News of Monday, 12th August 2024
મારી યુનિવર્સિટી-મારૂ ઋણ અંતર્ગત કાલે કેમ્પસમાં સફાઇ અભિયાન

રાજકોટ, તા., ૧૨: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ પ્રોફે. ડો. કમલસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ મારી યુનિવર્સિટી, મારું ઋણ કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.
આવતીકાલે તા. ૧૩ના સવારે ૯.૦૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે સફાઈ કરવામાં આવશે.
આ વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ડો. કમલસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, મારી યુનિવર્સિટી પ્રત્યે મારું ઋણ છે એ ભાવનાથી આ કાર્ય થાય એ જરૂરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દરેક કાર્યમાં સ્વયં જોડાય એ સાર્થક છે. મારી યુનિવર્સિટી, મારું ઋણ અંતર્ગત સમયાંતરે યુનિવર્સિટીમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ડો. કમલસિંહ ડોડીયા, અધિકારીશ્રીઓ, NSS ના સ્વયંસેવકો અને કર્મચારીઓ દ્વારા- યુનિવર્સિટી કેમ્પસ ખાતે સફાઈ કરવામાં આવશે.
કાર્યક્રમને સફળ બનાવવા એન. એસ. એસ. કોઓર્ડીનેટર ડો. એન.કે ડોબરીયા તથા બાંધકામ વિભાગના કિશનભાઈ હીરપરા જહેમત ઉઠાવી રહ્યા છે.
(4:26 PM IST)










