News of Monday, 12th August 2024
રાજકોટમાં રોગચાળોઃ મેલેરીયા-કમળાએ દેખા દીધી તો ડેન્ગ્યુનો ભરડો
૧૧ ડેન્ગ્યુ, શરદી - ઉધરસના ૧૧૪૦, તાવના ૬૭૮ તથા ઝાડા-ઉલ્ટીના ૩૪૦ મનપા તંત્રના ચોપડે નોંધાયાઃ મનપા દ્વારા ૧.રર લાખ ઘરોમાં પોરાનાશક કામગીરી : ૩ર૦૦ સ્થળોએ ફોગીંગ

રાજકોટ તા. ૧ર : શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્છરજન્ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડ તથા કમળાના પણ દર્દી નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. પ થી ૧૧ ઓગસ્ટ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના ૧ર કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૧૧ કેસ નોંધાયા છે. સીઝનનાં મેલેરીયાના ૧પ, ડેન્ગ્યુના પર તથા ચિકનગુનિયાના ૧૭ કેસ નોંધાયા છે.
શરદી-તાવના ૨૧પ૮ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૧૪૦ તેમજ સામાન્ય તાવના ૬૭૮ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૩૪૦ તથા ટાઇફોડનો ૩ તથા કમળાનો ૧ સહિત કુલ ૨૧પ૮ થી વધુ દર્દીઓ નોંધાયા હતા.
મચ્છર ઉત્પતિ સબબ પ૦૧ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧,રર,૦ર૦ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૩ર૦૦ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય પપ૪ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૫૦૧ લોકોને નોટીસ પાઠવી હતી. જયારે ૪૯ હજારનો વહીવટી ચાર્જ પણ વસુલાયો હતો.
(3:54 PM IST)










