<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

નશો કરી વાહન ચલાવી નીકળેલા ૧૧ સામે ગુનો

જાહેરમાં લથડીયા ખાતા અને બકવાસ કરી ઝઘડો કરનારા સામે પણ કાર્યવાહી કરાઇ

રાજકોટ તા. ૧રઃ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં પોલીસ દ્વારા રાત્રે ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. જેમાં જુદા-જુદા વિસ્‍તારમાં નશો કરી વાહન લઇને નીકળનારા, લથડીયા ખાતા અને બકવાસ કરતા ૧૧ શખ્‍સોને પકડી કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં દારૂ પી જાહેરમાં ડખ્‍ખો કરવાની અને નશો કરી વાહન લઇને નીકળનારાઓ સામે પોલીસે ધોસ બોલાવી હતી.  ચેકીંગ હાથ ધરી કુવાડવા રોડ પોલીસે અમદાવાદ હાઇવે પર પટેલ વિહાર હોટેલ પાસેથી સંજય બાબુભાઇ એંધાણી રીક્ષા સાથે, બી-ડીવીઝન પોલીસે પેડક રોડ પરથી દારૂ પી રીક્ષા લઇને નીકળેલો મહેશ ઉર્ફે મયલો નાગજીભાઇ પરમાર, ભકિતનગર પોલીસે વિવેકાનંદ નગર પાસેથી દારૂ પી બકવાસ કરતા ધર્મેશ રમેશભાઇ વાઘેલા, નિલેશ મનહરભાઇ પાટડીયા, રાજેશ મનહરભાઇ પાટડીયાને ઝડપી લીધા હતા. જયારે સુભાષનગર મેઇન રોડ પરથી દારૂ પી રીક્ષા ચલાવનારા અમીત ભરતભાઇ ગોહેલને પકડી લીધા હતા. એ-ડીવીઝન પોલીસે કરણપરામાં નશો કરી આઇ-ર૦ કાર લઇને નીકળેલો હાર્દિક રમેશભાઇ બગડાને તથા ગોંડલ રોડ પર સેલના પેટ્રોલપંપ પાસેથી દારૂ પી લથડીયા ખાતો વૈભવ રાજેશભાઇ બેડકર, વૈભવમ અશોકભાઇ તાવડો અને શાષાી મેન પાસેથી શૂરવીરસિંહ કિશોરસિંહ મકવાણાને પકડી લઇ કાર્યવાહી કરી હતી

(4:28 PM IST)