<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

રાજકોટ રેલ્‍વે પોલીસ દ્વારા રેલ્‍વે સ્‍ટેશનમાં યોજાઇ તિરંગા યાત્રાઃ ભારત માતાનો જયઘોષ

પીઆઇ એચ. એમ. રાણા, આરપીએફના કે. પી. સિંગનું આયોજનઃ ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડ અને દર્શિતાબેન શાહે જવાનોનું મનોબળ વધાર્યુ

રાજકોઃ સરકારના હરઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રેલ્‍વેઝ ગુજરાતના ઇ. અધિક્ષક પરિક્ષીતા રાઠોડ, પヘમિ રેલ્‍વેના પોલીસ અધિક્ષક બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેલ્‍વે પોલીસ સ્‍ટેશનના પીઆઇ એચ. એમ. રાણા અને આરપીએફના કે. પી. સિંગની આગેવાની હેઠળ રાજકોટ રેલ્‍વે સ્‍ટેશન ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડ, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, વોર્ડ પ્રુમ હેમુભાઇ પરમાર સહિતના હાજર રહ્યા હતાં અને પોલીસની રાતદિવસની મહેનત તથા કામગીરીને બીરદાવી હતી. મહાનુભાવોએ પોલીસનું મનોબળ વધે તેવુ પ્રસંગોચીત પ્રવચન આપ્‍યું હતું. તેમજ દેશના તિરંગાની આન બાન સાન જાળવી રાખવા પોલીસ જે રીતે કામ કરતી હોય છે તેના પણ ભરપુર વખાણ કર્યા હતાં. તિરંગા યાત્રામાં ભારત માતા કી જયના નારા જવાનોએ લગાવ્‍યા હતાં. પ્‍લેટફોર્મ પર હાજર લોકો પણ તેમાં સામેલ થયા હતાં.

(2:50 PM IST)