News of Monday, 12th August 2024
કાલે ગારડી એવોર્ડ અર્પણ કરાશેઃ અન્યોનું સન્માન
દેશના મોટા ગજાના દાનવીર દીપચંદભાઇ ગાર્ડીના સેવાકાર્યની રાહે ચાલનાર મહાનુભાવોને ચંદુભાઇ વિરાણી, ડો.જે.જે. રાવલ, મયુરભાઇ શાહ, નિતિન વડગામા, મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન રાજકોટ કેન્સર સોસાયટીને ગારડી એવોર્ડ અપાશે, કિરીટભાઇ આદ્રોજા અને હરેશભાઇ પરસાણાનું વિશિષ્ટ સન્માન

રાજકોટઃ અહિંના સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઇ ગારડી વૃધ્ધાશ્રમ દ્વારા ૧૨ વર્ષ વિવિધ ક્ષેત્રમાં કાર્યરત સેવા રત્નોને પ્રતિષ્ઠિત ગારડી એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. ચાલુ સાલ સતત ૧૪માં વર્ષ સેવાના ભેખધારીઓને કાલે મંગળવારે સાંજે સોૈરાષ્ટ્ર હાઇસ્કુલ હોલમાં ગારડી એવોર્ડ અર્પણ સમારોહમાં એવોર્ડ અપાશે.
સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, હસુભાઇ રાચ્છ જણાવે છે કે ૨૦૨૪ના ગારડી એવોર્ડ માટે શહેરની ૫૦ વર્ષ થી વધુ સમયથી કેન્સરના દર્દીઓની સારવારની ઉમદા કાર્ય કરતી રાજકોટ કેન્સર સોસાયટીને સંસ્થાકીય ગારડી એવોર્ડ, બાલાજી વેફર્સના સંચાલક ચંદુભાઇ વિરાણી જાણીતા ખગોળશાષાી ડો.જે.જે. રાવલ જાણીતા કવિ લેખક- વિવેચક ડો.નિતિન વડગામા, જૈન યુવા અગ્રણી પંચનાથ હોસ્પિટલના ટ્રસ્ટી મયુરભાઇ શાહ અને સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનની પસંદગી કરવામાં આવી છે.
સંસ્થાના ટ્રસ્ટી મૌલેશ ઉકાણી, શિવલાલ આદ્રોજા, ડો.નીદત્ત બારોટ, પ્રતાપભાઈ પટેલ, વલ્લભભાઈ સતાણી, વસંતભાઈ ગાદેશાએ જણાવ્યું છે કે ગારડી એવોર્ડ અર્પણ સમારોહમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો.કમલભાઈ ડોડીયા, એસ.કોમ્પુટરવાળા સંજયભાઈ ધમસાણીયા, જાણીતા બિલ્ડરો દિલીપભાઈ લાડાણી, ગુણભાઈ ભાદાણી, જોલીભાઈ હાલાણી, ભરતભાઈ ડઢાણીયા, યુનિટી સિમેન્ટ વાળા પુનિતભાઈ ચોવટીયા, રઘુવંશી અગ્રણી ઉમેશભાઈ નંદાણી ઉપસ્થિત રહેશે.
ગારડી એવોર્ડ અર્પણ સમારોહની સાથે યુવા ઉદ્યોગપતિ, કિરીટભાઈ આદ્રોજાને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય એક્સેલન્સી એવોર્ડ મળતા તેમજ ઇન્ટીરીયર ડીઝાઇનર ખોડલધામનાં ટ્રસ્ટી હરેશભાઈ પરસાણાની સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે પસંદગી થતા બંનેનું સન્માન કરવામાં આવશે.
સર્વ શ્રી પ્રવીણ હાપલીયા, ઉપેનભાઈ મોદી, સુનિલ મહેતા, કિરીટભાઈ પટેલ, હરદેવસિંહ જાડેજા, ધર્મેશ જીવાણી, રાકેશ ભાલાળા, અશ્વિનભાઈ પટેલ, ઘનશ્યામભાઈ રાચ્છ, ડો.મયંક ઠકકર, પ્રજ્ઞેશ પટેલ, હરેન મહેતા, ગૌરાંગ ઠકકર, શૈલેશભાઈ જાની, જયેશભાઈ સોરઠીયા, દીપક જલુ સતત કાર્યરત હોવાનું અનુપમ દોશીની યાદીમાં જણાવાયું છે.(
(4:05 PM IST)










