<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

આઝાદીના અમર પર્વેએ માતૃભુમિની મુકિત માટે ઉગ્રવાદ(હિંસક) નિતી અપનાવી વિરગતી પામેલ વિરલાઓની અમર રસપ્રદ ગાથા

જહાલવાદ (ઉગ્રવાદ) લડતના જન્‍મદાતા મહારાષ્‍ટ્રના વીર ક્રાંતીકારી વાસુદેવ ફડકે ગણાય છેઃ ઉગ્રવાદી લડતમાં બંગાળ અને મહારાષ્‍ટ્રના અગણીત વીર બહાદુર આઝાદીના લડવૈયાઓ હસ્‍તે મુખે માતૃભૂમિ માટે ફાંસીના માચડે ચડી ગયેલ : પ્રખર ઈતિહાસ લેખકોના મતે સને. ૧૮પ૭ ના બળવાથી જ આઝાદીની લડતના મંડાણ થઈ ચુકેલઃ આપણી આઝાદીની લડત બે વિચાર ધારાથી લડાઈ છે મવાળવાદ અને જહાલવાદ : જહાલવાદ ( ઉગ્રવાદ) લડતના જન્‍મદાતા મહારાષ્‍ટ્રના વીર ક્રાંતીકારી વાસુદેવ ફડકે ગણાય છેઃ ઉગ્રવાદી લડતમાં બંગાળ અને મહારાષ્‍ટ્રના અગણીત વીર બહાદુર આઝાદીના લડવૈયાઓ હસ્‍તે મુખે માતૃભૂમિ માટે ફાંસીના માચડે ચડી ગયેલ : મહારાષ્‍ટ્રના બ્રાહમણ પરિવારના ત્રણ ચાપેકર ભાઈઓ માતૃભૂમિ ની આઝાદી માટે હસ્‍તે મુખે ફાંસી વ્‍હાલી કરેલઃ ઉગ્રવાદી ક્રાંતીકારો ગોરા અધિકારીઓની તો હત્‍યા કરતા જપણ ગદાર સાથીઓને પણ હિંમતથી મોતને ધાટ ઉતારી દેતા : બ્રિટીશ અધિકારીઓની હત્‍યા કરવી સરકારી ખજાના લુંટવા હથિયાર ગૃહ લુંટવાની ક્રાંતીકારોની તાકાત બહાદુરી અને હિંમત કાબેલે દાદ હતીઃ ઉગ્રવાદી લડતના લડવૈયા શ્રી અરવિંદ ધોષ વિચારોમાં પરીવર્તન થતા લડત છોડી પોંડીચર જઈ સાધુ બની આશ્રમ સ્‍થાપેલ :ઉગ્રવાદી ક્રાંતીકારો બ્રિટીશ સરકારને ખત્‍મ કરવા તેજાબી ભાષાના અખબાર પ્રસિઘ્‍ધ કરતા અને ગોરાઓને મોતના ધાટ ઉતારવા વિદેશ જઈ રીવોલ્‍વર બોમ્‍બ બનાવવાની ટેકનીક શીખતાં

જન જાગૃતી અભિયાન મંચના પ્રમુખ અને  જાણવા જેવી  રસપ્રદ  માહિતિના સંકલનકાર શ્રી  તખુભા  રાઠોડ  ઉગ્રવાદી વિચારધારાથી  આઝાદી માટે લડી વિરગતી  પામેલ બહાદુર  આઝાદીના  લડવૈયા  તેની સંસ્‍થાઓ  અને પ્રજાને  જાગૃત  કરવા પ્રસિઘ્‍ધ  કરેલ  અખબારો  અંગે  વાંચકો  અને  જનતાને  જાણકારી  આપતા  જણાવે  છે.

દેશનો એક વિશાળ વર્ગ માને છે કે આઝાદી માટે ઉગ્રવાદ (હિંસક) રાહ અપનાવી માતૃભૂમિ માટે વિરગતી પામેલ યુવાન લડવૈયાની આઝાદીની લડતના ઇતિહાસમા અન્‍યાય થયો છે.

દેશ અને  દુનીયાની  વર્તમાન  મોટા ભાગની પ્રજા એવી  માન્‍યતા અને માહિતિ ધરાવે છે  કે ભારત અહિંસાના માર્ગ આઝાદી મેળવેલ છે  આ સત્‍ય  છે પણ સંપૂર્ણ  સત્‍ય  નહી.

