News of Monday, 12th August 2024
વોર્ડ નં. ૩માં કોમ્યુનિટી હોલ - આરોગ્ય કેન્દ્ર - સિટી ટી.બી. સેન્ટર બનશે
કાલે અટલ સરોવર ખાતે મનપાની સ્ટેન્ડિંગ બેઠક : રેલનગરવાસીઓને સ્વતંત્ર દિન પૂર્વે ભેટ

રાજકોટ,તા.૧૨: મ્યુ.કોર્પોરેશનની દર એક મહિને મળતી સ્ટેન્ડિગ કમિટિની બેઠક આવતીકાલે તા.૧૩નાં બપોરે ૧ કલાકે નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર સ્માર્ટ સીટી ખાતે બનેલ અટલ સરાવર ખાતે મળશે. આ બેઠકમાં વોર્ડ નં.૩નાં રેલનગર વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનાવવા, આરોગ્ય કેન્દ્ર તથા સિટી ટી.બી સેન્ટર બનાવવા, વોર્ડ નં.૧૧નાં મોટામવા સ્મશાન પાસેના જુના પુલનું ૮૧ લાખનાં ખર્ચે રીનોવેશન કરવા સહિતની ૫૭ દરખાસ્તો અંગે નિર્ણય થશે.
સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ બેઠકમાં વિવિધ દરખાસ્તોનો નિર્ણય થશે. જે આ મુજબ છે.
કોમ્યુનિટી હોલ બનશે
મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં. ૩માં રેલનગર વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં. ૧૯, એફ.પી. નં. ૮-એ પ્લોટ ઉપર કોમ્યુનિટી હોલ બનાવવાના કામે કુલ રૂા. ૮,૬૨,૦૦,૦૦૦નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામમાં આશરે ૩૦૦૨.૦૫ ચો.મી. બિલ્ટઅપ એરીયામાં બાંધકામના કામનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કામે ભાવો મંગાવવામાં આવેલ હતા. એજન્સી દ્વારા ટેન્ડર સબમીશન કરાયેલ હોય. ઉપરોકત વિગતે એજન્સી દ્વારા ૦.૮૯% વધુ ભાવે કુલ રૂા. ૮,૬૯,૬૪,૭૨૧ રજુ થયેલ છે.
રેલનગરમાં આરોગ્ય કેન્દ્ર તથા સિટી ટી.બી. સેન્ટર બનાવાશે
મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં. ૩માં રેલનગરમાં આરોગ્ય કેન્દ્ર તથા સિટી ટી.બી. સેન્ટર બનાવવાના કુલ રૂા. ૩,૨૩,૦૨,૦૦૦નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામમાં આશરે ૯૪૫.૬૦ ચો.મી. બિલ્ટઅપ એરીયામાં બાંધકામનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કામે ઇ-ટેન્ડર દ્વારા ભાવો મંગાવવામાં આવેલ હતા. એજન્સી તરફથી ઓફર રજુ થયેલ અને તે અન્વયે ઉપરોકત વિગતે ગાયત્રી એન્ટરપ્રાઇઝે ૨.૭૦% ઓછા ભાવ રજુ કરતા કુલ રૂા. ૩,૧૪,૨૯,૧૮૪ નો ખર્ચ થશે.
આ સ્ટેન્ડીંગમાં મહાનગરપાલિકામાં સાતમાં પગારપંચ મુજબના પગારધોરણના લેવલ-૯માં(વર્ગ-૨) ફરજ બજાવતા અધિકારીઓને સળંગ નોકરીના ૧૨ વર્ષ બાદ, સાતમાં પગારપંચ મુજબના પગારધોરણના લેવલ-૧૧ મુજબ પગારધોરણ સુધારણાનો લાભ આપવા, મહાનગરપાલિકાના જુદા-જુદા વોર્ડમાં આવેલ સ્માર્ટ સોસાયટીની ગ્રાન્ટમાં વધારો કરવા, આવેલ મહાનગરપાલિકાના સ્મશાનના સંચાલન માટે સામાજિક સંસ્થાને હાલ ચૂકવાતી માસિક સંચાલન ગ્રાન્ટમાં વધારો કરવા, મહાનગરપાલિકાની હદમાં નવા બાંધકામોને મંજુરી માટે વસુલવામાં આવતી બેઝ એફ.એસ.આઈ. ની ઉપર વધારાની એફ.એસ.આઈ.ની રકમ તથા ટી.પી.સ્કીમ અંતર્ગત ઇન્ક્રીમેન્ટલ ચાર્જીસની રકમ વસુલવા માટે નીતિ નક્કી કરવા, નગરપાલિકા હસ્તકના જુદા જુદા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પરથી ટ્રીટેડ વેસ્ટ વોટરનો પુનઃ વપરાશ કરવાના દરોમાં ફેરફાર કરવા, શહેરના સેન્ટ્રલ ઝોનમાં આવેલ વોર્ડ નં.૦૩,૧૪ અને ૧૭ના જુના કલ્વર્ટના સ્થાને નવા સ્લેબ કલ્વર્ટ(સ્ટેજ-૪)ના ડી.પી.આર. તૈયાર કરવા,
મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસરશ્રી એમ.ડી.સાગઠિયા અને ચીફ ફાયર ઓફિસરશ્રી ઈલેશકુમાર વાલાભાઈ ખેર સામે ફોજદારી કામ ચલાવવા મંજુરી આપવા, મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા હસ્તકની લો-બેડ ટ્રોલી ભાડેથી આપવા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર કર્મચારી શ્રી ભાવનાબેન ચિમનભાઇ મુછડિયાને બીમારી સબબ સારવારના ખર્ચ પેટે ખાસ કિસ્સા તરીકે આર્થિક તબીબી સહાય મંજુર કરવા સહિતની દરખાસ્તોનો નિર્ણય થશે.
