તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 14th August 2024
કાલે બેડીનાકા સ્થિત ૧૪પ વર્ષ પ્રાચીન શ્રી કામનાથ મહાદેવનો અમૃત મહોત્સવ
રાસની રમઝટ, સંગીતના સૂરો સાથે સદાશિવની પાલખીયાત્રા નિકળશે : લઘુરૂદ્રભિષેક, પૂજન, ષોડશોપચાર પૂજન : શ્રી કામનાથ મહાદેવનું ફૂલેકું વરણાંગી રૂપે શહેરના રાજમાર્ગો ઉપર નિકળશે


રાજકોટ : શહેરમાં બેડીનાકા સ્થિત ૧૪પ વર્ષ પ્રાચીન શ્રી કામનાથ મહાદેવના ૭પ મો પાટોત્સવ દિવસની ઉજવણી કામનાથ મહાદેવના સાનિધ્યમાં ૧પ ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસે થશે. આ દિવસે બપોરે ર કલાકે લઘુરૂદ્રાભિષેક પૂજન થશે. કામનાથ મહાદેવની વરણાગી અને ફૂલેકું બપોરે ર કલાકે કામનાથ મહાદેવના મંદિરથી લઇ પરાબજાર, કાપડ માર્કેટ, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, રાજશ્રી સિનેમા, આશાપુરા મંદિર, કોઠારીયા નાકા થઇ ફરી કામનાથ મહાદેવના મંદિરે પૂર્ણ કરવામાં આવશે.
આ ફૂલેકા દરમિયાન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જામખંભાળિયાનું પ્રખ્યાત આંબાવાડી કલાવૃંદ, શ્રી ભષ્મર મૈયા ભકત મંડળ-ઉજૈન (આહલાદ ડમરૂ વાદન), નાસિકના પ્રખ્યાત ઢોલ (સ્ટાર ગ્રૃપ), ગડુની સુર-મધુર શરણાઇ વાદન તેમજ અન્ય રાસમંડળીઓ, દીવડા આરતી, અવનવા ફલોટસ તથા વિવિધ સ્થળેથી આવેલા પરંપરાગત લોકકલાકારો વગેરે પણ લઇ રાસ-ગરબાની રમઝટ બોલાવશે.
ધર્મનગરી રાજકોટમાં કલ્યાણકારી કામનાથ મહાદેવની વરણાગી એ રાજકોટવાસીઓ માટે વર્ષોથી શ્રદ્ધા, અને સંસ્કૃતનું પ્રતિક બની રહ્યું છે. છેલ્લા ૭૪ વર્ષની અવિરણ પણે શ્રાવણ સુદ દશમના રોજ શ્રી કામનાથ મહાદેવનું ફૂલેકું વરણાગી રૂપે રાજકોટના રાજમાર્ગો પર નીકળે છે. દરેક જગ્યાએ ભકતોને દાદાના દર્શનનો લહાવો મળે છે. આ ફુલેકામાં બાળકોથી માંડી વળદ્ધો સહિત સહુ કોઈ સામેલ થઈ કોઈ રાસ ગરબા રમતા, કોઈ નીર્તન કરતા, કોઈ પુષ્પવળષ્ટિ વરસાવતા, કોઈ દાદાને મસ્તક નમાવી આશીર્વાદ લેતા, કોઈ દાદાની પાલખી ઉચકતા, કોઈ કામનાથ મહાદેવની જય બોલાવતા હોય છે. કોઈ ચા પાણી, નાસ્તો, ઠંડા પીણાની સેવા કરતા, સત્ય સનાતન ધર્મનો અહાલેક જગાવતો માનવ મહેરામણ ઉમટી પડે છે. દરેક વ્યક્તિ આ વરણાગીમાં જોડાઈ ધન્યતા અનુભવે છે. દિવ્ય અને અલૌકિક આનંદની અનુભૂતિ કરે છે.
ભક્તિ, સેવા, દાન અને માનવતાનો પર્યાય બની ચૂકેલ એવા રાજકોટનો વિઠ્ઠલજીભાઈ બેચરજીભાઈ કક્કડ પરિવાર શ્રી કામનાથ મહાદેવના મંદિરના વહીવટની જવાબદારી વર્ષોથી સંભાળે છે. વર્ષો પહેલા કક્કડ પરિવારના ભગવાન ભોળાનાથના અનન્ય ભક્ત એવા સ્વ. બેચરજીભાઈ મેઘજીભાઈના સુપુત્ર સ્વ. વિઠ્ઠલજીભાઈ વહીવટની જવાબદારી સંભાળતા હતા. વહીવટ સાથે દરરોજ પ્રાતઃ સમયે ઊનની ધાબડી પહેરી એક પગે ઉભા રહી સતત બે કલાક સુધી ભગવાન ભોળાનાથનું ધ્યાન ધરતા. ત્યારબાદ ૧૧ વર્ષ પહેલાં સ્વ. શાંતિલાલ વિઠ્ઠલજીભાઈ કક્કડના કૈલાશધામ સિધાવ્યા પછી શ્રીકામનાથ મહાદેવમાં અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા એમના પુત્રશ્રી પ્રિયવદનભાઈ શાંતિલાલ કક્કડ, પૌત્ર શ્રી અવધ પ્રિયવદનભાઇ કક્કડ તેમજ કક્કડ પરિવારના તમામ પરિવારજનોએ આ જવાબદારી નિષ્ઠા અને ઉત્સાહપૂર્વક ખૂબ જ સારી રીતે સંભાળી રહ્યા છે.