ઈતિહાસના ઉંડાણમાં  ઉતરી  જાણશો તો  આઝાદી  માટેનો  હિંસક  જંગ  સને. ૧૮પ૭  થી  શરૂ  થઈ ગયેલ  આ જંગને  ગોરા  શાસકોએ સતા સામે  બળવો  એવું સમજાવી  પ્રચાર કરેલ જેથી  બળવા  શબ્‍દને વધુ વજન  આપી  આ જંગને  અતિ  ક્રુરતાપૂર્વક  દબાવી  દીધેલ  જાણીતા   ઈતિહાસ  તજજ્ઞનોના મતે  આ જંગનો  મુળભુત હેતુ અને ઈચ્‍છા  સમગ્ર  ભારતમાંથી   બ્રિટીશ શાસકોને  ઉખેડી  ફેંકવાની જ હતી પણ  મજબુત આંતરીક  સંગઠનનો  અભાવને  દેશવ્‍યાપી  એક  સુત્રી  આયોજનની   ખામીથી  આ લડત  સફળ થઈ શકેલ નહી.  ચાલાક  બ્રીટીશ  શાસકો સમજી ગયેલ છે  કે  આ  જંગથી  ભારતની  પ્રજા  જાગી  ચુકેલ છે  અને  સંપૂર્ણ આઝાદીના  લડતનાં  બી  સમગ્ર  દેશોમાં  રોપાય ગયેલ  છે  જેથી  શાસકોએ  શાસનની  નીતીમાં  અનેક  ફેરફાર  કરેલ  જે  હકીકત  હતી.

  હિંસક  વિચારધારાને  સમર્પીત  આઝાદી  જંગના  લડવૈયાની  ઈતિહાસના ઉંડાણમાં  સમાયેલ  વિગતોને  સંકલન કરી  વાંચકોને પ્રજા સમક્ષ  રજુ  કરવા  નમ્ર  પ્રયાસ  કરૂ  છું.

દેશની  આઝાદીની  લડત  બે  વિચારધારામાં  લડાયેલ છે. મવાળવાદી  એટલે  વિનંતી  સહ  રજુઆત શાંત સત્‍યાગ્રહ  ઉપવાસ  વગેરેથી શાસનના  વિરોધ  જહાલવાદ  એટલે બ્રિટીશ શાસનના જુલમો  અને  પ્રજાને પીડા આપતી  નીતી  કાયદાઓના  ઉગ્રપણે   વિવિધ  સ્‍વરૂપે  વિરોધ  કરી  પ્રજાને સંગઠીત કરી  બ્રીટીશ શાસન  ખત્‍મ  કરી  દેશને  આઝાદી  અપાવવી   જરૂર  લાગે ત્‍યાં  પુરી  તાકાતથી બ્રીટીશ શાસકો  ઉપર  હિંસક  તાકાતથી  લડવું.

મવાળવાદ લડતની  નીતી  સ્‍વરૂપ  અને તેના મુખ્‍ય  આગેવાનો અંગે દેશ  અને  વિદેશની પ્રજા  સારી  રીતે  જાણે  છે   પણ  દેશનો  વિશાળ વર્તમાન વર્ગ  જહાલવાદ  નીતીથી  આઝાદી  માટે  લડેલ  અને  મોતને  ભેટેલ  આઝાદીના  લડવૈયા અંગે  ખાસ વધુ  જાણતો  નથી તેવો  વિશાળ મત  છે   તેવી  જ રીતે  વિદેશની ભુમી  ઉપરથી  દેશની  આઝાદીની  લડતને  વિશ્‍વમાં  ઉજાગર  કરનાર  દેશ  ભકતો  અને  તેમની  બ્રીટીશ  શાસનના  નીતી  સામે  ભુર્ગભમાં  રહી  લડનાર  અંગે  પણ  દેશની  નવી  પેઢી  ઉંડાણપૂર્વક  જાણતી  નથી  તેવો  પણ  વિશાળ  મત   છે.

