તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 13th August 2024
સામાકાંઠે ગ્રીનલેન્ડ ચોકડી-મોરબી રોડ વિસ્તારની કાયાપલટ થશે
ટી.પી.રોડ ૯.૪૮ કરોડના ખર્ચે ડેવલપ કરશેઃ કામ મંજૂર

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૦૪માં રૂ.૯.૪૮ કરોડના ખર્ચે ટી.પી. ૧૪,૧૭,૧૮ અને ૩૧ ના જુદા જુદા ટી.પી. રોડ ડેવલપ કરવાનું કામ આજરોજ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે.
આ કામ મંજુર કરવા બદલ મેયર તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર નયનાબેન પેઢડીયા, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, લાઈટીંગ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર કાળુભાઈ કુંગશીયા અને કોર્પોરેટર પરેશભાઈ ડી. પીપળીયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યકત કરેલ છે.
(3:53 PM IST)










