News of Monday, 12th August 2024
રણછોડદાસજીબાપુના આશ્રમે ‘‘અખંડ રામધૂન'' નો ૪૮માં વર્ષમાં પ્રવેશઃ બુધવારે વિશેષ રામધૂન
‘‘રામનામ કે હીરે મોતી'' ફેઇમ અશોક ભાયાણી સોૈને રામમય બનાવશે

રાજકોટઃ તા. ૧૨: સદ્ગુરૂ સદન ટ્રસ્ટ રાજકોટ દ્વારા પ.પુ.શ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજી મહારાજની અસીમ કૃપા તથા પ્રેરણાથી છેલ્લા ૪૭ (સુડતાલીસ) વર્ષથી શ્રી અખંડ રામધુન ચાલી રહી છે. જેનો તા. ૧૪ ને બુધવારના ૪૮ (અડતાલીસ) વર્ષમાં મંગલ પ્રવેશ થઇ રહ્યો છે. જે પ્રસંગ નિમિતે અશોકભાઇ ભાયાણીની વિશિષ્ટ શ્રીરામધુનનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. પં.પૂ. શ્રી સદ્ગૂરૂદેવ ભગવાનશ્રીએ શ્રી રામનામ મંત્ર તથા શ્રી સદ્ગુરૂ સદન ટ્રસ્ટ (આશ્રમ) વિશે કહ્યું છે કે ‘‘ ચાર ધામ કી યાત્રા કરને જાના ઇસ યુગ મે બહોત કઠીન હૈ, સમયસે ઓૈર ઘનસે, આશ્રમમે હી ચાર ધામ હૈ, આશ્રમમે મેને કરોડો રામનામ'' લીયા હૈ, સર્વ જિવો કે કલ્યાણ કે લીયે એક હી અમૃત હૈ'' શ્રીરામનામ જય'' ભાયાણીની શ્રી રામનામરૂપી ધુન તા. ૧૪ ના બુધવારે રાત્રેઃ- ૮:૩૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી રાખેલ છે. સર્વે ગુરૂભાઇ-બહેનો તથા ધર્મપ્રેમી ભાઇ-બહેનોને આ શ્રી રામ જય રામ જય જય જય રામ ની વિશિષ્ટ ધુનમાં પધારવા શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટ રાજકોટ દ્વારા અનુરોધ કરાયો છે.
(4:09 PM IST)










