<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

અનિલ મારૂએ દોઢ માસમાં ૧૩૯ NOC આપ્‍યાઃ મ્‍યુ. કમિશનર કરશે તપાસ

મનપાના ઇન્‍ચાર્જ ચીફ ઓફિસરનો રિપોર્ટ રાજ્‍ય સરકારને સોંપાશે

રાજકોટ : રાજ્‍ય સરકાર દ્વારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી ફરજીયાત કરવાનો આદેશ આપ્‍યો હતો.

અને તત્‍કાલીન અધિકારી ખેરની ધરપકડ કરવામાં આવી હતી. ત્‍યારબાદ રાજ્‍ય સરકાર દ્વારા ૨૯ જૂને ઇન્‍ચાર્જ ફાયર ઓફિસર તરીકે અનિલ મારૂની નિયુકતી કરવામાં આવી હતી.

જો કે નિયુકતીના દોઢ જ માસમાં તેઓ ગઇકાલે ૧.૮૦ લાખની લાંચ લેતા ઝડપાતા ફરી ચીફ ફાયર ઓફિસરની જગ્‍યા ખાલી પડી છે. અત્‍યાર સુધીમાં અનિલ મારૂ દ્વારા આપવામાં આવેલ ૧૩૯ એનઓસીની હવે મ્‍યુ. કમિશનર તપાસ કરી રાજ્‍ય સરકારને રિપોર્ટ સોંપશે. રાજ્‍ય સરકાર દ્વારા નિયુકતી કરાઇ હોય રિપોર્ટ બાદ તેમના દ્વારા જ અનિલ મારૂ ઉપર પગલા લેશે.

(3:05 PM IST)