<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, દિલીપ આસવાણી અને ગોૈરવ પુજારાની આગેવાનીમાં વોર્ડ નં.૩માં ન્‍યાયયાત્રાનું ભવ્‍યસ્‍વાગત

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તા.૯ ઓગસ્‍ટ મોરબી થી ૨૩ ઓગસ્‍ટ ગાંધીનગર સુધીની ન્‍યાયયાત્રા રાજકોટ ખાતે આવી પહોંચતા વોર્ડ નંબર ૩ કોંગ્રેસ સમિતી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાના માર્ગદર્શન મુજબ વોર્ડ નંબર ૩ના ગૌરવભાઈ પુજારા, એડવોકેટ અશોકસિંહ વાઘેલા,દીલીપભાઈ આશવાણીની આગેવાનીમાં કેસરી પુલ થી બાબાસાહેબ આંબેડકર ચોક સુધી યાત્રાનુ ભવ્‍ય સ્‍વાગત કરવામા આવેલ. જેમા વોર્ડના અલગ અલગ ધૂન મંડળની બહેનોએ ધૂન સાથે તેમજ ફૂલોનો વરસાદ કરી યાત્રીઓનું હર્ષ ભેર સ્‍વાગત કરવામાં આવેલ. પદ યાત્રીઓ માટે મોચીબઝાર ચોકમા ઠંડા સરબતની વ્‍યવસ્‍થા રાખવામા આવેલ જેમાં વોર્ડ નંબર ૩ના સામાજીક રાજકીય વેપારી અગ્રણીઓ વિગેરે સાથે કોંગ્રેસના સ્‍થાનિક આગેવાનો કાર્યકર ભાઈઓ- બહેનો બહોળી સંખ્‍યામાં જોડાયેલ હતા.

આ કાર્યક્રમ સફળ બનાવવા સર્વ શ્રી વોર્ડ નંબર ૩ ના હાથ જોડો હાથ જોડોના પ્રમુખ સોનલબા જાડેજા ઉપપ્રમુખ જયશ્રીબા ઝાલા, કોંગ્રેસ અગ્રણી વિજયાબા જાડેજા, જગુભા જાડેજા, ભુપતસિંહ ઝાલા, હિતેશભાઈ બગડાઈ, નિલેશભાઈ પરચાણી, જીતુભાઈ ચંદનાની, સદામભાઈ કરણ મકવાણા ઈનુસભાઈ યાસ્‍મીનબેન, મિલીન્‍દં પરમાર, શિલ્‍પાબેન સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:11 PM IST)