જેથી  વાંચકોને  પ્રજાને આઝાદીની  લડતમાં જહાલવાદ  વિચાર ધારાથી  લડેલ લડવૈયા  અને   તેમને સ્‍થાપેલ ક્રાંતીકારી સંસ્‍થાઓ  અંગે  જ  જણાવું  છું 

સને. ૧૯૦પ થી  અતિ સક્રિય રીતે  દેશમાં બ્રીટીશ શાસનની જુલ્‍મી  નીતીમાંથી  દેશને આઝાદ કરાવવા  અલગ  અલગ  વિચારધારા માં શ્રઘ્‍ધા  રાખનાર પૌઢ યુવાનોની   નેતાગીરી  બ્રીટીશ  શાસન  સામે   પ્રજાને  જાગૃત કરી  લડત કરવા સક્રીય  થવા  લાગેલ  તો  સામે  ગોરા શાસકો પણ  આ આંદોલનને દબાવવા વધુને વધુ જુલ્‍મી  કાયદા  અને  તાકાત વાપરવાની નીતી અમલમાં મુકવા  લાગેલ જેના  કારણે આઝાદીની  લડત  લડતા  આગેવાનો મવાળવાદી  અને  જહાલવાદી વિચારધારામાં  વિભાજન  થવા  લાગેલ   મવાળવાદી નેતા  ફીરોજ શાહ મહેતા બેનરજી ંિચતામણી  અને  ગોખલ જુથે  એ  સમયે બંધારણીય  સરકાર  સ્‍થાપવાનો  તે  બ્રીટીશ  શાસન નીચે  જવાબદાર  રાજયતંત્ર પ્રાપ્‍ત કરવાનું  હતું  જેના 

કારણે  આ જુથ મવાળવાદી  એટલે નરમ  વલણને વિનમ્ર નિતિ  અમલમાં વિશ્‍વાસ  રાખનાર  હતું.

સરકારનો  સંપૂર્ણ  બહીષ્‍કાર  અને  સરકાર  સામે આંદોલનથી  વાત કરનાર  જુથ  જહાલવાદ  જુથ  ગણાતું  આ જુથના તેજ તરાર  આગેવાનો  અરવિંદ ધોષ  બીનીનચંદ્ર  પાલ,  લોકમાન્‍ય  તીલક  લાલા  લજપતરાય  હતાં.

સને  ૧૯૦પમાં  ર૧મી મહાસભામાં બંગાળના  ભાગલા  અને  દમન  નીતીનો  વિરોધ  ઉગ્ર  અને આંદોલનની  ભાષામાં  ન  થતાં  આ  નીતી અને  થયેલ  ઠરાવની ભાષાથી  ઉદામવાદી  નેતાઓ  રૂચી  નહી  અને  બંને  જુથ  વચ્‍ચેની  ખાઈ મોટી  થવા  લાગેલ.

બંગાળમાં  શરૂ  થયેલ  બહીષ્‍કાર અને  સ્‍વદેશી  આંદોલન દેશના  વિવિધ ભાગમાં પ્રસરવા  લાગેલ  આ  આંદોલન સંપૂર્ણ આઝાદી  પ્રાપ્‍ત  કરવાનો  રંગ પકડવા  લાગેલ  જેથી  ગોરી સરકારે  જુલ્‍મ અને  દમનની નીતી વધુ  કડક  બનાવેલ જેના કારણે  ઉગ્રવાદી યુવા  નેતાઆને પ્રખર રાષ્‍ટ્રવાદીઓ  ગુપ્‍ત  ક્રાંતીકારી સંગઠનો  સ્‍થાપી તે  મુજબ કરવા  લાગેલ અને  મવાળવાદી  નેતાઓની  નીતી  કાર્યક્રમ અંગે અરવિંદ  ધોષ  વંદેમાતરમ પત્રીકા  મારફત  સખ્‍ત   ટીકાને નીતીનો ઉગ્ર  વિરોધ  કરવાની  શરૂ  કરતા  મવાળવાદ સંગઠનમાંથી  યુવા વર્ગ ઝડપથી  અલગ  થવા લાગેલ.

