તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 13th August 2024
સોનલ પંજાબી પાર્સલમાંથી પ૭ કિલો અખાદ્ય ખોરાક ઝડપાયો : નાશ
મનપાની ફુડ શાખા દ્વારા સઘન ચેકીંગ : રર ખાણીપીણીના ધંધાર્થીઓને લાઇસન્સ અંગે નોટીસ : અક્ષર માર્ગ ઉપર ચેકીંગ દરમિયાન સીંગતેલ, દાજયુ તેલ, મંચુરીયન, ઢોસાનું ખીરૂ, શાકભાજી તથા બાફેલા નુડલ્સ : એકસપાયર્ડ અને વાસી મળ્યાઃ પનીર, બટર, બટેટા, સબ્જી, ચણાનું શાક તથા મિકસ દુધના વિવિધ વિસ્તારોમાંથી નમુના લેવાયા

રાજકોટ, તા., ૧૩: મનપાની ફુડ શાખા દ્વારા અક્ષર માર્ગ, નંદા હોલ, કોઠારીયા રોડ સહીતના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી પ૭ કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરી રર વેપારીઓને લાઇસન્સ અંગે સુચના આપવામાં આવી હતી. જયારે પનીર, બટર, બટેટા સબ્જી, ચણાનું શાક તથા મિકસ દુધના નમુના લેવામાં આવ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અક્ષર માર્ગ, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ ૅસોનલ પંજાબી પાર્સલૅ પેઢીની તપાસ કરતા પેઢીના કિચનમાં એક્સપાયરી ડેટ વીતેલ શીંગતેલ અને દાજયું તેલ ૧૯ કિ.ગ્રા., વાસી મંચુરિયન ૩ કિ.ગ્રા., એક્સપાયરી ડેટ વગરનું ઢોસાનું ખીરું ૩૦ કિ.ગ્રા., વાસી અખાદ્ય શાકભાજી તથા બાફેલા નુડલ્સ ૫ કિ.ગ્રા. નો જથ્થો મળીને કુલ - ૫૭ કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ સ્થળ પરથી પનીર અને બટર ના સેમ્પલ લેવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના નંદા હોલ- હરિઘવા મેઇન રોડ તથા કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૬૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૨૨ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૬૧ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
જેમાં રાધે ડેરી ફાર્મ, ગાયત્રી પાણીપૂરી, બાલાજી કોલ્ડ્રિંક્સ , શ્રી શક્તિ ગાત્રાળ વડાપાઉં , શ્રી શક્તિ ગાત્રાળ ઘૂઘરા -, સદગુરુ કોલ્ડ્રિંક્સ , ટુ બ્રધર ઢોસા , રાધે આઇસક્રીમ , વર્ણીરાજ ફેમિલી રેસ્ટોરેન્ટ , કટક બટક નાસ્તા , જય બાલાજી ફૂડ ઝોન, કનૈયા ડેરી ફાર્મ , રાધે-ક્રિષ્ના ખમણ -, મહાદેવ સ્ટીમ ઢોકળા , જલારામ ખમણ , શિવ અનાજ ભંડાર, શ્રીજી મઠાવાલા -ડાયમંડ શીંગ, સેન્ડવિચ સ્ટેશ, બ્રમ્હાણી ફાસ્ટફૂડ -શ્રી રાજલ દાળપકવાન -શ્રી રામ ડેરી ફાર્મ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના -આપવામાં આવેલ.
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કુલ ૦૫ નમૂના લેવામાં આવેલ
પનીર (લુઝ) સોનલ પંજાબી ફૂડ પાર્સલ, ગુજ. હાઉસિંગ બોર્ડ-M-૪૭, અક્ષર માર્ગ, કાલાવડ રોડ, તથા બટર (લુઝ) સોનલ પંજાબી ફૂડ પાર્સલ, ગુજ. હાઉસિંગ બોર્ડ-M-૪૭, અક્ષર માર્ગ, કાલાવડ રોડ, તથા રસાવાળા બટેટા સબ્જી (પ્રિપેર્ડ- લુઝ):માટેલ પરોઠા હાઉસ, જૂનું માર્કેટિંગ યાર્ડ, RTO ની બાજુમાં, માસૂમ વિદ્યાલય સામે, તથા ચણાનું શાક (પ્રિપેર્ડ- લુઝ) જય ખોડિયાર રેસ્ટોરન્ટ એન્ડ ટી સ્ટોલ, પ્લોટ નં ૬૪, રણુજા મંદિર સામે, કોઠારીયા મેઇન રોડ, તથા મિક્સ દૂધ (લુઝ)જય ખોડિયાર ડેરી ફાર્મ, જૈનમ એપાર્ટમેન્ટ શોપ નં.ગ્.૪, નાગેશ્વર મંદિર સામે, જામનગર રોડ, ખાતેથી નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી.
(4:05 PM IST)










