News of Monday, 12th August 2024
કાલે મંગળવારે તમામ વોર્ડમાં પુષ્પાંજલી અને સફાઇ ઝુંબેશ થશે
હાઇસ! સફાઇ પણ થશે !

રાજકોટ, તા., ૧૨ : રાજકોટઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહયું છે. કાલે તા.૧૩ ઓગષ્ટથી તા.૧પ ઓગષ્ટ સુધી દરેક ઘરે ત્રીરંગાનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. શહેર ભાજપ દ્વારા કાલે મંગળવારે સવારે ૯.૩૦ કલાકે શહેરના તમામ વોર્ડમાં આવેલ મહાપુરૂષોની પ્રતિમાને પુષ્પાંજલી તેમજ પ્રતિમાની આસપાસ સ્વચ્છતા અભિયાન યોજવામાં આવશે. ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વીન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું છે.
(3:45 PM IST)