આ મંદિરમાં છેલ્લા ૨૬ વર્ષથી શ્રી કામનાથ મહાદેવ પ્રેરિત શ્રી બ્રહ્માનંદ સંસ્કળત વેદ પાઠશાળાનું સંચાલન ગુરુજીશ્રી હર્ષદભાઈ જીવરામભાઇ શાષાીજીની સેવાનીશ્રામાં બ્રહ્મદેવોને વિનામૂલ્યે સંસ્કળત કર્મકાંડની તાલીમ આપવામાં આવે છે. શ્રી ભોલા મહારાજ દ્વારા શ્રી કામનાથ મહાદેવના મંદિરમાં હોમ- હવન-પૂજા વિધિ વગેરે કરાવે છે. અને મંદિર પરિસરમાં વિનામૂલ્ય યોરા, આર્યુવેદ, હોમિયોપેથી અને દરિદ્રનારાયણની સેવા જેવી સેવાકીય પ્રવળત્તિઓ કરવામાં આવે છે. આ પ્રસંગે શિવભક્તિમાં લીન થવા કક્કડ પરિવાર દ્વારા સર્વે ભક્તોને આમંત્રણ અપાયું.
શ્રી કામનાથ દાદા પાટોત્સવના અનેરા આકર્ષણો
એલ. ઇ. ડી. વાન શ્રી કામનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ દેખાડતી વાન, શ્રી ભસ્મ રમૈયા ભકત મંડળ, ઉજજૈનના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા સુપ્રસિધ્ધ ડમરુ નૃત્ય, નાસિક ઢોલ, શ્રી સ્ટા ગ્રુપ આયોજિત સુપ્રસિધ્ધ પરંપરાગત નાસિક ઢોલ, આંબાવાડી કલાવૃંદ -શ્રી રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર જામખંભાળીયા (ડાયાભાઇ)નું સુપ્રિસધ્ધ આંબાવાડી કલાવૃંદના વિવિધ રાસ, દિવડા રાસ અને દિવડા આરતી, ફલોટસ શ્રી રાધેશ્યામ ગૌ શાળા -રાજકોટના સહયોગથી અલગ અલગ દેવી - દેવતાઓની મૂર્તિઓના વિવિધ ફલોટસ. ગડું -શરણાઇના સુમધુર સૂર રેલાવતું એવોર્ડ વિજેતા મંડળ, દીવડા આરતી -મનોજભાઇ જોશી, હિંમતનગરથી પધારેલા મહારાજના નામે પ્રસિધ્ધ ૧૦૦૦ દિવડા શરીર ઉપર ધારણ કરી આરતી કરશે, ધુન મંડળ - કીર્તન મંડળ - સૌરાષ્ટ્રના અલગ અલગ ગામથી પધારેલા ધૂન-કિર્તન મંડળો ધુન-કીર્તન ની રમજટ બોલાવશે. વધુ માહિતી માટે કેતનભાઇ દવે (માહિતી ખાતુ) નો સંપર્ક કરવા મો. ૯૮૯૮૦ ૪પ૭૩૦. (૯.૩૮)
કાલે નિકળનાર કામનાથ મહાદેવના ફુલેકાનો રૂટ
રાજકોટ : કાલે ગુરૂવારે બોપરે ર કલાકેથી શ્રી કામનાથ મહાદેવની વરણાગીરૂપે ફુલેકું નીકળશે. આ વરણાંગી શ્રી કામનાથ મહાદેવના મંદિરેથી રૈયાનાકા રોડ, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, રામાયણ પાઠશાળા, આશાપુરા રોડ, કોઠારીયા નાકા, દરબાર ગઢ રોડ થઇ શ્રી કામનાથ મંદિરે રાત્રે ૧૦ કલાકે પરત ફરશે. વરણાંગી ફુલેકું સાંજે પ થી પ-૩૦ વચ્ચે સાંગણવા ચોક પહોંચશે. ત્યાંથી શ્રી આશાપુરા માતાજીના મંદિરે સાંજે ૭ થી ૭.૩૦ વચ્ચે પહોંચશે.
કાલે મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં ૧ર વર્ષથી નાની વયના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ
બજેટના નિર્ણય અનુસંધાને મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત
રાજકોટ તા. ૧૪ :.. મહાનગરપાલિકાના વર્ષ ર૦ર૩-ર૪ ના બજેટમાં કરેલ નિર્ણય અનુસંધાને બાળકો ગાંધીજીવનમાંથી પ્રેરણા મેળવે તેવા ઉમદા હેતુથી મહાત્મા ગાંધી મ્યુઝિમમાં આવતીકાલે તા. ૧પ નાં ૧ર વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશની મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.આ અંગે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસીપલ કમિશનર દેવાંગ દેસાઇ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયાએ જણાવ્યું હતું કે, મોહનદાસ ગાંધી વિદ્યાલય (આલ્ફ્રેડ હાઇસ્કુલ)માં પૂજય મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો જીવનચરિત્રો દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. ૧ર વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ માટે વર્ષ ર૦ર૩-ર૪ ના બજેટમાં નિર્ણય કરવામાં આવેલ. જેના અનુસંધાને આવતીકાલે તા. ૧પ સ્વાતંત્ર્ય પર્વના દિવસે ૧ર વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
(3:38 PM IST)










