<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

ત્રિશુલ ચોકમાં ગૂંડાગીરી આચરનારા રવિ ઉર્ફ ભગતને ભક્‍તિનગર પોલીસે દબોચ્‍યો

સરાજાહેર બે મિત્રો પર હુમલો કર્યો હતોઃ અગાઉ બે ગુનામાં સામેલઃ પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા અને ટીમે કાયદાનું ભાન કરાવ્‍યું: દિલીપભાઇ બોરીચા, વિશાલભાઇ દવેની બાતમી

રાજકોટ તા. ૧૨: અટીકા મેઇન રોડ પર ત્રિશુલ ચોકમાં બે દિવસ પહેલા મોમાઇ ડિલક્‍સ પાન નજીક ભારતીનગર-૧/૫ના ખુણે રહેતાં અને કારખાનુ ચલાવતાં ચેતનભાઇ કાંતિભાઇ રાઠોડ (ઉ.વ.૩૯) અને તેના મિત્ર જગદીશભાઇ કુગશીયા ઉભા હતાં ત્‍યારે રવિ ઉર્ફ ભગત ચાવડીયા નામના શખ્‍સે આવી ઝઘડો કરી બંનેને છરીના ઘા ઝીંકી દીધા હતાં. ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. ભક્‍તિનગર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ કરી રવિ ઉર્ફ ભગત કિશોરભાઇ ચાવડીયા (ઉ.વ.૨૪-રહે. હસનવાડી-૨, પીપળીયા હોલ પાસે)ને પકડી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું છે.

ચેતનભાઇ રાઠોડે જણાવ્‍યું હતું કે અગાઉ તેના મિત્ર દિવ્‍યેશભાઇ સિતાપરા સાથે રવિ ઉર્ફ ભગતને ઝઘડો થયો હોઇ જે તે વખતે રવિ વિરૂધ્‍ધ પોલીસમાં અરજી કરી હતી.  ત્‍યારે ચેતનભાઇ પણ ભેગા રહ્યા હોઇ તેનો ખાર રાખી રવિ ઉર્ફ ભગતે હુમલો કર્યો હતો. જેમાં ચેતનભાઇની સાથે મિત્ર જગદીશભાઇને પણ ઇજા થઇ હતી. ઉચ્‍ચ અધિકારીઓની સુચનાથી પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, પીઆઇ એસ. ડી. ગીલવાની રાહબરીમાં હેડકોન્‍સ. દિલીપભાઇ બોરીચા, કોનસ. વિશાલભાઇ દવેની બાતમી પરથી હસનવાડી-૨માંથી રવિને પકડી લેવાયો હતો. અગાઉ તેના વિરૂધ્‍ધ ભક્‍તિનગરમાં ૧૩૫ મુજબના બે ગુના નોંધાયા હતાં.

(3:30 PM IST)