<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

લોકદરબાર બન્‍યો રણમેદાન : રસ્‍તા - બાંધકામ મુદ્દે ધમાસાણ

વોર્ડ નં. ૧૮ના લોકદરબારમાં હોબાળો : અધધ... સૌથી વધુ ૧૮૪ પ્રશ્નો : વાતાવરણ વધુ ઉગ્ર બનતા પોલીસ કાફલો બોલાવાયો : આજે મેયર તમારે દ્વાર કાર્યક્રમનું સમાપન : બાંધકામની ૮૪ ફરિયાદ

વાતોના વડા અને દેખાડો બંધ કરો : સમસ્‍યા ઉકેલો : રાજકોટ : મ્‍યુનિ. કોર્પોરેશનના મેયર તમારે દ્વાર કાર્યક્રમ અંતર્ગત આજે વોર્ડ નં. ૧૮માં લોકદરબાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં વોર્ડનાં વિવિધ વિસ્‍તારવાસીઓએ રસ્‍તા અને ગેરકાયદે બાંધકામ પ્રશ્નો ઉકેલવા ઉગ્ર માંગણી કરી શાસકોને આડે હાથ લીધા હતા અને ફરિયાદો તાકીદે ઉકેલવા માંગ કરી હતી. વાતાવરણ ઉગ્ર થતાં મનપા તંત્ર દ્વારા પોલીસ કાફલો બોલાવવામાં આવ્‍યો હતો. (તસ્‍વીર : અશોક બગથરિયા)

રાજકોટ તા. ૧૩ : મ્‍યુનિ. કોર્પોરેશનના મેયર તમારે દ્વાર કાર્યક્રમ અંતર્ગતનો લોક દરબાર આજે વોર્ડ નં. ૧૮માં યોજાયો હતો. આ લોકદરબારમાં કોઠારીયા સહિતના વિસ્‍તારવાસીઓએ રસ્‍તા કામ ગેરકાયદે બાંધકામ સહિતના પ્રશ્નો પદાધિકારીઓ સમક્ષ નાગરિકોએ ઉગ્ર રજૂઆત કરતા હોબાળો મચી જવા પામ્‍યો હતો. વાતાવરણ તંગ થતાં શાસકોને પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી.

સ્‍વાતિ પાર્ક, ૮૦ ફુટ રોડ પાસે આવેલ વોર્ડ નં. ૧૮ની વોર્ડ ઓફિસ ખાતે યોજાયેલ લોકદરબારમાં જુદા જુદા વિભાગના અધધધ અત્‍યાર સુધીના સૌથી વધુ ૧૮૪ પ્રશ્નો નાગરિકોએ રજુ કરતા પદાધિકારીઓ પણ આヘર્યચકિત પામ્‍યા હતા. તેમાં સૌથી વધુ કોમન પ્‍લોટમાં સહિતના ગેરકાયદે બાંધકામોના ૮૪ ફરિયાદોની રાવ આવી હતી.

જેમાં સોલીડ વેસ્‍ટનાં ૧૯, રોશનીના ૧૬, ટી.પી.ના ૧૪, ડ્રેનેજના ૨૨, વોટર વર્કસના ૧૧ સહિત કુલ ૧૮૪ પ્રશ્નોનો સમાવેશ થાય છે.

વોર્ડ નં.૧૮માં યોજાયેલ ‘મેયર તમારા દ્વારે...‘ લોકદરબારમાંᅠવોર્ડ નં.૧૮ના નાગરિકો દ્વારા કનૈયા ચોક વિસ્‍તારમાં કાયમી પાણી ભરાયેલું રહે છે,ᅠરોડ-રસ્‍તા બનાવવા અને રસ્‍તા પરનું દબાણ દુર કરવા બાબત,

