News of Tuesday, 13th August 2024
ત્રણ નવા કાયદાથી ફોજદારી ન્યાય પ્રણાલીમાં વ્યાપક પરિવર્તન આવશે : મનિષાબેન શાહ
લીગલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા યોજાઇ કાર્યશાળા : તજજ્ઞો દ્વારા વિષદ્દ છણાવટ સાથે અપાયુ માર્ગદર્શન

રાજકોટ તા. ૧૧ : ગત ૧ જુલાઈથી અમલમાં આવેલ ત્રણ નવા ભારતીય ફોજદારી ધારાના સંદર્ભમાં રાજ્ય કક્ષાની મહત્વપ્રોૂર્ણ કાર્યશાળાનું આયોજન રાજકોટ ખાતે લીગલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ઇન્ડિયન લો ઇન્સ્ટિટયૂટ તેમજ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના સહકારથી કરવામાં આવ્યું. હત.
રાજ્યભરના અગ્રણી ધારાશાષાીઓ, પ્રાધ્યાપ્રોકો સંશોધકો તેમજ અધિકારીઓની ઉપ્રોસ્થિતિમાં દેશના અગ્રણી તજજ્ઞોએ સમગ્ર દિવસ દરમિયાન તલસ્પ્રોર્શી રીતે આ કાયદાઓના સંદર્ભમાં વિશદ જાણકારી આપ્રોી હતી.
લીગલ રિસર્ચ ફાઉન્ડેશનના ચેરપ્રોર્સન અને પ્રોટ્રન પ્રોૂર્વ કુલપ્રોતિ પ્રો્રો. કમલેશ જોષીપ્રોુરાના પ્રોયત્નોથી પ્રોથમવાર રાજકોટ ખાતે ઇન્ડિયન લો ઇન્સ્ટિટયૂટ તેમજ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનો સહકાર પ્રાોપ્ત થયેલ.
ઇન્ડિયન લો ઇન્સ્ટિટયૂટના ડાયરેક્ટર જનરલ પ્ર્રોફેસર વી. કે. આહુજા, ગુજરાત હાઇકોર્ટના એડિશનલ એડવોકેટ જનરલ શ્રીમતી મનીષાબેન લવકુમાર શાહ, ત્રણ નવા કાયદાઓમાં જેમનો ગહન અભ્યાસ છે, તેવા દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર વાઘેશ્વરી દેવી, ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ધારાશાષાી હૃદય બુચ, રાજય સરકારના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રોસીકયુશન રાકેશ રાવ, જીએનએલયુના ડો. સાયરા ગોરી તથા દેશપ્રિયા દાસ સહિતના તજજ્ઞોએ આ કાર્ય શાળામાં માર્ગદર્શન આપ્યું હતું. કાર્યશાળાને રાજ્યભરમાંથી અભૂતપ્રૂર્વ પ્રતિસાદ સાંપડયો હતો.
પ્રથમ વખત આ સ્વરૂપ્રોની કાર્યશાળાના મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેલ ઇન્ડિયન લો ઇન્સ્ટિટયૂટના ડાયરેક્ટર પ્રોફેસર વી. કે આહુજાએ આજની કાર્યશાળાને ખૂબ મહત્વપુર્ણ બની રહ્યાની ખુશી આ તકે વ્યકત કરી હતી.
ગુજરાત હાઇકોર્ટના એડિશનલ એડવોકેટ જનરલ શ્રીમતી મનીષા લવકુમાર શાહે આ કાર્યશાળાનું દીપ પ્રગટાવી ઉદ્ધાટન કરી જણાવ્યું હતું કે દેશમાં ફોજદારી ન્યાય પ્રો્રોણાલીમાં વ્યાપ્રક સ્વરૂપ્રો આ ત્રણ નવા કાયદાઓ અમલમાં આવતા પરિવર્તન આવશે. ખાસ કરીને સંગઠિત ગુનાખોરી, આતંકવાદ, સાયબર ક્રાઇમ મહિલાઓ સામેના ગુનાઓ સહિતની અનેક નૂતન બાબતો ત્રણ નવા કાયદામાં ઉમેરવામાં આવી છે. સજાના સંદર્ભમાં કોમ્યુનિટી સર્વિસ એટલે કે સમાજ સેવાનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ એક ક્રાંતિકારી બાબત છે.
