<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

મનપાની પ્રતિષ્‍ઠા ધૂળધાણી : કોંગ્રેસનું મારૂની ઓફિસમાં ગંગાજળ - ગૌમૂત્રથી શુધ્‍ધિકરણ

ચીફ ફાયર ઓફિસર તરીકેની નિયુકતીના દોઢ જ માસમાં અધિકારી ૧.૮૦ લાખની લાંચ લેતા ગઇકાલે ઝડપાયેલ : મહાનગરપાલીકામાં ભ્રષ્‍ટાચાર બંધ કરાવો : શહેર કોંગ્રેસ દ્વારા ડે.કમિશનર હર્ષદ પટેલને આવેદન

ભ્રષ્‍ટાચાર મુદ્દે કોંગ્રેસનું મનપા કચેરીએ આヘર્યજનક કાર્યક્રમ - આવેદન  : ઇન્‍ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનીલ મારૂ ગઇકાલે લાંચ લેતા ઝડપાયા બાદ આજે શહેર કોંગ્રેસ દ્વારા મારૂની ઓફિસમાં ગંગાજળ - ગૌમૂત્ર છાંટી શુધ્‍ધિકરણનો આヘર્યજનક કાર્યક્રમ કર્યો હતો. સાથે જ ભ્રષ્‍ટાચાર મુદ્દે ડે.કમિશનરને આવેદન પણ પાઠવ્‍યું હતું. (તસ્‍વીર : અશોક બગથરિયા)

રાજકોટ તા. ૧૩ : મનપામાં ભ્રષ્‍ટાચાર અટકવાનું નામ નથી લેતો ત્‍યારે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના ભ્રષ્‍ટ અધિકારી ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂની ઓફિસમાં ગંગાજળ તથા ગૌમૂત્ર છાંટી શુધ્‍ધિકરણનો કાર્યક્રમ કરી ભ્રષ્‍ટ ઓફિસને પવિત્ર કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખામાં ચાલતો ભ્રષ્‍ટાચાર બંધ કરાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી સહિતના હોદ્દેદારોએ માંગ કરવાની સાથે મ્‍યુનિસિપલ કોર્પોરેશન હવે જાણે રાજકોટ કરપ્‍શન કોર્પોરેશન બની ગયું હોય તે હદે કોર્પોરેશનની પ્રતિષ્‍ઠા ખરડાઇ ગઇ હોવાનું પણ જણાવ્‍યું હતું.

મ્‍યુનિસિપલ કમિશનર તરીકે ડી.પી.દેસાઇએ ચાર્જ સંભાળ્‍યા બાદ આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ વિસ્‍તૃત આવેદનપત્ર પાઠવ્‍યો હતો. રાજકોટમાં ફાયર એનઓસી આપવા માટે ફાયર બ્રિગેડના અધિકારીઓ લાખો રૂપિયા લાંચ પેટે વસુલી રહ્યા છે અને ભ્રષ્‍ટાચારનું વાર્ષિક ટર્નઓવર કરોડો રૂપિયામાં પહોંચ્‍યું છે છતાં કોઇપણ પગલા લેવાયા નથી. જાગૃત વિપક્ષ તરીકે આવી જાણ કરવા છતાં તંત્રવાહકોએ ફાયર બ્રિગેડના અધિકારીઓ સામે કોઇ જ પગલા લીધા નથી તે ગંભીર બાબત છે.

શહેરના કાલાવડ રોડ ઉપરના ટીઆરપી ગેમઝોનમાં બાળકો સહિત ૨૭ નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયાની અગ્નિકાંડની દુર્ઘટના, સાગઠીયા કાંડ, અલ્‍પના મિત્ર ફાઇલકાંડ સહિતની ઘટનાઓની શાહી હજુ સુકાઇ નથી ત્‍યાં ગઇકાલે હજુ તો દોઢ મહિના પૂર્વ ઇન્‍ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે નવનિયુકત અનિલ બી. મારૂ રૂા. ૧.૮૦ લાખની લાંચ લેતા પોતાની કચેરીમાં જ ઝડપાઇ ગયાની ઘટના બનતા તંત્રની પ્રતિષ્‍ઠા ધૂળધાણી થઇ છે.

શહેરના વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને બિલ્‍ડર્સ અને ડેવલપર્સ વિગેરેએ હાલ સુધીમાં ફાયર બ્રિગેડને કરોડો રૂપિયા લાંચ - રૂશ્વત પેટે આપ્‍યા છે અને ફાયર બ્રિગેડે આર્ટિટેકટસ, કન્‍સલ્‍ટીંગ સિવિલ એન્‍જીનિયર્સ મારફતે આ લાંચ સ્‍વીકારવાનો સીલસીલો વર્ષો સુધી કર્યો છે.

(3:05 PM IST)