<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

જન્‍માષ્‍ટમીનું સૂત્ર જાહેરઃ આજે રાત્રે ૪ર કલાકારોના સંગાથે લોકડાયરો

ગલી ગલીમાં શોર છે, છોડ-છોડમાં રણછોડ છે, પ્રકૃતિ એ જ પ્રાણ છે, જાણે રાધકૃષ્‍ણની જોડ છે : સુત્ર સ્પર્ધામાં દેવયાતીબા ચુડાસમા પ્રથમ વિજેતા ઃ હો રાજ લાગ્યો મને કસુંબીનો રંગ કાર્યક્રમ માટે કોઇ કાર્ડની જરૂર નહિ, વહેલો તે પહેલાના ધોરણે પ્રવેશ

વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્‍ટમી  મહોત્‍સવ સમિતિ દ્વારા શનિવારે બી.એ.પી. એસ. સ્‍વામિનારાયણ મંદિરે ઇનામ વિતરણ અને તાવાપ્રસાદ યોજાયેલ. આ પ્રસંગે મંચ પર મંદિરના કોઠારી સ્‍વામીજી વજુભાઇ વાળા, શાંતુભાઇ કોઠારી, સ્‍વામીજી વજુભાઇ વાળા, શાંતુભાઇ રૂપારેલિયા, હસુભાઇ નરેન્‍દ્રભાઇ દવે ચંદારાણા, માવજીભાઇ ડોડિયા, રાજદીપસિંહ જાડેજા, વિજય વાંક,  ધીરૂભાઇ વીરડિયા ચમનભાઇ સિંધવ, વિનોદ પેઢડિયા, જીમ્‍મી અડવાણી, નીતેશે કથીરીયા વગેરે ઉપસ્‍થિત  રહેલ. બીજી તસ્‍વીર ફલોટ સ્‍પર્ધાના ગત વર્ષના વિજેતા સમર્પણ યંગ ગ્રૃપને સ્‍વામીજીના હસ્‍તે શિલ્‍ડ અર્પણ કરાયેલ એ પ્રસંગેની તસ્‍વીર છે.

 

રાજકોટ, તા. ૧ર : શનિવારના રોજ વિ.હિ.પ દ્વારા આયોજીત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સંદર્ભે ગયા વર્ષે શોભાયાત્રામાં ફલોટસને શણગાર કરી જોડાયેલા તથા પોતાના વિસ્‍તારમાં લતા સુશોભન સ્‍પર્ધામાં જોડાયેલા ગ્રુપ, સંસ્‍થા, મંડળ પૈકી વિજેતા ગ્રુપને  શનિવારે બી.એ.પી.એસ. ખાતે આયોજીત કાર્યક્રમમાં શીલ્‍ડ વિતરણ કરી નવાજવામાં આવ્‍યા હતાં. સાથે દર વર્ષે જાહેર કરાતી આ વર્ષની થીમ તથા સુત્રની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે થીમમાં સુંદર વન વિસ્‍તારમાં સૌમ્‍ય ભગવાન શ્રીકૃષ્‍ણ અને રાધાજી નજરે ચડશે અને આ વર્ષનું સુત્ર જાહેર કરવામાં આવ્‍યું છે.

ગલી ગલીમાં શોર છે.. છોડ છોડમાં રણછોડ છે..

પ્રકૃતિ એ જ પ્રાણ છે.. જાણે રાધાકૃષ્‍ણની જોડ છે..

પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ સૂત્રને વર્ષ ર૦ર૩ ના જન્‍માષ્‍ટમી મહોત્‍સવના તમામ સાહિત્‍યમાં ઉપયોગ કરવામાં આવશે.

જે કૃષ્‍ણ ભકતોએ આ સ્‍પર્ધામાં ભાગ લીધેલ હતો અને સૂત્રો મોકલ્‍યા હતાં તેમના સૂત્રો ઘ્‍યાને લઈ અને વિજેતાઓ જાહેર કરવામાં આવેલ હતાં તેની યાદી નીચે મુજબ છે.  