દેશમાં અંગ્રેજોના રાજ્ય સમયના કાયદાઓમાં પરિવર્તન કરવાની ઘણા સમયથી આવશ્યકતા હતી અને ખાસ કરીને ફોજદારી ન્યાય પ્રો્રોણાલીમાં અમુલ પરિવર્તન લાવનાર આ ત્રણેય કાયદાઓનો તમામ સ્તરે અભ્યાસ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે, મહિલાઓ સામેના ગુનાઓના બદલાતા સ્વરૂપ્રોની આ કાયદામાં સમાવિષ્ટ કરવાની બાબતમાં ઘણી બધી નવી બાબતો ઉમેરવામાં આવી છે જેમાં સામાજિક પ્રચાર માધ્યમથી મહિલાઓને થતી હેરાનગતિથી લઈ અને રોજબરોજ બનતી ઘટનાઓ ગુનાના ક્ષેત્રમાં આવરી લેવામાં આવી છે, આ પ્રકારની કાર્યશાળાના સ્વરૂપ્રોમાં ત્રણેય કાયદાઓનો અભ્યાસ કરવામાં આવશે તો સરળતાથી નવા કાયદાનું અમલીકરણ શકય બની શકે.
પ્રારંભે કાર્યશાળાના આયોજનની ભૂમિકા વરિષ્ઠ મહિલા ધારાશાષાી શ્રીમતી ભાવનાબેન જોશીપુરાએ રજુ કરી રેલ. જયારે ગુજરાતના બાહોશ ધારાશાષાી હૃદય બુચ દ્વારા નવા ફોજદારી કાયદાના સંદર્ભમાં મુદ્દાસર સમન્વય સાથે વક્તવ્ય અપાયુ હતુ.
ગુજરાત સરકારના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રોસીકયુશન શ્રી રાકેશ રાવ આ પ્રો્રોસંગે ખાસ ઉપ્રો્રોસ્થિત રહ્યા હતા અને પ્રાસંગીક પ્રવચનમાં ભારતીય ન્યાય સંહિતા એટલે કે (જૂનો ઇન્ડિયન પીનલ કોડ) સેકસન ૧૧૩ વિષે છણાવટ કરી હતી.
સમાપન સમારોહમાં સમગ્ર દિવસ દરમિયાન થયેલી ચર્ચાના તારણ સ્વરૂપો વિષે લીગલ રિસર્ચ ફાઉન્ડેશનના ચેર પરર્સન પ્રોફેસર કમલેશ જોષીપુરાઅ પ્રકાશ પાડયો હતો.
આ પ્રસંગે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી, અધિવક્તા પરિષદના પ્રમુખ પ્રશાંતભાઈ જોશી, મંત્રી પી. સી. વ્યાસ, સર્વશ્રી ગીરીશભાઈ ભટ્ટ, જયુભાઈ શુક્લ, અર્જુનભાઈ પટેલ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીથી અશોકભાઈ શ્રોફ, સરકારી વકીલા ેશ્રી જેઠવા, કેતન પંડયા સહિત સૌરાષ્ટ્રભરના વરિષ્ઠ ધારાશાષાીઓ સરકારી વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
વિવિધ સત્રોનું અધ્યક્ષ સ્થાન પ્રોફેસર ભરત મણીયાર, પ્રો.વિમલ પરમાર, સરકારી લો કોલેજના પ્રિન્સિપાલ મીનળબેન રાવલ, રાજેન્દ્ર દવે, ડોક્ટર એ. એચ. ચૌહાણ સહિતના વરિષ્ઠ અભ્યાસુએ સંભાળ્યું હતું. પ્રારંભે મહેમાનોનો પરિચય નિર્મળસિંહ હેરમાંએ આપેલ.સમગ્ર ઉપક્રમને સફળ બનાવવા સર્વશ્રી રાજેન્દ્રભાઈ દવે, આનંદ ચૌહાણ, હાઇકોર્ટના ધારાશાષાી સમ્રાટભાઈ ઉપાધ્યાય, ચિરાગભાઈ ચૌહાણ, પૂર્વીબેન સોનેજી, સુરેન્દ્રનગરના પરેશભાઈ ડોબરીયા, ગોવિંદભાઈ વેકરીયા, ભાઈશંકરભાઈ ઠાકર, ઉના લો કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતી શાહ સહિતના અગ્રણીઓએ પરિશ્રમ પૂર્ણ પ્રયત્નો કર્યા હતા.
(4:11 PM IST)










