તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 13th August 2024
અટલ સરોવર ખાતે મળેલ સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં ૪૫.૫૫ કરોડના વિવિધ વિકાસકામો મંજુર
ગુલાબનગર કોમ્યુનીટી સેન્ટરનું સંચાલન રોટરી ક્લબને સોંપવાની દરખાસ્ત ના મંજુર : વર્ગ-૨ના કર્મચારીઓ સાતમા પગાર પંચથી વંચિત! દરખાસ્ત પેન્ડિંગ : ૫૫ દરખાસ્તોને લીલીઝંડી

રાજકોટ : શહેરમાં કરોડથી થી વધુ રકમના વિવિધ વિકાસલક્ષી કામો તથા નિતિ વિષયક નિર્ણયો લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટીંગ દર મહિનામાં ઓછામાં ઓછી એક મિટીંગ મહાનગરપાલિકાના સભા સંચાલનના નિયમો મુજબ બોલાવવી જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દર વખતે સામાન્ય રીતે મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવેલ સ્ટેન્ડિંગ કમિટી કોન્ફરન્સ હોલ ખાતે રાખવામાં આવે છે. પરંતુ રામવન બાદ સ્ટેન્ડિંગ કમિટીની મિટીંગ સ્માર્ટ સિટી વિસ્તાર, નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ ખાતે આવેલ નવું નજરાણું ‘‘અટલ સરોવર'' ખાતે સ્ટે. ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આમ, સ્ટેન્ડિંગ કમિટી મિટીંગમાં રાજકોટ શહેરના રૂ.૪૫.૫૫ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનો નિર્ણય કરવામાં આવ્યો. આ ઉપરાંત રોટરી મીટડાઉનને ગુલાબનગર કોમ્યુનીટી હોલ તાલીમ આપવાની દરખાસ્ત ના મંજુર કરવામાં આવી હતી તેમજ મનપાના વર્ગ-૨ના કર્મચારીઓની સાતમા પગાર પંચની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી.
સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષ સ્થાને મળેલ સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં કુલ ૫૭ દરખાસ્ત મુકવામાં આવી હતી. જે પૈકી ૫૫ દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. તેમાં ભુગર્ભ ગટરની ફરિયાદોના નિકાલ માટે ખાનગી ઍજન્સીને કામ આપવાની દરખાસ્તનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરના વોર્ડ નં. ૧૩માં -ાયોગીક ધોરણે ભુગર્ભ ગટર ફરિયાદોના નિકાલ માટે ખાનગી ઍજન્સીને કામ આપવામાં આવનાર છે. આ સિવાય મહદઅંશે પેવીંગ બ્લોક, કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્ર, ટીબી સેન્ટર જેવા વિકાસ કામો અંગેની દરખાસ્તોનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગરપાલિકામાં જુદા જુદા વોર્ડમાં આવેલ સ્માર્ટ સોસાયટીની ગ્રાન્ટમાં પણ વધારો કરવા તેમજ મહાનગરપાલિકાના સ્મશાનના સંચાલક માટે સામાજીક સંસ્થાઓને હાલમાં ચુકવાતી માસીક ગ્રાન્ટમાં પણ વધારો કરવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવેલ જે મંજુર કરવમાં આવી હતી. તેમજ ટીઆરપી ગેમઝોનમાં આરઍમસીના ૮ અધિકારીઓ હાલ જેલ હવાલે છે. જ્યારે સ્માર્ટ સોસાયટીઓની સફાઈ સહિતની ગ્રાન્ટમાં વધારો કરવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. આજે વોર્ડ નં. ૩માં આરોગ્ય કેન્દ્ર સીટી ટીબી સેન્ટર સહિતના મોટા પ્રોજેક્ટોની દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી. (તસ્વીર : અશોક બગથરીયા)
(4:36 PM IST)