પ્રથમ   દેવયાતિબા એ. ચુડાસમા

દ્વિતીય  ભરત અંજારીયા

દ્વિતીય  હાર્દિક સોરઠીયા

તૃતીય   તુષાર ભટૃ

તૃતીય   ભાવિન આહિર

પ્રોત્‍સાહન      ભાવનાબેન રાવલ

પ્રોત્‍સાહન      પંકજ આર. ભંડેરી

પ્રોત્‍સાહન      પ્રવિણ શીંગાળા

પ્રોત્‍સાહન      અનિલ ટોળીયા

પ્રોત્‍સાહન      સતિષચંદ્ર એમ. રાજાણી

પ્રોત્‍સાહન      હર્ષિત એન. ભાડજા

પ્રોત્‍સાહન      મેઘાવી જાની

પ્રોત્‍સાહન   વિપુલ મકવાણા

દર વર્ષે વિ.હિ.પ. પ્રેરીત જન્‍માષ્‍ટમી શોભાયાત્રામાં રાજકોટ શહેરના વિવિધ ગ્રુપ પોતાના વાહનોમાં લાઈવ પાત્રો, ડેકોરેશન, સંદેશાત્‍મક વિચારો, ભગવાન શ્રીકૃષ્‍ણના જીવનને લગતા પ્રસંગોની થીમ ઉપર શણગાર કરીને જોડાતા હોય છે. ફલોટધારકો વચ્‍ચે તંદુરસ્‍ત સ્‍પર્ધા થાય, સ્‍પર્ધાના માઘ્‍યમથી દરેક લોકો કાંઈક વૈવિઘ્‍યતા અને નવિનતમ પ્રકારના ફલોટસ બનાવે તેવી ભાવના સાથે એક સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજકોટના અનેક ગ્રુપો દ્વારા અવનવા ફલોટસ બનાવવાની હોડ જામે છે. જેના દ્વારા સમાજને ખૂબ અવનવા દર્શનીય ફલોટસ જોવાનો લ્‍હાવો મળે છે. આ ઉપરાંત મંડળોને પ્રોત્‍સાહીત કરી પોતાના વિસ્‍તારમાં લતા સુશોભન સ્‍પર્ધાના માઘ્‍યમથી હિન્‍દુ સમાજ એકઠો થાય અને ભગવાનશ્રીકૃષ્‍ણની ભકિત કરે તેવો માહોલ રચવા માટે પ્રયત્‍ન કરે છે. અલગ-અલગ યુવા મંડળો દ્વારા પોતાના લતામાં અલગ અલગ મૂર્તિઓ, શણગાર, કલાત્‍મક વસ્‍તુઓ, લાઈવ પાત્રો, હિંડોળા, ઘ્‍વજા, પતાકા, લાઈટીંગ જેવી અનેક વૈવિઘ્‍યતાપૂર્વક લતાને સણગારવામાં આવે છે. આસપાસના વિસ્‍તારના લોકો તેનો લ્‍હાવો લે છે. આમ ફલોટસ અને લતા સુશોભનમાં સ્‍પર્ધાના માઘ્‍યમથી જોડાતા ગ્રુપો પૈકી સ્‍પર્ધામાં વિજેતા થયેલા ફલોટસ સુશોભન અને લતા સુશોભનના વિજેતા ગ્રુપ, મંડળોને ગત શનિવારના રોજ બી.એ.પી.એસ. મંદિર ખાતે સાંજે યોજાયેલા કાર્યક્રમમાં શીલ્‍ડ વિતરણ કરી બહુમાન કરવામાં આવ્‍યું હતું. મહાનુભાવોના હસ્‍તે સન્‍માન સ્‍વીકારી ગ્રુપના કાર્યકરો દ્વારા આનંદની લાગણી વ્‍યકત કરવામાં આવી હતી.

 કાર્યક્રમમાં સંસ્‍કૃત શિક્ષક વિષ્‍ણુભાઈ નિરંજનીએ કે જેઓ ભાગવદ ગીતાના શ્‍લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરી અર્થ સહિત સુંદર સમજ આપે છે તેમણે ભાગવદ ગીતાના શ્‍લોકોનું અનુવાદન કરીને અર્થ સાથે આ શ્‍લોકની સુંદર સમજ સરળ ભાષામાં આપી હતી. વિ.હિ.પ.ના અગ્રણી નરેન્‍દ્રભાઈ દવેએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્‍યું હતું.