ર૩ માં મહાસભાના  અધિવેશનમાં  બ્રીટીશ સરકારના  મોર્લે મીન્‍ટો સુધારાને આવકારતા ઉગ્રવાદી  જુથ  વધુ  નારાજ  થયેલ  અને  ઉગ્રવાદી  આંદોલન  વધુ  ફેલાવા  લાગેલ  અને  રાજકીય  હત્‍યાના બનાવો  વધવા  લાગેલ  બ્રીટીશ સરકાર  કોઈપણ  સંજોગોમાં  ઉગ્રવાદી  સંગઠનને ખત્‍મ કરવા  ઈચ્‍છતી  હતી  જેથી  હીંસાત્‍મક  પ્રવૃતીઓને  પ્રોત્‍સાહન  આપવાના  કારણોસર શ્રી  બીપીનચંદ્ર  પાલને  જેલમાં  ધકેલી  દીધા  તથા  શ્રી  તીલકને  છ વર્ષની  કારાવાસની  સખ્‍ત  સજા  ફરમાવી બ્રમદેશના માંડલે  મોકલી દીધેલ અન્‍ય ઉગ્રવાદી નેતા  શ્રી   લાલા લજપતરાય   અને  અજીતસિંગને  દેશ  નીકાલની  સજા  ફરમાવીને શ્રી   અરવિંદ ધોષની  ધરપકડ થાય તે પહેલા  ધોષ દક્ષિણ  ભારતમાં  ભાગી  જવામાં  સફળ થયેલ  અગમ્‍ય  કારણોસર શ્રી  અરવિંદ ધોષે  આ  આંદોલનની  પ્રવૃતીથી મુકત  થઈ  ધર્મના માર્ગે વળી  પોંડીચરીમાં આશ્રમ  સ્‍થાપી સંન્‍યાસી થઈ ગયા  સરકારે  ઉગ્રવાદી નેતાઓને કામચલાઉ   વેર  વિખેર  કરી  નાખેલ તેમ છતાં  પ્રજામાં  જુલ્‍મ અને  બેફામ દમન સામે  રોષ  વધુ  ઉગ્ર થવા  લાગેલ  જેથી   દેશના  અન્‍ય રાજયોમાં   ઉગ્રવાદી વિચાર ધારા યુવા નેતાઓ ક્રાંતીકારી  સંસ્‍થાઓ  સ્‍થાપી  બ્રીટીશ સરકાર  સામે  ગંભીર  પડકાર ઉભા  કરવા પુરી  તાકાત થી  મેદાનમાં  ઉતરેલા.

   આ છે ઉગ્રવાદી વિચારધારાના  આગેવાનો  અને  તેને સ્‍થાપેલ સંસ્‍થાઓ સામાચાર પત્રો  અને   જાનની   બાજી લગાવી દેશની  આઝાદી માટે  મોતને ભેટેલ  વીર બહાદુરોની  અમર ગાથા.

હિંસક  ઉગ્રવાદી  નીતીના  પ્રખર  હિમાયતી  અને  દેશમાં  પ્રથમ ઉગ્રવાદી  સંગઠન  સ્‍થાપવાનો  યશ  મહારાષ્‍ટ્રના  વાસુદેવ  ફડકેના  ફાળે  છે  ફડકને પકડવા અનેક  ઉચ્‍ચ અધિકારીઓને  સખ્‍ત  આદેશ  આપેલ  છ  માસ બાદ ફડકેને  હૈદરાબાદ  જીલ્લાના  એક  ગામથી  પકડવામાં સફળતા  મળેલ અને  ફડકેને  દેશ નીકાલ કરી  એડન  મોકલી આપેલ અને ત્‍યાં જ  તેમનું અવસાન થયેલ  ફડકેની  નીતી  સિઘ્‍ધાંત  અને  પઘ્‍ધતિ  મુજબ લડવા  માટે  ભારત ભરમાં છુપી  ક્રાંતીકારી  સંસ્‍થા પ્રખર રાષ્‍ટ્રવાદનો  આરંભ થયેલ  ઈતિહાસ આઝાદી  માટે  ઉગ્રવાદી  નીતીથી  લડવાનો શ્રી  ફડકેને  જન્‍મદાતા ગણે  છે.

મહારાષ્‍ટ્રના  ચિતવાન  બ્રાહમણ પરીવારના  બે  ભાઈઓ  શ્રી  દામોદર ચાપેકર અને  બાલકૃષ્‍ણ ચાપેકરએ  મહારાષ્‍ટ્રમાં  છુપી  ક્રાંતીકારી  સેના  સ્‍થાપી  ધાર્મિક  મહોત્‍સવ ભેગી થતી જન મેદનીમાં  યુવાનોને રાષ્‍ટ્રીય ભાવના જગાડવાનો   પ્રચાર  કરી  આ  યુવાનોના  સંગઠનનો વ્‍યાયમ  શસ્‍ત્રો  વગેરે ચલાવવાની  તાલીમ આપી  બ્રીટીશ શાસકોના જુલ્‍મ અને  દમન  સામે  લડવાની  યોજના  અમલમાં  મુકેલ સને ૧૮૯૬- ૯૭  માં  પ્‍લેગ   ફેલાતા  આ સમયે ગોરી  સરકારની  નબળી  નીતીથી  પ્રજા  ખુબ  જ  દુઃખી  અને  હેરાન પરેશાન  થયેલને પ્રજાની  ધાર્મિક  અને રાષ્‍ટ્રીય લાગણીને  દુભાવવાની  નીતીથી  પ્રજા  ખુબ  જ  રોષે  ભરાયેલ  ચાપેકર બંધુઓએ  જવાબદાર  બ્રીટીશ  અધિકારી  મી. રંડનની  હીંમત  અને  બહાદુરીપૂર્વક  ક્રુર  હત્‍યા  કરી  નાખેલ  તેમના  આ  કૃત્‍ય  બદલ બ્રીટીશ  સરકારે  બંને  ભાઈઓને ફાંસીની  સજા  આપેલ ચાપેકર બંધુની  માહિતિ  સરકારને  આપવા  બદલ એ  દ્રવિડભાઈઓને વાસુદેવ ચાપકરે મોતને  ધાટ  ઉતારી  દીધેલ  તેને  પણ  સરકારે  ફાંસી  આપેલ  આમ  ત્રણ ચાપેકર  બંધુ  માતૃભુમી માટે  વીરતાથી  ફાંસીના  માચડે  લટકી  ગયેલ.

