News of Monday, 12th August 2024
સત્યની લડાઇને હંમેશા શિવજીનો સાથઃ શકિતસિંહજી
કોંગ્રેસની ન્યાયયાત્રા રાજકોટમાં, સંવેદના સભામાં અગ્નિકાંડના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ : અગ્નિકાંડ, મોરબીકાંડની તપાસનું ભાજપ જાણી જોઇને ફીંડલુવાળી રહી છેઃ જીજ્ઞેશ મેવાણી : ભાજપ પીડા આપતી રહેશે, પરંતુ પીડાની સામે અમારી લડાઇ ચાલુ રહેશેઃ લાલજીભાઇ દેસાઇ : રાજકોટમાં ભાજપ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ, રાજકોટએ બંધ પાડી ભાજપને જવાબ આપી દીધો છેઃ ઇન્દ્રનીલ રાજયગુરૂ

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત મોરબી થી ગુજરાત ન્યાય યાત્રા ન્યાય ‘કા હક મિલને તક' શરૂ થયેલી પદયાત્રા પીડિત પરિવારો સાથે રાજકોટ શહેરમાં પ્રવેશી હતી અને રાજકોટ શહેરના જુદા જુદા રાજમાર્ગો પર પદયાત્રા ફરી હતી અને રાજકોટ શહેરના ઐતિહાસિક ત્રિકોણ બાગ ખાતે વિશાળ જંગી મેદની સાથે સંવેદના સભા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને રાજ્યસભાના સંસદ શ્રી શક્તિસિંહજી ગોહિલ ની ઉપસ્થિતિમાં યોજાય હતી જેમાં સ્વાગત પ્રવચન રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી દ્વારા કરાયા બાદ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ન્યાય માટે લડત ચલાવનારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલના પ્રમુખ શ્રી પાલભાઈ આંબલીયા એ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષોમાં જુદી જુદી ઘટનાઓમાં જે બનાવો બન્યા છે તે એકેયમાં પીડિત પરિવારોને ન્યાય મળેલ નથી બાળકો અને યુવાનો આ અગ્નિકાંડમાં હોમાયા તેની શું પરિસ્થિતિ અસર થઈ શકે સરકાર સમજી શકતી નથી સરકારની કમિટીઓ ફક્ત કાગળ પર છે ન્યાય મળતો નથી.
પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલિતભાઇ વસાોયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં બનેલી દર્દનાક ઘટનામાં ભાજપ દ્વારા જે કમિટી રચી છે તેમાં કોઈ જગ્યાએ ભાજપના પદાધિકારીઓનું ધરપકડ થઈ નથી સાગઠીયા એ મોહરું છે સાગઠીયા ને મળવા પૂર્વ ધારાસભ્યો અને નેતાઓ આજે પણ જઈ રહ્યા છકે
રાજકોટના પૂર્વ ધારાસભ્ય હાથ સે હાથ જોડોના ગુજરાત પ્રદેશના કન્વીનર ઇન્દ્રનીલ રાજગુરુ એ જણાવ્યું હતું કે રાજકોટમાં ભાજપ ભ્રષ્ટાચારમાં ગડાડુબ છે ભ્રષ્ટાચાર માંથી બહાર નીકળી શકે તેમ છે નહીં ગુજરાતમાં નાગરિકોના મોત થાય તો વાંધો નથી પરંતુ ભાજપનો ભ્રષ્ટાચાર બંધ થવાનો જોઈએ ભાજપ ભ્રષ્ટાચાર કરનારા ને બચાવી રહી છે રાજકોટ એ બંધ પાડી ભાજપને જવાબ આપી દીધો છે.
પીડિત પરિવારોના ધોલના અનિરુદ્ધસિંહ જાડેજા આવ્યું હતું કે ભાજપ અમોને દબાવી દેવા માંગે છે અને પોલીસને હાથો બનાવે છે પરંતુ અમે ન્યાય ન મળે ત્યાં સુધી કોંગ્રેસની સાથે છીએ રાહુલ ગાંધીને મળ્યા બાદ ભાજપ એક્શનમાં આવેલ હતું અને અમને મુખ્યમંત્રીનું તેડું આવ્યું હતું ત્યાં સુધી કોઈ પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય અમોને મળવા આવેલ નહીં.
