તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 13th August 2024
વોર્ડ નં.૦૩માં કુલ રૂા. ૨૧.૩૯ કરોડના વિવિધ કામો મંજુર
નરેન્દ્રસિંહ જાડેજા, બાબુ ઉધરેજા, અલ્પાબેન દવે, કુસુમબેન સહિતના કોર્પોરેટરોના પ્રયત્નો સફળ

જકોટ શહેરના વોર્ડ નં.૦૩માં (૧) રૂ.૮.૬૯ કરોડના ખર્ચે રેલનગર વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં.૧૯, ઍફ.પી. નં.૮-ઍ પ્લોટ ઉપર કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ, (૨) રૂ.૪૭.૧૦ લાખના ખર્ચે ટી.પી. સ્કીમ નં.૧૯, ૨૩ તથા ૨૪ માં બાકી રહેતા ભાગમાં ડ્રેનેજ લાઇન નાખવાનુ, મેનહોલ તથા હાઉસ કનેકશન ચેમ્બર બનાવવાનુ કામ અને (૩) રૂ.૯.૦૮ કરોડના ખર્ચે અમળત મિશન ૨.૦ અંતર્ગત જુદા જુદા વિસ્તારમાં ઘંટેશ્વર સમ્પથી ડી.આઇ. પાઇપલાઇન(લેબર કામ) તથા રીસ્ટોરેશન કરવાનુ કામ અને (૪) રૂ.૩.૧૪ કરોડના ખર્ચે રેલનગરમાં આરોગ્ય કેન્દ્ર તથા સિટી ટી.બી. સેન્ટર બનાવવાનુ કામ આમ કુલ મળીને રૂ.૨૧.૩૯ કરોડના જુદા જુદા કામો આજરોજ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે આ કામો મંજુર કરવા બદલ ડેપ્યુટી મેયર તથા વોર્ડ નં.૦૩ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજા, કુસુમબેન ટેકવાણી અને અલ્પાબેન દવે દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો આભાર વ્યકત કરેલ છે.
(3:49 PM IST)










