તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Tuesday, 13th August 2024
દાદાજી ગ્રુપ ઓફ કંપનીઝના સેનટરી નેપકીન્સ ‘પગભર' બ્રાન્ડનું વિમોચન
હેમુ ગઢવી હોલમાં ૧૬ ઓગષ્ટે આરજે દેવકીની ઉપસ્થિતિમાં

રાજકોટ : ઓર્ગેનીક પ્રોડકટ્સ, દવાઓ માટે સુવિખ્યાત દાદાજી ગ્રુપ ઓફ કંપનીઝના રાજકોટમાં મહિલાઓ દ્વારા ઉત્પાદીત ‘પગભર' સેનેટરી નેપકીન્સનું આગામી ૧૬ ઓગષ્ટ શુક્રવારે સાંજે ૪ થી ૭ વચ્ચે હેમુ ગઢવી હોલ ખાતે મુખ્ય મહેમાન આર.જે. દેવકી (ધ ગુજરાત આયર્ન લેડી)ની ઉપસ્થિતિમાં યોજાયાનું કંપનીના રાજકોટ ખાતેના પબ્લિક રીલેશન ઓફીસ આર.એસ. ત્રિવેદીની યાદીમાં જણાવાયુ છે.
કાર્યક્રમમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવુ જરૂરી છે. (રજીસ્ટ્રેશન માટેનો મોબાઈલ નંબર : ૯૯૦૯૪ ૮૭૮૮૭.
ગણેશ વંદના સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો આ પ્રસંગે યોજાયા છે.
(4:11 PM IST)










