News of Monday, 12th August 2024
નેમ આર્ટસ કલ્ચર દ્વારા ત્રીજી સીઝનમાં રવિવારે દ્વીઅંકી નાટક ‘લાઇફ ઇઝ બ્યુટીફુલ'ના બે શો

રાજકોટ તા. ૧૨ : નેમ આર્ટસ કલ્ચરલ કનેકટ દ્વારા ત્રીજી સીઝનમાં તા. ૧૮ ના રવિવારે દ્વીઅંકી નાટક ‘લાઇફ ઇઝ બ્યુટીફુલ'નું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનો જણાવ્યુ હતુ કેઁ બાળકોના ઉછેર સમયે કહેવાયેલી વાર્તાઓનો ફાળો તેમની પ્રગતિમાં મોટો હોય છે. ત્યારે આવી જ વાર્તા લઇને ડો. આઇ.કે. વિજળીવાળાની લઘુ કથાઓ પર આ નાટય શો ગોઠવવાાં આવ્યો છે.
હેમુ ગઢવી મીની થીએટર ખાતે તા. ૧૮ ના રવિવારે બપોરે ૩ વાગ્યે અને સાંજે પ વાગ્યે એમ બે શો થશે. જેમાં ૩ બાળ કલાકારો અને નવોદિત સિધ્ધહસ્ત સહીત ૧૫ કલાકારોની ટીમ કસબ અજમાવશે. શ્રીનીલ જાની, ડો. નયના ભાલોડીયા, ધ્વનિ ગાંધી, આદિત્યરાજસિંહ ઝાલા, ડો. રૂપલ ત્રિવેદી, પ્રાંશી ભટ્ટ, શ્રી માંડવીયા, જીતાર્થ જોશી, દેવર્ષિ પંડયા, જય મેઘાણી, શુભમ ભટ્ટ, દ્વીત શાહ, ધ્રુવી મકવાણા તેમજ સુલેશ શેખ આ નાટકમાં અભિનયનો જાદુ પાથરશે.
ઉલ્લેખનીય છે કે નેમ આર્ટસના સંસ્થાપક અને જાણીતા દિગ્દર્શક મનીષ પારે દવારા સ્થાનીક નાટકોને મહત્તમ લોકો સુધી પહોંચાડવાના હેતુથી થીએટર કાફેનો કોન્સેપ્ટ શરૂ કરાયો હતો. જેના ભાગરૂપે પ્રથમ સિઝનમાં ‘હાજરા હજુર' અને ‘સિકંદર ઔર કૌઆ' તથા બીજી સીઝનમાં ‘ઝબક જયોત' અને ‘બોમ્બ બ્લાસ્ટ' નાટકોનું સફળ મંચન થયેલ. બાદમાં હવે ત્રીજી સીઝનમાં તા.૧૮ ના ‘લાઇફ ઇઝ બ્યુટીફુલ'નો શો થવા જઇ રહ્યા છે.
નાટકની દ્રશ્ય રચના તેમજ પ્રકાશ સંચાલન ચેતન ટાંક, રંગભૂષા હરેશ તુરી અને ટીકીટ પ્રમોશન ચેતસ ઓઝા સંભાળી રહ્યા છે.
નાટકનું સંગીત સંકલન, લેખન, દિગ્દર્શન ખુદ મનીષ પારેખે સંભાળ્યુ છે. નાટકની ટીકીટ ટોકનભાવથી મેળવવા મો.૯૯૭૪૦ ૯૦૭૦૯ ઉપર અથવા ઓનલાઇન હાઇરીક્ષ ઇન્ડિયા પર સંપર્ક કરવા જણાવાયુ છે. નાટક શો ના રેડીયો પાર્ટનર તરીકે ૮૯.૬ રેડિયો રાજકોટ સેવા આપશે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ નાટક શો અંગેની વિગતો વર્ણવતી નેમ આર્ટસ કલ્ચર કનેકટની ટીમ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:34 PM IST)










