તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 13th August 2024
નાગરીક બેંક બચાવો સંઘ દ્વારા આજથી આંદોલન શરૂઃ પરાબજાર શાખા પાસે ધરણા, સુત્રોચ્ચાર, પત્રિકા વિતરણ
૬૦ લોન ખાતાઓમાં થયેલ કૌભાંડ મામલે પોલીસ કમિશ્નરને પણ અપાયું આવેદન

રાજકોટ, તા.,૧૩: ૬૦ લોન ખાતાઓમાં બેંકના મોટા સતાધીશો મારફત જે કરોડો રૂપિયાની લોનો અપાઈ છે તે કૌભાંડ કરીને તેમજ સંગઠીત પ્રકારનો આર્થિક ગુન્હો આચરીને લ્હાણીની જેમ વિતરણ થઈ છે. આ રકમ બેંકના નાના થાપણદારોના પરસેવાની કમાણી છે, અને ખોટી લોનો અપાઈ હોવાથી એ નાણા ડુબી ગયા છે. આવી આર્થિક ગુન્હાખોરી સામે નાગરિક બેંક બચાવો સંઘ ઘણા સમયથી ઝુંબેશ ચલાવી રહી હોવાનું યાદીમાં જણાવાયું છે.
સંઘના અગ્રણીઓ દ્વારા બે દિવસ પૂર્ર્વે પોલીસ કમીશ્નરશ્રી સમક્ષ આર્થિક અપરાધ અંગેની લેખીત ફરીયાદ રૂબરૂ મળીને વાસ્તવિક ચિત્ર જયારે રજુ કરાયુ ત્યારે તેઓશ્રીએ નાગરિક બેંકના આ પ્રકરણમાં ઉંડી તપાસ કરવાની તેમજ કાયદેસરના પગલા લેવાની પણ ખાત્રી આપવામાં આવેલ. આ પ્રતિનિધી મંડળ નાગરીક બેંક બચાવો સંઘના અગ્રણીઓ સર્વશ્રી ચંદુભા પરમાર, ખેંગાર યોગીજી, વિબોધ દોશી, ભુપેન્દ્ર શાહ, ઉમેશ દફતરી, ઈન્દ્રવદન રાજયગુરૂ અને લક્ષ્મણ મકવાણા જોડાયા હતા.
નાગરીક બેંક બચાવો સંઘની યાદી મુજબ બેંકની મુંબઈમાં આવેલી કાલબાદેવી બ્રાંચના રપ લોન કૌભાંડો અને જુનાગઢ બ્રાંચના ૩પ લોન કૌભાંડોમાં કરોડો રૂપિયાની નાના માણસોની પરસેવાની કમાણી ઓગળી ગઈ છે. અત્યારે સંઘ પાસે આ ૬૦ લોનના આધાર પુરાવાઓ મોજુદ છે. બેંકમાં છેલ્લા કેટલાક વર્ષથી કોઈ જવાબદાર અને ન્યાયી સંચાલકો ન હોવાથી એકંદરે બેંકની પરિસ્થિતી દિવસે દિવસે ખાડે જતી જાય છે અને કેન્સર જેવો મહારોગ લાગુ પડયો છે.
બેંકના જુના કર્મચારીઓ અને આર.એસ.એસ. તથા ભાજપના કાર્યકર્ર્તાઓ તેમજ બેંકના હિત ચિંતકો વિગેરેએ સાથે મળી જે સંઘની સ્થાપના કરેલ છે તેના ઉપક્રમે નાગરિક બેંક, પરાબજાર શાખા, જયુબેલી પાસે, આજે તા.૧૩ ને બુધવારે સવારે ૧૧ થી પ સુધી ધરણા, સુત્રોચાર, પ્રદર્ર્શની, પત્રિકા વિતરણ વિગેરે કાર્ર્યક્રમો ઘ્વારા જન આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે.
રાજકોટ નાગરિક સહકારી બેંક સીતેર વર્ર્ષ જુની અને વિશ્વાસનું પ્રતિક મનાતી બેંક છે ત્યારે તાજેતરમાં બેંકના કેટલાક ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા કૌભાંડો અને તેને છાવરનારા ડીરેકટરોના કરતુતો જાહેર થાય તે અનિવાર્ય છે. આ બેંક સાથે દસ લાખથી વધુ થાપણદારો, સભાસદો અને ગ્રાહકો જોડાયેલા છે તેમજ બેંક આશરે ૬૩૦૦ કરોડ જેટલી થાપણ તેમજ ૩૭૦૦ કરોડની લોનો ધરાવે છે તે સંજોગોમાં બેંકમાં જો સંગઠીત પ્રકારના આર્થિક ગુન્હેગારોને સજા આપવામાં ન આવે તો બેંકનું ભવિષ્ય અંધકારમય બની જશે.
આ કાર્ર્યક્રમમાં સંઘના અગ્રણીઓ સર્ર્વ શ્રી વિબોધ દોશી, બાલુભાઈ શેઠ, હિતેષ પુરોહિત, લક્ષ્મણ મકવાણા, ઈન્દ્રવદન રાજયગુરૂ, ઉમેશ દફતરી, ભુપેન્દ્ર શાહ વિગેરેની આગેવાનીમાં યોજાશે. ચંદુભા પરમાર તેમજ ખેંગાર યોગીજી ભવિષ્યના કાર્યક્રમોનું નેતૃૃત્વ લેશે તેમ યાદીના અંતમાં જણાવાયું છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:07 PM IST)










