તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 13th August 2024
રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના જુનિયર રેસિડેન્ટ ઇન્ટર્ન છાત્રોની કેન્ડલ માર્ચ યોજાઇ
કોલકાતામાં મહિલા તબિબ સાથેની ક્રુર ઘટનાના પડઘા પીડિતાને શ્રધ્ધાંજલી આપીઃ ગંભીર ઘટના ફરી ન બને તે માટે ડોક્ટરોની સલામતિ માટે કાયદો ઘડવા માંગણી કરી

રાજકોટઃ પશ્ચિમ બંગાળના કોલકાતામાં આર.જી.કર મેડિકલ કોલેજમાં ટીબી ચેસ્ટ વિભાગમાં ફરજ બજાવનાર મહિલા રેસિડન્ટ ડોક્ટર ઉપર બળાત્કાર બાદ હત્યા કરવાના પીચાસી કળત્યથી સમગ્ર દેશભરના મેડિકલ આલમમાં ખળભળાટ મચી જવા ગયો છે. આ બનાવને પગલે કોલકાતામાં ડોકટરો અને મેડિકલ છાત્રો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે અને ભોગ બનનાર મહિલા ડોક્ટરને ન્યાય મળે તેમજ શ્રદ્ધાંજલિ રૂપે કેંડલ માર્ચ સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ ઘટનાના પડઘા ગુજરાતની મેડિકલ કોલેજમાં પણ પડ્યા છે. તે અંતર્ગત રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિયેશન ઇન્ટર્ન ડોક્ટર તથા યુજી મેડિકલના સ્ટુડન્ટ દ્વારા હત્યાનો ભોગ બનેલા તબિબે બેનરો સાથે શ્રધ્ધાંજલિ આપી છે અને કેંડલ માર્ચ યોજી ન્યાયની માંગણી કરવામાં આવી છે. પીડિતને ન્યાય મળી રહે તે માટે તબિબી છાત્રોએ સંકલ્પ લીધો હતો અને તેમના પરિવારજનો માટે સહાનુભુતિ દાખવી હતી. છાત્રોએ કહ્યું હતું કે અમને સરકાર અને તંત્ર પર વિશ્વાસ છે કે આ બાબતમાં પારદર્શક રીતે તપાસ કરી આ ક્રૂર ઘટનામાં સંડોવાયેલા આરોપીને આકરી સજા કરી પીડિતાને ન્યાય આપવામાં આવશે. ભવિષ્યમાં પણ આવી અનિચ્છનીય ઘટના ફરીવાર ના બને તથા ડોક્ટર્સ સુરક્ષિત તથા ભયમુક્ત વાતાવરણમાં રહી સલામતી અનુભવી દર્દીઓની સેવા કરી શકે એ માટે યોગ્ય ન્યાયીક કાયદાની સરકાર અને તંત્ર પાસે માગ કરી છે. તસ્વીરમાં પીડીયુ મેડિકલ કોલેજ ખાતે છાત્રો બેનર સાથે જોઇ શકાય છે.
(3:04 PM IST)










