<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

ગંગોત્રી પાર્ક મેઇન રોડ ૫૭

લાખના ખર્ચે પેવીંગ બ્‍લોક ફુટપાથનું નવીનીકરણ પુષ્‍કર પટેલ, જીતુ કાટોળીયા, આશાબેન ઉપાધ્‍યાય, દક્ષાબેન વસાણીની રજુઆત સફળ

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૦૯મા રૂ.૫૬.૮૯ લાખના ખર્ચેᅠ ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર રસ્‍તાના સાઇડ સોલ્‍ડરમાં ફુટપાથ,ᅠપેવીંગ બ્‍લોક તથા યુટીલીટી ડક્‍ટ નાંખવાનુ કામ આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામ થવાથી આશરે ૩૦૦૦ લોકોને ફાયદો થશે અને સુવિધામાં વધારો થશે.

આ કામો મંજુર કરવા બદલ પૂર્વ સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન અને વોર્ડ નં.૦૯ના કોર્પોરેટર પુષ્‍કરભાઇ પટેલ, કોર્પોરેટર જીતુભાઈ કાટોળીયા, આશાબેન ઉપાધ્‍યાય, દક્ષાબેન વસાણી દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ છે.

(4:00 PM IST)