પીડિત પરિવારના કમલેશભાઈ કાથડે જણાવ્યું હતું કે લડાઈ અંગે જીતેંગે ન્યાયત્રમાં અમે લડતા રહેશું અને જે કોઈ અધિકારીઓ આમાં હશે તેવા અધિકારીઓને છોડશું નહીં અને આ ટીઆરપી ગેમ જૂનમાં સૌથી વધુ આંકડો મળત્યુને ભેટેલ હોવા છતાં ફક્ત ૨૭ નો આંકડો સરકારે બતાવેલ છે
મોરબી ની મચ્છુ પુલની ઘટનાના વિવિધ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે અમો પ્રથમ પુણ્યતિથિએ અમદાવાદ જતા હતા ત્યારે જ કોઈ જાહેર સભા યોજવાની નહીં રેલી કાઢવાની નહીં આ રીતે અમોને પોલીસ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. પરંતુ અમે આ દેશના નાગરિક છે કોઈથી દબાવવાના નથી અને ન્યાય માટે હર હંમેશ કોંગ્રેસની સાથે છીએ.
વોર્ડ નંબર ૧૧ માંથી દીપ્તિબેન વઘાસીયાએ જણાવેલ કે, ભાજપના ભ્રષ્ટાચાર થી ત્રસ્ત હોય તેઓને આજે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ ની ઉપસ્થિતિમાં ખેસ પહેરાવી આવકાર્યા હતા.
વડગામના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ શ્રી જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે મોરબી થી ચાલી રહેલી આ સંઘર્ષ યાત્રીઓ રાજકોટમાં જ્યારે આવી છે ત્યારે તમામ મીડિયા કવરેજ કરનારા મિત્ર પત્રકાર મિત્રોનો સલામ કરું છું તક્ષશિલા અગ્નિકાંડ મોરબી કાંડમાં તમામ પ્રકરણોની અંદર જાણીબુજીને તપાસમાં ફિંડલુ વાળી રહ્યા છે તમામ પરિવારો ન્યાય આપવા માટે તપાસ જે લોકો ડ્રગ્સ માંથી નથી કમાયા જમીનોમાંથી ફાઈલોમાંથી કમાયા નિષ્ઠાવાન અધિકારીઓને તપાસ સોંપવાના બદલે મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને શું પેટમાં દુખે છે ?
ગુજરાત કોંગ્રેસ સેવાદળ રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ જણાવ્યું હતું કે ન્યાય અને અન્યાય ધર્મ અને અધર્મની આ લડાઈ મોરબી થી લડતનું પ્રારંભ ક્રાંતિ સભાથી થઈ આજે રાજકોટમાં સંવેદના સભા યોજાય છે આ સભામાં ઉપસ્થિત રહેલા સૌ કાર્યકર મિત્રો અને રાજકોટની જનતાનો આભાર માનું છું ભાજપ પીડા આપતી રહેશે પરંતુ પીડા ની સામે અમારી લડાઈ હંમેશા ચાલુ રહેશે પહેલે લડે થે ગોરો છે અબ લડકે ચોરો છે ભાજપના આ ભ્રષ્ટાચારી આંખલાવો બોચર ચરી ગયા છે દરિયાકાંઠો ખાઈ ગયા છે તિરંગા યાત્રા એ ડિંડક અને તૂટ છે તિરંગા નો કોડ અપમાન થયું છે આપણી પાસે દેશભક્તિનું સર્ટીફીકેટ માગવા નીકળે છે કુરબાની અને ગદ્દારી કેટલો ફર્ક છે આઝાદી માટે કોંગ્રેસની એકતા અખંડિતતા માટે ગાંધી પરિવારે કુરબાની આપી છે જ્યારે આજની સરકારે લલિત મોદી નીરવ મોદી અને નરેન્દ્ર મોદી જેવા લૂંટારાઓ આપ્યા છે ૧૫ દિવસે કડવો ભરાશે પરંતુ બે દિવસમાં ભ્રષ્ટાચારનો ઘડો ભરાઈ ગયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહજી ગોહિલે જણાવ્યું હતું કે હું એરપોર્ટ થી નીકળ્યો ત્યારે તમામ જગ્યાએ આજુબાજુમાં બધે વરસાદ છે પરંતુ અહીં વરસાદ છે ને એટલે ઉપરવાળો પણ આપણું ધ્યાન રાખે છે સત્યની લડાઈમાં હંમેશા શિવજીનો સાથ હોય છે ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન આપનારા ભાજપ ના પદાધિકારીઓને લોકોની તકલીફ શું છે તે જાણવાની ચેષ્ટા નથી એસી ચેમ્બર્સ પ્રેસ કોન્ફરન્સ કે એરોપ્લેનમાં ફરવાથી પ્રજા ની તકલીફ દૂર થતી નથી ગુજરાતમાં જે ઘટનાઓ બની છે તે માટે પદયાત્રા કરવી પડે કોંગ્રેસ પરિવાર પદયાત્રામાં નીકળે તો મને ગૌરવ થાય રાહુલ ગાંધીએ કન્યા કુમારથી કાશ્મીર સુધી ૮,૦૦૦ કી. મી. ની પદયાત્રા કરી છે જે દુનિયામાં કોઈ પણ રાષ્ટ્રીય નેતા આટલું ચાલ્યો નથી આ દરેક કાંડ સંવેદશીલતા જોઈએ છતાં દેશોની આંખમાં આંસુ આવવા જોઈએ રાજકોટમાં કોંગ્રેસીઓ અને પ્રયાસોથી હાથ જોડી વેપારીઓ અને આમ પ્રજાએ ઝડપ રાજકોટ બંધ કરી સત્તાધીશોને લોકશાહી હજુ જીવંત છે તે દેખાડી દીધું છે પ્લેટિનમમાં કસ્ટમ ડ્યુટી ઘટાડે અને મારા ખેડૂત પર ખાતર બિયારણ ઉપર જીએસટી ન ઘટાડે હેલ્થ ઇન્સ્યોરન્સ માં ૧૮ જીએસટી ઘટાડે ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગઢ કરીને પત્ર લખવો પડે આરોગ્યના વીમા પર ૧૮્રુ જીએસટી દૂર કરવાની સરકારને તેવડ નથી જનતાના કોઈ પણ પ્રજા લક્ષી મુદ્દાઓ મારો કોંગ્રેસનું કાર્યકર ઉઠાવતો રહેશે અને કોંગ્રેસની વિચારધારામાં સત્તા એ ધ્યેય નથી પરંતુ અંગ્રેજો સામે લડતા ત્યારે પણ સત્તા હાસીલ કરવા નહીં પરંતુ આઝાદી અપાવવા માટે બલિદાન આપ્યા છે. તદુપરાંત ગુજરાત પ્રેસ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ અને હરપાલસિંહ ચુડાસમાએ પણ ભાજપના ભ્રષ્ટાચારો સામે આકરા પ્રહારો કરી પ્રસંગિક પ્રવચન
અંતમાં રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા એ આભાર વિધિ કરી હતી. રાજકોટમાં સંવેદના સભામાં એઆઇસીસી ના રાજકોટના પ્રભારી પુંજાભાઈ વંશ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજકોટના પ્રભારી ભીખુભાઈ વડોદરિયા બીપેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્યો, સેન્ટલ સેલના ચેરમેનો, વોર્ડ પ્રમુખો, કોંગ્રેસના કાર્યકરો અને રાજકોટની જનતા બહોળી સંખ્યામાં ત્રિકોણબાગ ખાતે ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર : સંદીપ, બગથરીયા)
(3:13 PM IST)










