરાંગ ભૂપતભાઇ ગોલીરીયા (ઉ.વ.ર૦) ને પકડી લઇ પએસઆઇ કે.એચ. કારેણાએ તપાસ હાથ ધરી છે.
(2:47 PM IST)