ઉગ્રવાદી  યુવા સંગઠનો ખાસ કરી  બંગાળ અને  મહારાષ્‍ટ્રમાં  ચાપેકર ભાઈઓના  બલીદાન  બાદ  વધુ  સક્રિય  થયેલ સને. ૧૯૦૦  માં  વિનાયક  સાવરકરે  નાસીકમાં  મીત્ર મેળા  નામે  ક્રાંતીકારી  સંસ્‍થા  સ્‍થાપી  હિંસાત્‍મક  વિદ્રોહથી  દેશને આઝાદ કરવા  આયોજન કરેલ સને. ૧૯૦૪  પુનામાં  અભિનય ભારત નામની  સંસ્‍થા  ઉભી  થઈ આ સંસ્‍થાની  લડાઈની નીતી પઘ્‍ધતી  ઈટાલી યુવા સંધ  મુજબની  હતી  ધીરેધીરે  સમગ્ર  દેશમાં  કાંતીક્રારી  ચળવળ  વધુ  સક્રિય  થયેલ.

કલકતામાં  પી. મિત્રએ  ક્રાંતીકારી  અનુશીલન સમિતિ  સ્‍થાપી  યુવાનો  અને  વિધાથીૅઓને  લાઠી - તલવાર- બંદુક ચલાવવાનીે તાલીમ આપી  જંગ માટે તૈયાર  કરતા  આ સંસ્‍થામાં અરવિંદ  ધોષના ભાઈ  બરીન્‍દ્રનાથ  ધોષ  જોડાઈ  જતા  સંગઠન વધુ મજબુત  અને  જોમવંતુ  બનેલ ને  બંગાળના પુલીન ધોષ, બીપીનચંદ્ર પાલ  તથા ચિતરંજનદાસ  જેવા  લડાયક  નેતાનો  સહકાર   મળવા  લાગેલ.

અનુશીલ  સમિતિએ  ક્રાંતીકારી  સાહિત્‍ય  તથા પોતાનું મુખપત્ર યુગાન્‍તર મારફત ઉગ્ર રાષ્‍ટ્રવાદના ખુબ  જ  પ્રચાર  કરેલ  પુસ્‍તક  ભવાની  મંદિરમાં  લશ્‍કરી  તાલીમ હિંસાત્‍મક  લડાઈ  ગેરીલા  યુઘ્‍ધની  પઘ્‍ધતિનુ  ઉલ્લેખ  કરવામાં આવેલ  ભવાની મંદિરના  મુખ્‍ય  કથા વસ્‍તુ શ્રી  બંકીમચંદ્ર કૃત  આનંદમઠ માંથી  લેવામાં આવેલ   છે સને. ૧૯૦૬  માં  શરૂ  થયેલ  યુગાન્‍તરમાં  બ્રીટીશ શાસન સામે ખુલ્લો  સહશસ્‍ત્ર વિદ્રોહની  તરફેણ  કરતા  આ સમાચાર પત્ર  યુવાનોમા  ખુબ  જ પ્રિય બનેલ.