કોઠારી સ્‍વામીએ જણાવ્‍યું હતું કે આ બી.એ.પી.એસ. મંદિરની જગ્‍યા પવિત્ર જગ્‍યા છે જેનાથી પવિત્ર ઉર્જા પ્રાપ્‍ત થાય છે. પૂ. સંત મહંતસ્‍વામીના આર્શીવાદ છેલ્લા ૩૦ વર્ષથી નીકળતી આ શોભાયાત્રા ઉપર છે. ભગવાન શ્રીકૃષ્‍ણનો આદેશ આ યાત્રા લોકો સમક્ષ ઉજાગર થાય છે. હિન્‍દુત્‍વ એ માત્ર ધર્મ નથી. અસ્‍મિતા, જાગૃતિ, જીવનશૈલી, વિશ્‍વ બંધુત્‍વનો એક વિચાર છે. ભગવાન કોઈપણ સંકટમાં અવતાર ધારણ કરી હિન્‍દુત્‍વની અને સંસ્‍કૃતિની રક્ષા હંમેશા કરે છે.

કર્ણાટકના પૂર્વ રાજયપાલ શ્રી વજુભાઈ વાળાએ યુવાનોને હિન્‍દુત્‍વની રક્ષા કરવા માટે આહવાન કર્યુ હતું. પશ્‍ચિમીકરણના વાયરા વચ્‍ચે આપણી સંસ્‍કૃતિ ટકી રહે તે જોવાનું કામ આજની અને આવનારી પેઢીના શીરે છે. આપણી રોજીંદી જીવન શૈલીમાં હિન્‍દુત્‍વ કયાંકને કયાંક જોડાયેલુ રહે તે આવશ્‍યક છે. શહેર ભા.જ.પ. કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષીએ પણ પોતાના વકત્‍વયમાં રાજકોટના વિવિધ ગ્રુપ, મંડળોને આ વર્ષે પણ જોશભેર ફલોટ, ડેકોરેશન કરીને શોભાયાત્રા માં જોડાવવા તથા પોતાના વિસ્‍તારમાં સુંદર સુશોભન કરવા માટે આહવાન કર્યુ હતું.

