<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

રાજકોટ મહાનગર પાલિકાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલમારું 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા

ફાયર NOC આપવા બાબતે રૂ. ૩ લાખની માંગણી કરતા જામનગર ACBએ છટકુ B ગોઠવી રંગે હાથ ઝડપી લીધા

રાજકોટ: શહેરમાં એક ઇમારતમાં પોતે કરેલ ફાયર સેફ્ટી અંગેનું એનઓસી આ કામનાં આક્ષેપીત પાસે મેળવવા ગયેલ ત્યારે

મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ વાયર ઓફિસર અનિલ મારુંએ ફરિયાદી પાસે રુપયા ૩,૦૦,૦૦0 ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ જેથી જેતે વખતે ફરિયાદીએ રુપયા ૧,૨૦,૦૦૦ આપી દીધેલ અને આક્ષેપીતે બાકીના લાંચના રુપયા ૧,૮૦,૦૦૦ ચાર પાંચ દીવસમાં આપી જવાનું જણાવેલ.

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીનાઓએ જામનગર એસીબીનો સંપર્ક કરેલ , ફરિયાદીની ફરિયાદ આધાર ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપિતેનાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રુ. ૧,૮૦,૦૦0 ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી રૂ.૧,૮૦,૦૦૦ લાંચના નાણાં સ્વીકારી પોતાના રાજ્ય સેવક તરીકેનાં હોદ્દાનો દુરઉપયોગ કરી સ્થળ ઉપરથી પકડાઇ જઇ ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ છે.

(5:31 PM IST)