News of Monday, 12th August 2024
પૂ.આ.શ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રા જયાનંદ ધામમાં બિરાજમાન દેવી
દેવતાઓના અંજન આદેશોની ઉછામણી :રૈયાધાર મેઈન રોડ સ્થિત એટલાન્ટીસ હિલ્સના છ ટાવરના સંકુલમાં શીખરબંધી જિનાલય બનાવવામાં આવશે : હર્ષોલ્લાસ

રાજકોટ, તા., ૧રઃ અમૃતઘાયલ હોલમાં પ.પૂ.આ ભગવંત શ્રી જયશેખરસૂરી મા.સા.નું મંગલાચરણ માંગલિક બાદ વીધી વિદ્યાન સહીત જાજમ માતુશ્રી સુશીલાબેન રમણીકલાલ શાહ પરિવાર હસ્તે કુંજલબેન અને હરેશભાઈ આર શાહ દ્વારા બીછાવવામાં આવેલ ત્યારબાદ ચેતનાબેન ધમેન્દ્રભાઈ શાહ પરીવાર દ્વારા જાજમ બીછાવનાર પરીવાર અને મહેશભાઈ ભંડારી પરમાત્માના મહેતાજીનું બહુમાન અને (મહેશભાઈ ભંડારી વતી કેતનભાઈ દોશી અને રાજુભાઈ ટોલીયા) પરમાત્માના મહેતાજી બનેલ.
ત્યારબાદ બોલીની શરૂઆત કરવામાં આવેલ અને ગણધર ભગવંત ગુરૂ મહારાજ અને અધીષ્ઠાયક દેવ દેવીઓના અંજન (ફકત ભરાવવાના) આદેશો ખૂબ જ સારી ઉછામણીથી આપવામાં આવેલ. સાથે એટલાન્ટીસ હિલ્સના છ ટાવરના સંકુલમાં શીખરબંધી જીનાલય બનાવવાનો વિચાર ગુરૂમહારાજને આવ્યો અને એટલાન્ટીસ હિલ્સના ભાગીદારો ચીરાગભાઈ મહેતા, અશ્વીનભાઈ રૂપાપરા, શ્રી યતીનભાઈ સૂરેજા દ્વારા બનાવવા માટેની ઈચ્છા દર્શાવી માટે ત્યાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માનું જીનાલય અને શ્રી લક્ષ્મી માતા વગેરેનું જીનાલય બનાવવાનાં આદેશ આપવામાં આવેલ.
જીનાલયમાં ચાલી રહેલ સીધ્ધીતપની આરાધના અને ઉપધાન તપની આરાધના કરતા તમામ ભાવીકોને ૩૧ ડીસેમ્બર થી ૧ જાન્યુ. શ્રી ગીરીરાજની યાત્રા પ.પૂ.આ.ભ.શ્રીમદ વિજય જયશેખરસૂરી મા.સા. ની નીશ્રામાં કરવાની શ્રી નવલબેન મનસુખભાઈ ચતુરભાઈ શાહ વાંકાનેર પરિવારે વિનંતી કરી અને ગુરૂમહારાજ અને શ્રી સંઘે અનુમતી આપેલ.
આ ઉપરાંત સાકરબેન વેજાભાઈ સામતભાઈ રાવલીયા પરીવાર હ. કેતનભાઈ-ભુમીબેન-નમ્રતાબેન વગેરેએ આપેલ ભુમી ઉપર નિર્માણ થયેલ ભવ્ય જીનાલય જયાનંદ ધામ ૯ શીખર પરમાત્માના અને ૯ શીખર ગણઘર ભગવંત - ગુરૂ મહારાજ - અધીષ્ઠાયક દેવ દેવી યુકત કુલ ૧૮ શીખર નું જીનાલય મુળનાયક શ્રી આદેશ્વર પરમાત્માનું નિર્માણ થઈ રહયું છે. જેની અંજનશલાકા -તીષ્ઠા વગેરે તા. ૧ ફેબ્રુ.રપ થી ૧૧ ફેબ્રુ-રપ સુધી ચાલવાની છે.
તેને તીર્થભુમી બનાવવા માટે જય તળેટી શાંતીનાથ ભગવાનનું જીનાલય વગેરે પણ સાથે બનાવવાનાં છે તેમજ સાધુભગવંત ઉપાશ્રય સાધ્વીજી ભગવંત ઉપાશ્રય-ધર્મશાળા-ભોજનશાળા વગેરે પણ બનાવવાના છીએ તેની જાહેરાતો આદેશો વગેરે પછી આપવામાં આવશે. પ્રતિષ્ઠા સબંધી વિવિધ પૂજનોના આદેશ કાલે તા. ૧૩ નાં મંગળવારે પાર્શ્વનાથ પરમાત્માના નિર્વાણ કલ્યાણક ના દિવસે સવારે ૬.૦૦ વાગ્યે નવકારમંત્રના ભાસ્ય જાપ દરમ્યાન આપવામાં આવશે.
તેમ શ્રી કાલાવાડ રોડ શ્વેતામ્બર મૂર્તિ. જૈન તપગચ્છ સંઘનાં મહેશભાઈ મણિયાર (મો. ૯૪૨૭૭ ૨૦૩૩૧), વિપુલભાઈ દોશી (મો. ૯૨૨૮૭૬૫૬૮૮), નિતેશભાઈ શાહ (મો. ૯૭૨૪૮૨૦૨૧૬)ની યાદી જણાવે છે.
(4:04 PM IST)










