<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

‘‘તુને ઓ રંગીલે કેૈસા જાદુ કિયા....: કાલે રાત્રે મ્‍યુઝીકલ નાઇટ

પ્રમુખ સ્‍વામી ઓડિટોરીયમમાં ‘‘રંગીલા સીંગર્સ ગ્રુપ ઓફ રાજકોટ''નું ભવ્‍ય આયોજન

‘‘અકિલા'' કાર્યાલયે ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ગાયક કલાકારો અને આયોજકો નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧૩: રાજકોટના પ્રમુખ સ્‍વામી ઓડિટોરીયમ ખાતે કાલે તા.૧૪ને બુધવારે રંગીલા સિંગર્સ ગ્રુપ ઓફ રાજકોટ દ્વારા મ્‍યુઝીકલ નાઇટ ‘‘તુને ઓ રંગીલે કૈસા જાદુ કિયા...''નું આયોજન કરાયું છે. જેની ‘‘અકિલા'' કાર્યાલય ખાતે ‘‘અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ ગાયક કલાકારો અને આયોજકોએ વિગતો વર્ણવી હતી.

આ કાર્યક્રમમાં રોહિતભાઇ ઉપાધ્‍યાય, નિકુંજભાઇ ઉપાધ્‍યાય, મિતાબેન બલદેવ, વિપુલભાઇ બલદેવ, જીગીશાબેન રાવલ, વિવેકભાઇ રાવલ, મયરીબેન પટેલ, આશિષભાઇ મહેતા પોતાના કંઠના સથવારે ગીતોની રમઝટ બોલાવશે.

આયોજકોએ જણાવ્‍યું હતું કે આ મ્‍યુઝીકલ નાઇટ કાર્યક્રમ વિનાકુલ્‍યે છે. પરંતુ વ્‍યવસ્‍થાના ભાગરૂપે પાસ સિસ્‍ટમ રાખવામાં આવી છે. જે વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે. પાસ મેળવવા માટે મો.૯૩૨૮૧ ૫૭૨૮૦ અથવા મો.૯૧૦૬૬ ૦૯૫૯૪ ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

રાજકોટની સંગીતપ્રેમી જનતા માટે રંગીલા સિંગર્સ ગ્રુપ ઓફ રાજકોટ દ્વારા વારંવાર ગીત સંગીતના કાર્યક્રમો યોજાઇ છે. સફળ બનાવવા કલાકારો સાથે આરએસવીપી સુરેશભાઇ મારૂ સહિતના જહેમત ઉઠાવે છે. એન્‍કરીંગ નેહાબેન મહેતા કરશે.‘‘અકિલા'' કાર્યાલયે મીમીક્રી આર્ટીસ્‍ટ ઉમેશભાઇ રાવ, રોહિતભાઇ ઉપાધ્‍યાય, નિકુંજભાઇ ઉપાધ્‍યાય, મિતાબેન બલદેવ, વિપુલભાઇ બલદેવ, જીગીશાબેન રાવલ, વિવેકભાઇ રાવલ, મયુરીબેન પટેલ, આશિષભાઇ મહેતા ઉપસ્‍થિત રહયા હતા

(4:08 PM IST)