<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

૧૪મી ઓગષ્‍ટે ‘‘વિભાજન વિભીષીકા સ્‍મૃતિ દિવસ'': ૧૯૪૭ના ભાગલાની યાદ તાજી કરતો સિંધી સમાજનો અનન્‍ય કાર્યક્રમ

છાજો ભાગલો (વિભાજન શા માટે) નાટક પ્રદર્શીત થશેઃ વિભાજન સમયની ઝાંખીઓ સિંધી સંસ્‍કૃતિ દર્શન, વકતવ્‍ય સહિતના કાર્યક્રમોનું ભારતીય સિન્‍ધુ સભા (મહિલા વિભાગ) દ્વારા આયોજન

રાજકોટ તા. ૧રઃ રાષ્‍ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ અને ભારતીય સિંધુ સભા (મહિલા વિભાગ) રાજકોટ દ્વારા ૧૪ ઓગસ્‍ટના બુધવારે હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે ‘‘વિભાજન વિભીષિકા સ્‍મૃતિ દિવસ'' તરીકે મનાવવામાં આવી રહ્યો છે. જયારેભાગલા પડયા ત્‍યારે સિંધી સમાજને અને સિંધમાં રહેતા હિન્‍દુ સમાજને રાતોરાત બધું મુકીનેઢ આવવું પડયું. એ દિવસ યાદ કરી, આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

સંસ્‍થાના બહેનોએ જણાવેલ કે આજે ૧પ ઓગસ્‍ટ તો બધાને યાદ છે-ઉજવણી કરીએ છીએ. પરંતુ ૧૪ ઓગસ્‍ટના રોજ સિંધનામ રહેવાસીઓના જીવન પર શું અસર થઇ એ વ્‍યથા-દુઃખ કોઇને યાદ નથી. એ વ્‍યથાને પ્રગટ કરવા અને નવી પેઢીને સંદેશો આપવા, આ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવેલ છે.

તા. ૧૪ના બુધવારે બપોરે ૩ થી ૬ આ કાર્યક્રમ વિભાજન સમયની સાંખીઓ, સિંધી સંસ્‍કૃતિનું દર્શન અને વકતવ્‍ય સાથે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

રાષ્‍ટ્રીય સિંધી ભાષા વિકાસ પીરષદ (ભારત સરકાર) તરફથી તા. ૧૦ ઓગસ્‍ટથી ૧૪ ઓગસ્‍ટ ‘‘વિભાજન વિભીષિકા સ્‍મૃતિ દિવસ''ની ઉજવણી આખા ગુજરાતમાં થઇ રહી છે ત્‍યારે રાજકોટમાં ‘‘ભારતીય સિંધ સભા'' મહિલા શાખાના શિરે આ જવાબદારી સોંપવામાં આવી છે.

કાર્યક્રમના મુખ્‍ય મહેમાન તરીકે સાંસદશ્રી પરસોતમભાઇ રૂપાલા ઉપરાંત વકતા તથા ભારતીય સિંધુ સભા અને રાષ્‍ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદના અગ્રસભ્‍યો હાજરી આપશે.

કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય સિંધુ સભા-ગુજરાતના અધ્‍યક્ષ શ્રીમતી અનિતાબેન ચાંગરાણી તથા તેમની રાજકોટની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે. સિંધી સમાજના અગ્રસભ્‍યો, પ્રતિષ્‍ઠિત આગેવાનો તથા યુવા ટીમ સહકાર આપી રહ્યા છે. સિંધી સમાજના સંત શિરોમણી પૂ. ગુરુશ્રી ભરતલાલ મસંદ સાહેબ, સાંઇ શ્રી સુદેવલાલ મોહિનાણીના આશીર્વાદ પણ મેળવેલ છે.

તસ્‍વીરમાં ગુજરાત મહિલા વિંગના પ્રમુખ શ્રીમતી અનીતાબેન ચાંગરાણી, શ્રીમતી ગૌરીબેન વિરાણી, શ્રીમતી રીટાબેન કુંદનાણી, શ્રીમતી રેશ્‍માબેન ધીરવાણી, શ્રીમતી શેતુબેન લેખાણી, શ્રીમતી ભાવિકાબેન ભારણી, શ્રીમતી આશાબેન સાધનાણી, શ્રીમતી ભાવિકાબેન મંગતાણી, શ્રીમતી નેન્‍સીબેન આસવાણી, શ્રીમતી કુસુમબેન આહુજા, શ્રીમતી મમતાબેન મંગતાણી નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:09 PM IST)