તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 13th August 2024
આશુતોષ મંદિરે બરફના શીવલીંગની શોભા

શહેરના કાલાવડરોડ પર કોટેચાનગર ખાતે આવેલ શ્રી આશુતોષ મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિતે દરરોજ પૂજા અર્ચન સાથે દર્શનીય શોભા કરવામાં આવે છે. શ્રાવણ માસના દરેક સોમવારે વિશેષ શોભા સાથે દર્શન ખુલ્લા મુકવામાં આવે છે. તે અંતર્ગત ગઇકાલે બરફના શીવલીંગની શોભા કરવામાં આવી હતી. બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો. લાઇટીંગ ડેકોરેશનથી શોભતુ મંદિર અને અંદર બરફના શીવલીંગની શોભા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:05 PM IST)