સોલવન્‍ટ વિસ્‍તારમાં ગેસ કનેક્‍શનની લાઇન નખાવી આપવા બાબત,ᅠસોલવન્‍ટથી કોઠારીયા ગામ સુધીના રોડનું કામ સત્‍વરે પૂર્ણ કરવા બાબત,ᅠસદભાવના સોસાયટીમાં અવર-જવર માટે રસ્‍તો ખુલ્લો કરવા બાબત અને વરસાદી પાણીના નિકાલ માટે,ᅠદબાણ દૂર કરવા બાબત,ᅠજે. કે. પાર્કના કોમન પ્‍લોટમાં દબાણ દૂર કરવા બાબત,ᅠસ્‍ટોર્મ વોટર લાઈનમાં ડ્રેનેજ લાઈનનું કનેક્‍શન આપેલ છે જે બંધ કરાવવું,ᅠકોઠારીયા વિસ્‍તારમાં ૪૦',ᅠ૮૦',ᅠ૧૦૦'ના રોડ પરᅠસીસીટીવીᅠફિટ કરવા બાબત, કોઠારીયા વિસ્‍તારમાં નવી આંગણવાડી બનાવવા બાબત,ᅠકોઠારીયા વિસ્‍તારમાં પાણી વિતરણ સિસ્‍ટમ ચેકીંગ કરવા બાબત,ᅠવોર્ડ નં.૧૮માં રેસિડેન્‍ટ વિસ્‍તારમાં ગેરકાયદેસર ચાલતા કલાસીસ સામે સઘન ચકાસણી કરવા બાબત,ᅠᅠવોર્ડ નં.૧૮માં મેઇન રોડ,ᅠશેરીઓમાં રોડ,ᅠરસ્‍તા બનાવવા બાબત,ᅠમેઇન રોડ પરનું દબાણ દૂર કરવા બાબત,ᅠસોસાયટીમાં રસ્‍તા બંધ કરેલ,ᅠસોસાયટીમાં દબાણ દૂર કરવા બાબત,ᅠસોસાયટીમાં રાખેલ છાપરાનું દબાણ દૂર કરવા બાબત વગેરે મુખ્‍ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થયેલ.

આ ‘લોક દરબાર' કાર્યક્રમના અધ્‍યક્ષᅠમેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર,ᅠશાસક પક્ષના નેતા લીલુબેન જાદવ,ᅠશાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા,ᅠકોર્પોરેટરો સંજયસિંહ રાણા,ᅠભારતીબેન પરસાણા, સંદીપભાઈ ગાજીપરા,ᅠદક્ષાબેન વાઘેલા, શહેર ભાજપ ઉપપ્રમુખ હિતેશભાઈ ઢોલરીયા, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપ્‍નિલ ખરે,ᅠસહાયક કમિશનર બી. એલ. કાથરોટિયા,ᅠપર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર,ᅠસીટી એન્‍જીનીયર પી.ડી. અઢિયા,ᅠઆરોગ્‍ય અધિકારી ડો.જયેશ વકાણી,ᅠએનક્રોચમેન્‍ટ ઓફિસર પરબત બારીયા,ᅠરોશનીના સીટી એન્‍જીનીયર બી.ડી. જીવાણી,ᅠનાયબ પર્યાવરણ ઈજનેર પ્રેજેશ સોલંકી,ᅠએ.ટી.પી. આર.જી. પટેલ,ᅠરોશનીના ડેપ્‍યુટી એન્‍જીનીયર પ્રફુલ વેકરીયા,ᅠવોર્ડ એન્‍જીનીયર નિકેશ મકવાણા,ᅠવોર્ડ ઓફિસર નીતિન ચૌધરી,ᅠગાર્ડન સુપરવાઈઝર કણજારીયા, અન્‍ય કર્મચારીઓ, વોર્ડ નં.૧૮ના પ્રભારી ગેલાભાઈ રબારી,ᅠપ્રમુખ શૈલેશભાઈ બુસા,ᅠમહામંત્રી દિનેશભાઈ કીડીયા, મિતેશભાઇ દાસોટીયા તથા વોર્ડ નં.૧૮ના નાગરીકો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.(૨૧.૨૯)

(3:55 PM IST)