<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

બ્રાહ્મણ સમાજ વિશે એલફેલ બોલતો વિડીયો ઇન્‍સ્‍ટાગ્રામ પર પોસ્‍ટ કરાયોઃ ગુનો દાખલ

માયાણીનગરના ચિંતન વ્‍યાસની ફરિયાદ પરથી ગિરીરાજસિંહ વાળા નામના આઇડી ધારક સામે માલવીયાનગર પોલીસની કાર્યવહી

રાજકોટ તા. ૧૪: સોશિયલ મિડીયા પર એક શખ્‍સે બ્રાહ્મણ સમાજ પર એલફેલ બોલતો વિડીયો મુકતાં આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. આ બનાવમાં માલવીયાનગર પોલીસે માયાણીનગર સોસાયટી-૩ ચંદ્રેશનગર મેઇન રોડ પર રહેતાં ચિંતન મુકેશભાઇ વ્‍યાસ (ઉ.વ.૨૮) નામના યુવાનની ફરિયાદ પરથી ગિરીરાજસિંહ વાળા નામના શખ્‍સ વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૧૯૬ મુજબ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

ચિંતન વ્‍યાસે પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે ન્‍યુઝ ચેનલમાં પત્રકાર તરીકે ફરજ બજાવુ છું. ૧૨/૮ના રોજ હું મારી ગુરૂપ્રસાદ ચોક ખાતેની ઓફિસે બેઠો હતો ત્‍યારે અમારા સમાજના આગેવાન કશ્‍યપ ભટ્ટે ફોન કરી જાણ કરી હતી કે સોશિયલ મિડીયામાં આપણા બ્રાહ્મણ સમાજ વ્‍શિે કોઇએ ટીપ્‍પણી કરી છે. જેથી મેં મારા મોબાઇલમાં ઇન્‍સ્‍ટાગ્રામ સ્‍ટોરી ચેક કરતાં તેમાં એમઆર-અભિજીત.૯૯૯ સ્‍ટોરી જોઇ હતી. જેમાં એક વ્‍યક્‍તિ અમારા બ્રાહ્મણ સમાજ વિશે અનાબશનાબ બોલતો હોઇ અને બેફામ અપશબ્‍દો બોલતો દેખાયો હતો.  બાદમાં મેં લાઇવ પેજ પર ચેક કરતાં ગિરીરાજસિંહ વાળા-ચારેલીયાના ઇન્‍સ્‍ટાગ્રામ પેજ પર એકાઉન્‍ટ જોવા મળ્‍યું હતું.

આ પછી મેં બીજા આગેવાનો સન્‍નીભાઇ નવનીતભાઇ જાની, મોૈલિકભાઇ ભરતભાઇ પંડયાને વાત કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં ચિંતન વ્‍યાસે જણાવતાં પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં હેડકોન્‍સ. એ. વી. ચાવડાએ ગુનો દાખલ કરાવતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(2:25 PM IST)