આ ક્રાંતીકારી  ચળવળથી  સરકાર  સજાગ  થઈ  ક્રાંતીકારી  અખબાર  ઉપર પ્રતિબંધ  મુકી  દીધેલ  આ સંસ્‍થાના  બે યુવાનોને  બોમ્‍બ  બનાવવાની  તાલીમ  લેવા  વિદેશ મોકલેલ અને  આ યુવાનોએ  દેશમાં  પરત  ફરી  કલકતામાં  બોમ્‍બ  બનાવવાનું  છુપુ  કારખાનું  શરૂ  કરેલ  બંગાળનું  વિભાજનના  મુખ્‍ય   સુત્રધારો  પૂર્વ બંગાળના ઉપ ગવર્નર સરબેમ ફીલ્‍ડ કુલર ઉપર  કાંતીકારી વીર  યુવાને  બોમ્‍બ  ફેકેલ  તથા  બેમફીલ્‍ડ  રેલગાડીમાં  પ્રવાસે હતા  ત્‍યારે  તેમને  બોમ્‍બથી  ઉડાવી  દેવા   સને.૧૯૦૭  ડીસેમ્‍બરમાં પ્રયાસ  કરવામાં  આવેલ  પણ  પ્રયાસ  સફળ  થયેલ  નહીં.

ક્રાંતીવિરોને સખ્‍ત  સજા  ફરમાવનાર  જજ  કીગ્‍સફોર્ડને  ખતમ કરવા  પ્રફુલ્લ ચાકી અને  ખુદીરામ બોઝ  નામના  બે  યુવાનોએ યોજના બનાવેલ તેઓ  બગીમાં   છે તેવા  અનુમાને આ બગી ઉપર  શકિતશાળી  બોમ્‍બ  એટેકે કરેલ પણ  આ બગીમાં  કિંગ્‍સ ફોડૅ  સવાર  ન  હતા  પણ   બ્રીટીશ કેનેડી ના  પત્‍નિ અને  પુત્રી હતા  જે  બંનેના  મોત  થયેલ  આ ગુના સબબ સરકાર  પ્રફુલ ચાકીને  પકડે  તે  પહેલા  શ્રી  ચાકીએ  આત્‍મહત્‍યા કરી  લીધેલ  અને  ખુદીરામ બોઝની  ધરપકડ  કરીને  સને. ૧૯૦૮  માં  ફાંસી આપવામાં  આવેલ.

એક ગદાર  કાર્યકરની  માહિતિના  આધારે  પોલીસે  કલકતાનું  બોમ્‍બ  બનાવવાનું  કારખાનું પકડી  પાડેલ  જયાંથી પોલીસને  વિપુલ  માત્રામાં  બોમ્‍બ  બનાવવાના સાધનો  કારતુસો  જપ્‍ત કરેલ  આ  ગુન્‍હા  સબબ  શ્રી  અરવિંદ  ધોષ  બરીન્‍દ્ર ધોષ  સહિત   ક્રાંતીકારી  યુવાનોની  ધરપકડ  કરેલ  અને  તેમના  ઉપર  અલિપુર  ખાતે  કેસ ચલાવવામાં  આવેલ  ગદાર  કાર્યકર  શ્રી   નરેન્‍દ્ર  ગોસાઈની  ક્રાંતીકારી  કનૈયાલાલ  દત  અને  સત્‍યેન બોઝે  જેલમાં  જ હત્‍યા  કરી  નાખેલ આ  કેસના  સરકારી  વકીલ  અને  તપાસનીશ પોલીસ  અધિકારી ઓને  ભર અદાલતમાં  ક્રાતીકારીઓએ   ક્રુરતાપૂર્વક  રહેસી  નાખેલ.

વીર ક્રાંતીકારી  શ્રી  કનૈયાલાલને ફાંસી  આપવામાં  આવેલ શ્રી  ધોષ અને  અન્‍ય  સાથીદારોને  દેશ નિકાલ ની  સજા  થયેલ  ( સલામ છે  આ  બહાદુર  વિરલાઓને)  આ  હીસાત્‍મક  લડાઈ  સને. ૧૯૩૦  સુધી  બહાદુર ક્રાંતીકારોએ  ચાલુ રાખેલ જેના  ભાગરૂપે  માત્ર  બંગાળમાંથી  અંદાજે  ૩પ  જેટલા  બોમ્‍બ  ઝીકવામાં આવેલ  અને  અંદાજે ૬પ  થી વધુ  રાજકીય  હત્‍યા  કાંતીકારોએ  કરેલ.

વિવિધ  કાંતીકારી  સંગઠનોને  કાબુમાં  લેવા બ્રીટીશ  શાસકો સખ્‍ત  બની ક્રાંતીકારોને  દબાવવા  પરીવારો  અને  સગા- સંબંધીઓ  ઉપર  આડેધડ  કેસો  કરી  જુલ્‍મ  વધારવા  લાગેલ  સામે  પક્ષે  ક્રાંતીકારો  દેશના અન્‍ય  રાજયો  પંજાબ,  બીહાર, ઓરીસ્‍સાને  રાજસ્‍થાન  અને  છેક  દક્ષિણના  મદ્રાસમાં  રાષ્‍ટ્રભાવનાને સવોૅપરી માની  માતૃભૂમીને આઝાદ કરાવવા  કાંતીક્રારી સંગઠનોની શાખાઓ ખોલી  બ્રીટીશ  સરકાર  સામે પુરી  તાકાતથી  લડત  શરૂ  કરી  દીધેલ.

