News of Wednesday, 14th August 2024
વિજયનગર પાસેથી રૂા. ૩૭ હજારનો દારૂ ભરેલી કાર સાથે રતનપરનો શખ્સ પકડાયો
થોરાળા પોલીસના પી.આઇ. એન.જી.વાઘેલાની રાહબરી હેઠળ પી.એસ.આઇ. એચ.જી.જીંજાળા તથા ટીમની કામગીરીઃ દારૂની ૬૮ બોટલ, ૯૬ ચપલા તથા કાર મળી રૂા. ૧.૩૭ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ,તા.૧૪: ભાવનગર રોડ પર વિજયનગરના ગેઇટ પાસેથી થોરાળા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૩૭ હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ આજીડેમ ચોકડીથી ચુનારાવાડ ચોક તરફ વિદેશી દારૂ ભરેલી એક કાર આવતી હોવાથી બાતમી મળતા થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.જી.જીંજાળા સહિતના સ્ટાફે ભાવનગર રોડ પર વિજયનગરના ગેઇટ પાસેથી જીજે-૫સીઆર-૬૫૭૯ નંબરની કારને રોકી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની ૬૮ બોટલ અને ૯૬ ચપલા મળી આવતા કારચાલક ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમભા જગદીશસિંહ ગોહિલ (ઉ.વ.૪૭) (રહે. સાંગાણીનગર વૃધ્ધાશ્રમની પાછળ રતનપર ગામ)ને પકડી લઇ રૂા. ૩૭,૬૦૦ ની કિંમતનો દારૂ તથા કાર મળી રૂા. ૧,૩૭,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરી પીએસઆઇ એચ.ટી.જીંજાળા, એ.એસ.આઇ ડી.કે.ખાંભલા, રાજેશભાઇ મેર, હેડ કોન્સ. બી.બી.પરમાર, એચ.જે.નીનામા, જે.બી.જાડેજા, કોન્સ. જયરાજસિંહ કોટીલા, કીરણભાઇ પરમાર, સંજયભાઇ અલગોતર અને પ્રકાશભાઇ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.
(3:29 PM IST)










