<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

કુબલીયાપરા અને રૈયા ધારમાં જુગાર રમતી મહિલાઓ સહિત આઠ ઝડપાયા

થોરાળા પોલીસ ચાર મહિલા અને યુનિવર્સિટી પોલીસે ચાર શખ્‍સોની ઝડપી લીધા

રાજકોટ તા. ૧રઃ શહેરના કુબલીયાપરામાં થોરાળા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતી ચાર મહિલાઓને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ કુબલીયાપરામાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાનીબ ાતમી મળતા થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ. એચ. ટી. જીંજાળા અને કોન્‍સ. સંજયભાઇ અલગોતર સહિતે દરોડો પાડી કુબલીયાપરા શેરી નં. પ માં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ચુનારાવાડ શેરી નં. ૧ના મનીષાબેન ઉર્ફે મુન્‍ની વીનોદભાઇ સોલંકી, નવા થોરાળાના તેજલબેન ઉર્ફે ભુરી સન્‍નીભાઇ ઝાલા, કુબલીયાપરા શેઢરી નં. પના સુનિતાબેન સંજયભાઇ સોલંકી અને મનીષાબેન જયભાઇ રાઠોડને પકડી લઇ રૂા. રપ,૩પ૦ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી.

જયારે બીજા દરોડામાં યુ઼નિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્‍સ. એમ. કે. ડોડીયા તથા કોન્‍સ. મૈસુરભાઇ કુંભારવાડીયા સહિતે બાતમીના આધારે રૈયા ધાર મફતીયા પરામાં દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા રૈયા ધાર મફતીયા પરાના રાવત ધારશીભાઇ વાજેલીયા, વિપુલ રમેશભાઇ રેવર, પ્રવિણ મનસુખભાઇ વાજેલીયા, અને રાજ બાબુભાઇ વાજેલીયાને પકડી લઇ રૂા. ૪૪૩૦ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

(4:27 PM IST)