જ્યારે ગુલાબનગર કોમ્યુનિટી સેન્ટરનુ સંચાલન રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનને ‘દત્તક યોજના' હેઠળ સોંપવા, વોર્ડ નં.૦૩માં રેલનગર વિસ્તારમાં ટી.પી.સ્કીમ નં.૧૯.એફ.પી.નં.૮-એ પ્લોટ ઉપર કોમ્યુનિટી હોલ બનાવવા, શહેરના વોર્ડ નં.૦૩માં ટી.પી.સ્કીમ નં.૧૯,૨૩ તથા ૨૪ માં બાકી રહેતા ભાગમાં ડ્રેનેજ લાઇન નાખવાના, મેનહોલ તથા હાઉસ કનેકશન ચેમ્બર બનાવવા, શહેરના વોર્ડ નં.૧૦માં કાલાવડ રોડ પર મામલતદાર કચેરી પાસે લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ અન્વયે કમ્પાઉન્ડ વોલ બનાવવા, શહેરના વોર્ડ નં.૧૨માં ગોંડલ ચોકડી પાસે મોડર્નાઇઝ્ડ ટોયલેટ બનાવવા,
શહેરના વોર્ડ નં.૦૭માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઓફિસમાં આવેલ હોલ ડીસ્મેન્ટલ કરવા
સ્વચ્છતા અને ઘન કચરા નિકાલ બાબતના અભ્યાસ અર્થે મહાનગરપાલિકા દ્વારા સુરત ખાતે સેનેટરી ઇન્સ્પેકટરોને મોકલવામાં આવેલ જેનુ ખર્ચ બહાલ રાખવા, મહાનગરપાલિકાના આઈ.સી.ડી.એસ. વિભાગ, ઘટક-૦૩ ના મંજુર થયેલ સ્ટાફ સેટઅપમાં સુધારો કરવા, મહાનગરપાલિકાના રામનાથપરા સ્મશાન સ્થિત ગેસ બેઈઝડ ક્રીમેશન ફર્નેસના મેઇન્ટેનન્સ તથા મોડીફીકેશન કામગીરીનો કોન્ટ્રાકટ કરવા, શહેરના મધ્ય ઝોન વિસ્તારના વોર્ડ નં.૦૭ તથા ૧૪ માંથી ટ્રેકટર- ટ્રોલી/હાઇડ્રોલિક ઓપરેટેડ ટીપર વાહન મારફતે પડતર કચરો, વોંકળાનો ગાર, રબ્બીશ વિગેરે ઉપાડી, લગત ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશને ખાલી કરવાની કામગીરીના કોન્ટ્રાક્ટ કરવા, ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે ફ્રન્ટ એન્ડ લોડર વીથ બેકહો વાહન ૦૬ ખરીદ કરવા વોર્ડ નં.૪માં ટી.પી.૧૪,૧૭,૧૮ અને ૩૧ના જુદા જુદા ટી.પી.રોડ ડેવલપ કરવા, મહાનગરપાલિકામાં પાર્ટ ટાઇમ રોજમદાર સફાઈ કામદારોની ભરતીના નિયમોમાં સુધારો કરવા, મહાનગરપાલિકામાં તા.૦૧ એપ્રિલ ૨૦૨૩ પછી નિયત પગાર ધોરણમાં આવેલ કર્મચારીઓને રાજય સરકારશ્રીના ધોરણે એન.પી.એસ.(નવી વર્ધિત પેન્શન સ્કીમ) લાભો તથા તેને લગત કરવામાં આવતા આનુષંગિક લાભો, ઠરાવો, હુકમો તેમજ પરિપત્રોની અમલવારી કરવાની દરખાસ્તોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત શહેરના વોર્ડ નં.૧૮માં બોલબાલા માર્ગ પર આવેલ આજુબાજુના વિસ્તારમાં ડી.આઈ. પાઈપલાઈન નાખવા, શહેરના વોર્ડ નં.૧૮માં ખોડીયાર ઇન્ડસ્ટ્રીઝ તથા આજુબાજુના વિસ્તારમાં ડી.આઈ. પાઈપલાઈન નાખવા, પુજારા સ્કેટ ક્લબ, રાજકોટની સ્કેટીંગ રિંકની મુદત વધારો બહાલ રાખવા, વોર્ડ નં.૦૩માં રેલનગરમાં આરોગ્ય કેન્દ્ર તથા સિટી ટી.બી. સેન્ટર બનાવવા, શહેરના વોર્ડ નં.૧૩માં પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદોનો નિકાલ કરવા, વોર્ડ નં.૦૯માં ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર રસ્તાના સાઇડ સોલ્ડરમાં ફુટપાથ, પેવીંગ બ્લોક તથા યુટીલીટી ડક્ટ નાંખવા, વોર્ડ નં.૦૬માં બાલકળષ્ણની સાંકડી શેરીઓમાં પેવિંગ બ્લોક નાખવા, શહેરના વોર્ડ નં.૧૨માં રામધણ પાસેના જુના સ્લેબ કલ્વર્ટને વાઇડનીંગ તથા સ્ટેન્ધનીંગ કરવા સહિતની ૫૭ દરખાસ્તોનો નિર્ણય કરવામાં આવશે.(
(4:06 PM IST)










