News of Monday, 12th August 2024
આજી - ન્યારીમાં નર્મદા નીરની પધરામણી
આજી-૧માં ૪૦૦ M.C.F.T. તથા ન્યારી-૧માં ૩૫૦ એમ.સી.એફ.ટી.માં સૌની યોજનાનું પાણી ઠલવાશે : નર્મદા મૈયાના નીરના આગમનને હર્ષભેર આવકારતા મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટ તા. ૧૨ : શહેરને પીવાનું પાણી પુરૂં પાડતા આજી-૧, ન્યારી-૧ ડેમમાં ૧૪.૨૭ ફુટથી ૧૯.૩૨ ફુટ સુધીનો જળજથ્થો ઉપલબ્ધ છે ત્યારે ૨૦ મીનીટ પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાય નહિ તે માટે મનપા તંત્ર દ્વારા આજી-૧માં ૪૦૦ અને ન્યારી-૧માં ૩૫૦ MCFT સૌની યોજના મારફત પાણી ઠાલવવા સરકાર પાસે માંગણી કરવામાં આવતા આજી-૧ ખાતે નર્મદા નીરનું આગમનને આજે સવારે મેયર સહિતના પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનરે આજી ડેમ ખાતે હર્ષભેર આવકારી સરકારનો આભાર વ્યકત કર્યો હતો.
શહેરમાં પાણીની અછત ઉદભવે નહિ,ᅠપાણી કાપ ન આવે,ᅠપાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય નહી તે હેતુસર,ᅠસરકારશ્રીમાં આજી-૧ ડેમ માટે ૪૦૦ એમ.સી.એફ.ટી. તથા ન્યારી-૧ માટે ૩૫૦ એમ.સી.એફ.ટી. નર્મદા નીરની માંગણી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ. જેના અનુસંધાને સરકારશ્રી દ્વારા મહાનગરપાલિકાની નર્મદા પાણીની માંગણી ખુબ જ ટુંકા સમયગાળામાં મંજુર કરી,ᅠપાણીની ફાળવણી કરેલ છે. જેના અનુસંધાને તા.૧૨ના પ્રથમ આજી-૧ ડેમ ખાતે નર્મદા મૈયાના નીરનું આગમન થયેલ છે જેને મહાનગરપાલિકાના પદાધિકારીઓ હર્ષભેર આવકારે છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકારનો આભાર વ્યકત કરે છે.ᅠᅠᅠ
ᅠહાલ,ᅠઆજી-૧ ડેમની જથ્થા સંગ્રહ સપાટી ૨૯ ફૂટ સામે,ᅠઆજી-૧ ડેમમાં ૧૯.૩૨ ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જયારે ન્યારી-૧ ડેમની જથ્થા સંગ્રહ સપાટી ૨૫.૦૯ ફૂટ સામે,ᅠᅠન્યારી-૧ ડેમમાં ૧૪.૨૭ ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
આગામી સમયમાં,ᅠશહેરીજનોને પાણીની સમસ્યા ન રહે તે માટે આગોતરૂ આયોજન કરી,ᅠમહાનગરપાલિકા દ્વારા તા. ૬ના રાજય સરકાર પાસે નર્મદા નીર આપવા માંગણી કરતા,ᅠમહાનગરપાલિકાને રાજય સરકાર દ્વારા આજી-૧ ડેમ માટે ૪૦૦ એમ.સી.એફ.ટી. તથા ન્યારી-૧ માટે ૩૫૦ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો પુરો પાડવામાં આવનાર છે. જે મુજબ આજી-૧ ખાતે નર્મદા નીરનું આગમન થયેલ છે. જેના વધામણા કરવા માટે આજી-૧ ડેમ સાઈટ ખાતે રમેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા,ᅠશહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડો. દર્શિતાબેન શાહ,ᅠનરેન્દ્રસિંહ જાડેજા,ᅠજયમીન ઠાકર,ᅠદેવાંગ દેસાઈ, લીલુબેન જાદવ,ᅠમનિષભાઈ રાડિયા તથા કે.પી.દેથરિયા, દિવ્યેશ ત્રિવેદી તથા અન્ય અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહાનગરપાલિકાનાં શાસકો શહેરીજનોને નિયમિત ૨૦ મિનિટ પાણી પુરૂ પાડવા સતત પ્રયત્નશીલ અને કાર્યરત છે. કોઈપણ સંજોગોમાં પાણીપૂરવઠો જળવાઈ રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના શાસકો સતત પ્રયત્નશીલ અને કટ્ટીબધ્ધ છે.(૨૧.૩૨)
શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોની હાલની સ્થિતિ
ડેમ હાલની કુલ સપાટી જળ જથ્થો
સપાટી
આજી-૧ ૧૯.૩૨ ફૂટ ૨૯ ફુટ ૩૭૪.૧૩ MCFT
ડેમ
ન્યારી-૧ ૧૪.૨૭ ફુટ ૨૫.૧૦ ફુટ ૪૨૬.૮૦ MCFT
ડેમ
(3:10 PM IST)










