<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

રાજકોટ જીલ્લામાં જૂગારની મૌસમ ખીલીઃ ૭ દરોડોમાં મહિલા સહિત ૪૬ પતા ટીંચતા પકડાયા

પડધરીના મોવૈયામાં રાજકોટના ૭ સહિત ૮, ગોંડલના ગોમટામાં ૭, પાટણવાવના ભાડેર ગામે ૭, ભાદા જાળીયામાં પ, જસદણના કોઠી ગામે પ, લોધીકાના ચીભડા ગામે મહિલા સહિત ૪ અને જામકંડોરણાના આંચવડ ગામે ૩ પતાપ્રેમી પકડાયા

રાજકોટ તા. ૧ર :.. જીલ્લામાં જૂગારની મૌસમ ખીલી હોય તેમ જૂગારાન અલગ-અલગ ૭ દરોડામાં એક મહિલા સહિત ૩૯ ને પોલીસે પતા ટીંચતા ઝડપી લીધા હતાં.

પ્રથમ દરોડોમાં પડધરીના મોવેૈયા ગામની સીમ અડબાલકા રોડ રસીક થોભણભાઇ ભોરણીયાની કબ્‍જા ભોગવટાની વાડીએ બનાવેલ મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પડધરીના પી.એસ.આઇ. ગજીભા ઝાલા તથા સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા ૧)રસીક થોભણભાઇ ભોરણીયા રહે.નાના મૌવા સર્કલ રાજ રેસીડેન્‍સી રાજકોટ, (૨)અનીલ ધનજીભાઇ રંગપરીયા રહે મોરબી અવની ચોકડી ગુજન હોમ ત્રીજા માળ ફ્‌લેટ નંબર ૩૦૧, (૩)કિશન વંસતભાઇ ભોરણીયા રહે.નાના મૌવા મૈઇન રોડ રોયલ એવન્‍યુ રાજકોટ, (૪)રજનીકાંત મગનભાઇ ઘેટીયા રહે. બીગ બજાર સામે સીલ્‍વરસેન્‍ટ એપાર્ટમેન્‍ટ રાજકોટ, (૫)સાવનભાઇ હરેશભાઇ ચાંપાણી રહે. રૂદ્રાક્ષ એપાર્ટમેન્‍ટ શ્રી કોલોની સોસાયટી રાજકોટ, (૬)રાજ ચમનભાઇ ભોરણીયા રહે.અમુત પાર્ક સોસાયટી શ્રી કોલોની સોસાયટીની બાજુમા રાજકોટ, (૭)ઁ પ્રીતેશ બાબુભાઇ ભોરણીયા રહે.નાના મૌવા સર્કલ તથા (૮) કુણાલ કરશનભાઇ બુટાણી રહે.અંબીકા ટાઉનશીન શ્‍યામલ સ્‍કાયલાઇટ એપાર્ટમેન્‍ટ રાજકોટ ને રોકડા ૫૬,૧૫૦, ૮ મોબાઇલ તથા બે વાહન મળી કુલ રૂ.૫.૧૪ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં ગોંડલ તાલુકાનાં ગોમટાની સીમમાં આવેલી બાંદરા વીડી વિસ્‍તારમાં વાડીનાં સેઢા પાસે તિનપતીનો જૂગાર રમી રહેલા વાડી માલિક કિશોરભાઇ મોહનભાઇ માકડીયા, નિતિનભાઇ હંસરાજભાઇ કાલરીયા, ચંદુભાઇ હરીભાઇ ભાલોડીયા, મશરૂભાઇ ઉર્ફે લાલો ચાવડીયા, દિનેશભાઇ મનસુખભાઇ આસોડીયા, જેહાભાઇ ભીલ, અને કાળુ ઉર્ફે કાળીયા દલસીંગ હટીલાને તાલુકા પોલીસે રૂા. ૧૪ર૩૦ ની રોકડ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

ત્રીજા દરોડામાં પાટણાવનો પોલીસે ભાડેર ગામે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) નરેન્‍દ્રસિંહ ઉર્ફે લાલો હરૂભા વાઘેલા, ધંધો ખેતી, (ર) વિરભદ્રસિંહ વિક્રમસિંહ ધંધો ખેતી (૩) રામજી લવજીભાઇ ડાભી, (૪) ભુપત ભચુભાઇ ડાભી, ધંધો મજૂરી, (પ) મહેશ ધીરૂભાઇ ડાભી, ધંધો મજૂરી, (૬) બાવનજી ભાગાભાઇ ડાભી, ધંધો મજૂરી તથા (૭) ચંદ્રસિંહ પ્રવિણભાઇ જાડેજા, ધંધો મજૂરી રહે ભાડેરને રોકડા રૂા. ૪૧૩૦ અને ગંજીભપતા સાથે ઝડપી લીધા હતાં.

(4:16 PM IST)