સને. ૧૯૦૬  માં  વીર  સાવરકર લંડન જઈ ભારતમાં લડતા  યુવાનોને  મદદરૂપ થવા માટે  મીરઝા  અબ્‍બાસ નામના ક્રાંતીકારી   મારફત  ધાતક  હથીયારો  નીયમીત  મોકલતા  તથા  અભિનવ ભારતના ઉત્‍સાહી  લડવૈયા શ્રી  બાપટ ને  શકિત શાળી   બોમ્‍બ  બનાવવાની  તાલીમ  માટે પેરીસ  મોકલેલ ને  રશીયાના  ક્રાંતીકારોના સહકારથી  બોમ્‍બ  બનાવવાની  ટેકનીકનું  પુસ્‍તક  પ્રાપ્‍ત કરી  તેનું  અંગે્રજીમાં ભાષાન્‍તર  કરાવી  ભારતની ક્રાંતીકારી સંસ્‍થાને  મોકલી  આપેલ  જેથી  સરકારે આ  તમામ  પ્રવૃતીઓ  મુખ્‍ય  ભેજુ  તીલક  છે  એવો  આરોપ  લગાવી સને.

૧૯૦૮ મા  તીલકની  ધરપકડ કરી  સખ્‍ત  કેદની  સજા માટે  માંડલ  મોકલી  દીધેલ  જેના કારણે આંદોલનકારીઓ   ખુબ  જ  રોષે  ભરાયા  અને  બદલો  લેવા  નાસીકના  ન્‍યાયધીશ   જેકશનની  શ્રી  અન્‍નત  નામના  વીર  ક્રાંતીકારે  હત્‍યા  કરી  નાખેલ.

દેશમાં  સદીઓથી  પંજાબ  પ્રાંતની  પ્રજા  લડાયક  અને  ખુમારી  વાળી રહેલ  છે  અહીં  પણ  ક્રાંતીકારી  સંગઠનો  લાલ લજપતરાયને અજીતસિંહ ની  પ્રેરણાથી  સમગ્ર  પ્રાંતમાં  હિંસક  રીતે  સરકારી  અફસરો અને  સરકારી  મીલ્‍કતો  ઉપર  સતત અટેક  કરતા  જેના  કારણે  લાલ  લજપતરાય  અને અજીતસિંહને  દેશ  નીકાલ  કરવામાં  આવેલ  જેના  કારણે  કાંતીકારી  સંગઠનના  કાર્યકરો  વધુ  રોષ  ભરાયેલ  અને  વધુ  તાકાતથી  સરકાર  સામે  ઉગ્ર  આંદોલન  શરૂ  કરેલ સરકારે  પ્રજામાં  રોષ  અને  નારાજગી માટે  જવાબદાર  અખબાર   વંદેમાતરમ   ને  યુગાન્‍તર  જેવા  સમાચાર  બંધ  કરાવેલ  સને.  ૧૯૧ર માં વાઈસ રોય  લોર્ડ હાર્ડિઝના  દિલ્‍હી  પ્રવાસ  સમયે  ક્રાંતીકારી  રાસ  બિહારી  બોઝ  તેમના  ઉપર  બોમ્‍બ  ફેકેલ.

ઉગ્રવાદીઓનું   આંદોલન  બિહાર  અને  ઓરીસ્‍સા  પ્રદેશમાં  પણ  શરૂ  થઈ ગયેલ   બિહારના  યુવા  ક્રાંતીકારી  ચંદ્રશેખર  આઝાદ  જેને  શપથ  લીધેલ  બ્રીટીશ  અધીકારીના  હાથમાં  નહી  જ આવું  યુ.પી. ના  પ્રયાગરાજમાં   પોલીસે  ધેરી  લેતા  સાથી શ્રી સુખરામને  સલામત  રીતે  ભગાડી   સામી  છાતીએ  લડી  ૩  પોલીસને  મોતના  ધાત  ઉતારી   દારૂગાળો  ખુટી  જતા  શપથ  મુજબ  ખુદને  ગોળી  મારી  મોતને  વ્‍હાલું  કરી લીધેલ  આઝાદ,  ભગતસિંહ  અને  રાજયગુરૂની  ત્રીપુટીનો આઝાદી  જંગ  અને   શહિદી  ઈતિહાસમાં  અમર  અક્ષરે  લખાયેલી  છે.  પ્રભુદયાલ વૈધનાથ  સચિન્‍દ્ર સન્‍યાલ ની  આગેવાની  નીચે યુવા ક્રાંતીકારો  રાજકીય  ધાડો  સરકારી  શસ્‍ત્રોની  લુંટ  ક્રાંતીકારી  સાહીત્‍યનો  પ્રચાર  કરતી  ચૈનપુર  ગામે  પાડેલ ધાડ  મોટામાં  મોટી  ધાડ હતી.

