<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

શ્રાવણ માસના બીજા સોમવારે શિવાલયોમાં અનેરી શોભા : ભોળાનાથને ભાવથી ભજતા ભાવિકો

રાજકોટ : માત્ર જલ અને બીલીપત્ર ચઢાવવાથી રીઝી જાય એવા ભગવાન શ્રી ભોળાનાથની ભક્‍તિમાં ભાવિકો ભીંજાઇ રહ્યા છે. આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે રાજકોટના શિવાલયોમાં અનેરી શોભા સાથે દર્શન ખુલ્લા મુકાયા છે. ચાર પ્રહરની આરતી ઉપરાંત વિવિધ અભિષેક, જાપ, ધૂન સહીતના કાર્યક્રમોથી આખુ રાજકોટ જાણે શિવમય બની ચુકયુ છે. આજે બીજા સોમવારે સાંજે અનેક સ્‍થળોએ દીપમાળા આરતી અને દર્શનીય શોભા ખુલ્લી મુકાશે. પ્રસ્‍તુત તસ્‍વીર જાગનાથ મહાદેવ મંદિરે સર્જાયેલ શિવભક્‍તિનો માહોલ નિહાળી શકાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(12:22 PM IST)