News of Monday, 12th August 2024
હો રાજ મને લાગ્યો કસુંબલીનો રંગઃ વિહિપ દ્વારા આજે રાત્રે ૪ર કલાકારોના કાફલા સાથે અદભુત કાર્યક્રમ

રાજકોટ : વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ-રાજકોટ દ્વારા આજે રાત્રે ૯ વાગ્યાથી હેમુ ગઢવી હોલ ખાતે ‘હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ' શિર્ષક હેઠળ ૪ર કલાકારોના કાફલા સાથેનો એક અદ્્ભૂત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં દિપક જોષી, નિધિ ધોળકીયા, જયેશ દવે, તેજસ શીશાંગીયા, જી શીશાંગીયા જમાવટ કરશે. ડાયરો કસુંબીનો રંગ માણવા પ્રજાજનોને આમંત્રણ અપાયું છે.
તસ્વીરમાં અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબએડીશનના એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા સાથે વિહીપના આગેવાનો સર્વશ્રી શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, રાજદિપસિંહ જાડેજા, નિતેશભાઇ કથીરીયા, હર્ષીતભાઇ ભાડજા નજરે પડે છે.
(4:39 PM IST)