રાજપુતાના  રાજસ્‍થાન  અને  છેક દક્ષિણનું  મદ્રાસ  પણ  હિંસક ક્રાંતીકારી સંગઠનો રચી  અર્જુનલાલ   શેઠી  કેસરીસિંહ રાવ  ગોપાલ સિંહની  નેતાગીરીમાં  સમગ્ર  રાજસ્‍થાનમાં  સરકારી  ખજાનાની  લુંટો  અને  મીલ્‍કતો  ઉપર  ભારે  હુમલા  કરવા  લાગેલ.

શ્રી  પ્રતાપસિંહ  અને બંગાળી રાસ બિહારી ની બોમ્‍બ  બનાવવાના કાવતરા કેસમાં પકડી લેવામાં આવેલ અને  તેમની પાસેથી અન્‍ય  ક્રાંતીકારી સંગઠનોની  માહીતી  મેળવવા  ખુબ  જ  ત્રાસ  આપેલ  પણ  બંને  બહાદુર  યુવાનો   માહીતી આપવાના  બદલે  શહીદ  થવું પસંદ કરેલ. શહીદી  વહોરી  લીધેલ  મદ્રાસમાં  બંગાળમા  લડાયક  ક્રાંતીકારીના  વ્‍યાપક  પ્રવચન  યોજી  ને  રશીયાની  ક્રાંતીનું સાહિત્‍ય વિતરણ  કરી  ઉગ્ર  આદોલનના મંડાણ  વેચી  અપ્‍યર  ને નીલકંઠ  બ્રહમચારી ના નેજા  હેઠળ શરૂ  કરેલ  જ.વી. અય્‍યરે  નામના  ક્રાંતીકારે  પોડીંચેરીમાં  રીવોલ્‍વર ચલાવવાના  કલાસ શરૂ  કરેલને  આંદોલનકારી  ઉપર  કેસ  ચલાવનાર  ગૌરા જજને  વંચી  અય્‍યરે રેલ્‍વેના  ડબ્‍બામાં હત્‍યા  કરી  તેમના  શબ  ઉપર  પત્ર  મુકી  લખેલ  ૩૦૦૦  મદ્રાસી  યુવાનો  ભારતની  મુલાકાતે   આવનાર  જર્યોજ  પાંચમાની હત્‍યા  કરવા   આતુરતા પૂર્વક  રાહ જોવે  છે.   દેશના  મોટા ભાગના  પ્રદેશોમા ઉગ્ર  આંદોલનકારી  સંગઠનો  બ્રીટીશ  સરકારની  દમનભરી  નીતી  અને  જુલ્‍મ  સામે  તથા ભારત  માતાની  પૂર્ણ આઝાદી  માટે  શહીદ  થવાની  તૈયારી  સાથે  વિદેશી સતા  સામે  મેદાનમાં  ઉતરેલા. 

દેશની  ૭પ માં  આઝાદીના   અમૃત  મહોત્‍સવ પર્વે  દેશની  કરોડો  પ્રજા વતી    આઝાદીની  લડત લડેલ   અને  શહીદ થયેલ  ક્રાંતીકારી  વિરોને  અંજલી સહ  કોટી કોટી  નમન.

આ સંકલન માહિતિ  લેખ  માટે  મારી  એક  જ  ભાવના  છે  કે  ભારત  માતાને આઝાદ  કરવા માટે  ઉગ્રવાદી  વિચારશ્રેણી  ના  લડવૈયાનો પણ  મોટો  ફાળો  છે    એ  વાંચકો  અને  જનતાની  જાણ  માટે.  

 

સંકલન

   તખ્‍તસિંહ (તખુભા) રાઠોડ

મો.  ૯૮ર૪ર  ૧૬૧૩૦

(3:33 PM IST)