આજરોજ રાત્રે ૯-૦૦ કલાકે રાજકોટના હેમુગઢવી હોલ ખાતે ૪ર-કલાકારોના કાફલા સાથે ગુજરાતી સદાબહાર ગીતોનો ગુલદસ્‍તો એવો કસુંબીનો રંગ કાર્યક્રમ યોજાવાનો છે.  વિ.હિ.પ. દ્વારા દર વર્ષે જન્‍માષ્‍ટમી નિમિતે લોકોને પસંદ પડે તેવા કાર્યક્રમોનું આયોજન થતુ રહે છે. જે અંતર્ગત આયોજીત આ કાર્યક્રમમાં ૪ર-કલાકારોના કાફલા સાથે પ્રસ્‍તુત થતો આ દરેક ઉંમરના લોકોને પસંદ પડે તેવા સદાબહાર ગુજરાતી ગીતોની રમઝટ બોલાવતો કસુંબીનો રંગ લોકોને માણવા મળશે. જીલ એન્‍ટરટેઈનમેન્‍ટ ના ઓરકેસ્‍ટ્રા શ્રી સાંઈ આર્ટ રાકેશ કડીયા ગ્રુપના લાઈવ પરફોર્મશ, સુનિલ પટેલના સાઉન્‍ડના સથવારે આર.ડી. ઈવેન્‍ટસના પરેશભાઈ પોપટના કોન્‍સેપ્‍ટ પર આધારીત આ કાર્યક્રમમાં શુભેચ્‍છકો રાજદિપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી) તથા તિર્થરાજસિંહ ગોહીલ (ત્રાપજ) ના સહયોગથી યોજાવા જઈ રહેલ આ કાર્યક્રમમાં નામાંકીત કલાકારો દિપકભાઈ જોષી, નિધીબેન ધોળકીયા, જયેશભાઈ દવે, જીલ શીશાંગીયા તથા એન્‍કર અને ગાયક તેજશ શીશાંગીયા દ્વારા પોતાના કંઠના કામણ પાથરીને સદાબહાર ગુજરાતી ગીતો વિજળીને ચમકારે, મણીયારો તે હલુ હલુ, નગર મે જોગી આયા, શીવાજીનું હાલરડુ, તેરી લાડકી મે, મન મોર બની થનગાટ કરે, કોણ હલાવે લીંમડી, મારો સાવરીયો, છેલા જીરે, બેની રે વિગેરેની પ્રસ્‍તુતી દ્વારા શ્રોતાઓનું મન મોહી લેશે. ગીત-સંગીતની સાથે લાઈવ પાત્રો ગીતને અનુરૂપ પોતાનું પરફોર્મન્‍સ રજુ કરશે. જે ત્રિવેણી સંગમ સમૂહ આ ગીતોનો ગુલદસ્‍તો દરેક ઉંમરના લોકો, યુવાનો, મહિલાઓ, વડીલો તમામને પસંદ પડે તેવો તો છે  અને તેને માણવો એ પણ એક આવા જ માણવા લાયક કસુંબીનો રંગ નામક કાર્યક્રમની પ્રસ્‍તુતીના સાક્ષી બનવા રાજકોટની ધર્મપ્રેમી જનતાને શુભેચ્‍છકો રાજદિપસિંહ જાડેજા, તિર્થરાજસિંહ ગોહીલ, જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ-ર૦ર૪ ના માર્ગદર્શકો સર્વશ્રી નરેન્‍દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, મહોત્‍સવ સમિતિના અઘ્‍યક્ષ રાજદિપસિં જાડેજા (રાજાભાઈ વાવડી), શોભાયાત્રાના અઘ્‍યક્ષ વિજયભાઈ વાંક, મહોત્‍સવ સમિતિના ઈન્‍ચાર્જ નિતેશભાઈ કથીરીયા, સહ-ઈન્‍ચાર્જ કૃણાલભાઈ વ્‍યાસ, કોષાઘ્‍યક્ષ વિનુભાઈ ટીલાવત, સહ-કોષાઘ્‍યક્ષ રાહુલભાઈ જાની, મંત્રીઓ સુશીલભાઈ પાંભર, હષીતભાઈ ભાડજા, સહમંત્રીઓ દિપકભાઈ ગમઢા, યોગેશભાઈ ચોટલીયા, નીધિ સમિતિના ઈન્‍ચાર્ર્જો વનરાજભાઈ ગેરૈયા, મનોજભાઈ ડોડીયા, આલાપભાઈ બારાઈ, વિ.હિ.પ. કાર્યાલયના નાનજીભાઈ સાખ, સમિતિના મઘ્‍યસ્‍થ કાર્યાલય મંત્રી દિલીપભાઈ દવે, સહમંત્રીઓ રાજુભાઈ ઉમરાણીયા તથા પંકજભાઈ તાવીયા, હર્ષભાઈ વ્‍યાસ વિગેરે દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે. આ કાર્યક્રમ માણવા માટે કોઈપણ ફી કે પાસનો ચાર્જ લેવામાં આવનાર નથી. બેઠક વ્‍યવસ્‍થા વહેલા તે પહેલાના ધોરણે રહેશે.

  ગોપી-કિશન સ્‍પર્ધા, કે જેમાં ૭પ૦ થી ૮૦૦ બાળકો ભાગ લ્‍યે છે. તથા આ વર્ષે પ્રથમવાર મહિલાઓ માટે આયોજીત મે ભી યશોદા સ્‍પર્ધા આગામી તા. ૧૮ ને રવિવારના રોજ પેડક રોડ, અટલ બિહારી ઓડીટોરીયમ ખાતે યોજાનાર છે. જેમાં ભાગ લેવા ઈચ્‍છુક બાળ સ્‍પર્ધકો તથા મહિલા સ્‍પર્ધકોએ પોતાનું રજીસ્‍ટ્રેશન કરાવવા માટે છેલ્લી તા. ૧૪ નિયત કરવામાં આવેલ છે. ત્‍યાં સુધીમાં ભાગ લેવા ઈચ્‍છતા રાજકોટવાસીઓને પોતાનું રજીસ્‍ટ્રેશન અવશ્‍ય કરાવી લેવું. તેમ પ્રેસ મીડીયા ઈન્‍ચાર્જ પારસ શેઠ જણાવાયું છે. 

(3:18 PM IST)