<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

HINDENBURG ના અહેવાલની બજાર પર કોઇ ખરાબ અસર જોવા નહીં મળે :શેર બજારમાં વધઘટ થવી એ બજારનો સ્‍વભાવ છે

મોટી મંદીની કોઇ જ શકયતા નથીઃ સેબી ચેર પર્સન પર ગંભીર આરોપો છતાં બજાર નવા-નવા હાઇ કરશે

રાજકોટ તા. ૧રઃ રવિવારે હીડનબર્ગ ના અહેવાલને લઈને શેરબજારના રોકાણકારોમાં ગભરાટ મચી ગયેલો અને એક તબક્કે રોકાણકારો માં ચિંતાનું મોજું ફેલાયેલું.સોશિયલ મીડિયામાં ફક્‍ત અને ફક્‍ત આ જ મુદ્દો જોવા મળેલો. પરંતુ સોમવારે શેરબજાર ખુલતા જ કોઈ મોટી મંદી-ઘટાડો જોવા મળ્‍યો નથી.

 સામાન્‍ય રીતે આવા અહેવાલની અસર શેરબજાર પર ફક્‍ત અને ફક્‍ત બે-ચાર દિવસો જ જોવા મળે છે. બજાર ફરી પાછું એના ઓરીજીનલ-ફંડામેન્‍ટલ પર જતું રહે છે. જે રીતે નાના-નાના રોકાણકારો શેર બજારમાં નાણા ઠાલવી રહ્યા છે. ઉપરાંત મ્‍યુચ્‍યુઅલ ફંડ માં મહિને ૨૦-૨૫ હજાર કરોડ રૂપિયા રોકાઈ રહ્યા છે. બેંકો માં વ્‍યાજ કરતા આકર્ષક વળતર શેરબજારમાં મળી રહ્યું છે. ત્‍યારે બજારમાં કોઈ પ્રકારનો ગભરાટ જોવા મળશે નહીં.

 શેરબજાર ના ઇતિહાસમાં અનેક લડાઈઓ અને ઘણી બધી સરકારો આવતી રહી છે,જતી રહે છે અને શેરબજાર વર્ષોથી નવા-નવા હાઇ કરતી આવી છે.ત્‍યારે મહામંદીની કોઈ શકયતા બજારમાં નથી. હા,થોડી ઘણી વઘઘટ આવી શકે છે. થોડા દિવસ બજારમાં પોફીટ બુકિંગ જોવા મળી શકે છે કે પછી થોડા દિવસ નાના-મોટા કારણોની અસર બજાર પર જોવા મળી શકે છે. પરંતુ લાંબા ગાળે બજાર પર ભરોસો જળવાયેલો રહેશે. 

 શેરબજારના નિષ્‍ણાત પરેશભાઈ વાઘાણીના જણાવ્‍યાનુસાર શેરબજારમાં કોઈ જ મોટી મંદી થવાની શકયતા બજારમાં નથી.દિવસે ને દિવસે રોકાણકારો નો પ્રવાહ બજાર તરફ વળતો જોવા મળી રહ્યો છે.

(4:07 PM IST)