<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

શ્રી મહાકાલેશ્‍વર મહાદેવ મંદિરે આજે રાત્રે ધુન-ભજન-શિવ તાંડવ નૃત્‍ય

 

રાજકોટ તા. ૧રઃ અહિંના સુપ્રસિધ્‍ધ મહાકાલેશ્‍વર મહાદેવની મંદિરે આજે રાત્રે ધુન-ભજન કૌશલ કિશોર ધુન મંડળનું આયોજન થયું છે. શિવ તાંડવ નૃત્‍ય પણ યોજાશે. કૌશલ કિશોર ધુન મંડળે-રાજકોટના સ્‍થાપક કેશુભાઇ રૂડાભાઇની વાગડિયાએસને ૧૯પ૭ની સાલમાં આ ધુન મંડળની સ્‍થાપના કરેલ. આજ ૬૭ વર્ષ બાદ પણ સ્‍વ. કેશુભાઇ વાગડીયાની ચોથી પેઢીના વારસદારો ધુન-ભજન સંતવાણી ચાલુ રહે તે બાબતે જવાબદારી સંભાળી રહ્યા છે. જેના યશ હાલના પ્રમુખ શ્રી રમેશભાઇ કેશુભાઇ વાગડિયા (મહાદેવ)ના ફાળે જાય છ.ે

આ ધુન મંડળનાં સ્‍થાપક પ્રમુખ સ્‍વ. (કેશુઁભાઇને રાજકોટના ભાલવિયા ચોક, ગોંડલ રોડ પર આવેલા મહાકાલેશ્‍વર મહાદેવની મંદિરમાં શ્રાવણ માસના બીજા સોમવારે વર્ષમાં એક વખત ધુન-ભજન કરવાની પ્રણાલી શરૂ કરેલ, તદ્દ-અનુસાર આજે પંચાવન વર્ષ બાદ પણ સ્‍વ. કેશુભાઇ વાગડિયાના શોથી પેઢીના વારસદારોએ આ પ્રણાલી જાળવી રાખેલ છે, જે કૌશલ કિશોર ધુન મંડળની અકલ્‍પ્‍ય જાણી શકાય. આ જયોતને પ્રજવલ્લિત રાખવાના પ્રયાસ રૂપે આજે સોમવારે રાત્રે ૯.૩૦ કલાકે કૌશલ કિશોર ધુન મંડળ રાજકોટના રાસ-ગરબા અને ભોળાનાથને પ્રિય જ એવા (ધુન-ભજનનો કાર્યક્રમ મહાલેશ્‍વર મહાદેવના મંદિરમાં, ગોંડલ રોડ, માલવિયા ચોક, માલવિયા પેટ્રોલ પંપ સામે રાખવામાં આવેલ છે.

મહાકાલેશ્‍વર મહાદમેવના મંદિરમાં દરેક શ્રાવણ માસમના બીજા સોમવારે કરવામાં આવતાં ધુન-ભજનની ખાસ વિશીષ્‍ટતા એ  કે આ દિવસે વર્ષમાં માત્ર એક  જ વખત ધુન મંદિરનાં સભ્‍યો કુટુંબ સહિત (સહ પરિવાર) મંદિર, ધુન-ભજન કરવા માટે આવે છે.

ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે ધુન મંડળના પ્રમુખ શ્રી રમેશભાઇ કેશુભાઇ વાગડિયા (મહાદેવ) મો. નંબર ૯૯ર૪૧ ૪૭૮૦પ૯, ઉપપ્રમખ શ્રી નટુભાઇ પી. અઢિયા મો. નંબર ૯૪ર૮૦ ૬રશ્ર૭૯૧ તરફથી અનુરોધ કરવામાં આવેલ છે. (૭.૩૧)

(4:14 PM IST)