તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 13th August 2024
ડો. દર્શીતા શાહ સીટી ટી.બી. સેન્ટરની મુલાકાતેઃ સારવાર અંગે માહિતી મેળવી
શહેરમાં પાંચ ટીબી આરોગ્ય કેન્દ્રમાં નિઃશુલ્ક ઉપચારઃ રાજકોટ-૬૯ના ધારાસભ્ય

રાજકોટ તા. ૧૩: સરકાર દ્વારા લોકોના આરોગ્યલક્ષી અનેકવિધ સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે. વિધાનસભા-૬૯ના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ દ્વારા શહેરમાં રહેલ સીટી ટી.બી. સેન્ટરની મુલાકાત લેવામાં આવેલ તેમજ આ અંગે તેઓએ જણાવેલ કે લોકોના આરોગ્યને ધ્યાને લઇ સરકાર દ્વારા આરોગ્યલક્ષી અનેક સેવાઓ ફ્રી ઓફ આપવામાં આવેલ છે તથા શહેરમાં પાંચ ટી.બી. આરોગ્ય કેન્દ્ર પણ છે. આ સેન્ટરમાં ટી.બી.ના દર્દીઓની ટ્રીટમેન્ટ, મેનેજમેન્ટ તથા પબ્લિક હેલ્થ એકસેસ સેવાઓ ત્યાંથી આપવામાં આવેલ છે. આવા દર્દીઓને તમામ પ્રકારની સુવિધાઓ અને સારવાર ફ્રી ઓફ અપાય છે. રાજકોટમાં સીટી ટી. બી. સેન્ટર ઉપરાંત પાંચ બીજા ટી.યુ. કેન્દ્ર આવેલ છે. જેમાં પણ ટી.બી.ના દર્દીઓને સારવાર અપાય છે. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય ડો. દર્શિતા શાહ તથા ટી. બી. આરોગ્ય અધિકારી ડો. પરેશ કડિયા તથા આરોગ્ય સ્ટાફ પણ હાજર રહેલ. તથા ધારાસભ્ય દ્વારા દર્દીઓ તથા સારવાર સંદર્ભે જરૂરી માહિતી મેળવેલ.
(3:05 PM IST)










