<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

સમસ્‍ત બ્રહમસમાજ દ્વારા રક્ષાબંધને શ્રાવણ પર્વ

બ્રાહ્મણ બોર્ડીંગ ખાતે ભૂદેવાોે જનોઇ બદલવાનો કાર્યક્રમઃ નામ નોંધણી ચાલુ

રાજકોટઃ દર સાલની જેમ ચાલુ  સાલ પણ પવિત્ર શ્રાવણ માસમાં શ્રાવણી પુનમના દિવસ બ્રહ્મસમાજ દ્વારા સમુહ જનોઇ બદલવાનો કાર્યક્રમ ૬- રજપુતપરા, બ્રાહ્મણ બોર્ડીગ ખાતે યોજાનાર છે. બ્રાહ્મણો આ દિવસે તેમણે ધારણ કરેલી જુની યજ્ઞોપવિત ત્‍યજીને નવી યજ્ઞોપવિત ધારણ કરે છે. આ શાષાોકત વિધિ શ્રી સચિનભાઇ ઠાકર તથા તેમની ટીમ દ્વારા કરાવવામાં આવીશે.

 તા. ૧૯/ સોમવારે-સવારે ૮ વાગ્‍યા થી આયોજીત આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજન સમિતિના પ્રમુખ (૧) દર્શીતભાઇ જાની (૨) કશ્‍યપભાઇ શુકલ (૩) નલીનભાઇ જોશી (૪) અતુલભાઇ જાની (૫) શૈલેષભાઇ જાની (૬) યોગેન્‍દ્રભાઇ લહેરૂ  જહેમત ઉઠાવી રહ્યા છે. નામ નોંધણી માટે જર્નાદનભાઇ આચાર્ય મો. ૯૮૨૪૨ ૧૪૦૨૧ દિપકભાઇ પંડયા મો. ૯૮૨૫૨ ૯૩૬૫૮ જીજ્ઞેશભાઇ ઉપાધ્‍યાય મો. ૯૩૨૭૨ ૭૨૭૭૧ નો સંપર્ક કરવો (તસ્‍વીર બગથરીયા)

(4:26 PM IST)